From Young Star to Captain: ભારતીય ક્રિકેટના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ માત્ર બેટિંગ અને બોલિંગમાં જ નહીં, પરંતુ કેપ્ટનશીપમાં પણ પોતાની ક્ષમતા બતાવી છે. દુલીપ ટ્રોફીની સેમિફાઇનલ દરમિયાન ઈશાન કિશન ઈજાગ્રસ્ત થયા બાદ માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવને ઈસ્ટ ઝોનની કમાન સોંપવામાં આવી હતી.
From Young Star to Captain: નાની ઉંમરે મોટી જવાબદારી

મેદાન પર કેપ્ટન તરીકે ઉતરેલા વૈભવ સામે શરૂઆતથી જ મોટી જવાબદારી હતી. જોકે, યુવા ખેલાડીએ દબાણમાં આવ્યા વિના પોતાના નિર્ણયોથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
From Young Star to Captain: પહેલા જ DRSમાં સફળતા

કેપ્ટન તરીકે વૈભવે લીધેલો પહેલો DRS નિર્ણય ખાસ ચર્ચામાં રહ્યો હતો. અમ્પાયર દ્વારા આપવામાં આવેલા નિર્ણય સામે વૈભવે રિવ્યુ લેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ટેક્નોલોજીની મદદથી તપાસ કરવામાં આવતા મેદાન પરનો નિર્ણય બદલવો પડ્યો હતો.
કેપ્ટન તરીકે વૈભવની સૂઝબૂઝની ચર્ચા

માત્ર 15 વર્ષની ઉંમરે DRSનો યોગ્ય સમયે ઉપયોગ કરવો અને પરિસ્થિતિને ઝડપથી સમજીને નિર્ણય લેવો વૈભવની ક્રિકેટિંગ ઇન્ટેલિજન્સ દર્શાવે છે. તેના આ નિર્ણય બાદ યુવા ખેલાડીની કેપ્ટન તરીકેની ક્ષમતાની પણ ચર્ચા શરૂ થઈ છે.
બેટિંગ અને બોલિંગ બાદ હવે કેપ્ટનશીપમાં પણ વૈભવ સૂર્યવંશી પોતાનું નામ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યો છે. માત્ર 15 વર્ષની ઉંમરે મળેલી આ જવાબદારી અને શરૂઆતના સફળ નિર્ણયે ભારતીય ક્રિકેટના આ યુવા સ્ટાર માટે નવી ચર્ચા ઊભી કરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કારો: તૂટેલા ગ્લાસને લાંબા સમય સુધી વાપરવાથી સુરક્ષા ઘટી શકે, આંગળીને ઈજા અને સ્ક્રીનને નુકસાનનું જોખમ

