Broken Screen Protector? મોબાઈલ ફોનની સ્ક્રીનને સ્ક્રેચ, નાના આંચકા અને રોજિંદા ઉપયોગ દરમિયાન થતા નુકસાનથી બચાવવા માટે મોટાભાગના લોકો ટેમ્પરડ ગ્લાસનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વખત ટેમ્પરડ ગ્લાસમાં તિરાડ પડી જાય અથવા તે તૂટી જાય ત્યાર બાદ પણ લોકો તેને બદલ્યા વગર લાંબા સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરતા રહે છે. થોડા રૂપિયા બચાવવાની આ બેદરકારી ભવિષ્યમાં મોંઘી પડી શકે છે.
Broken Screen Protector? તૂટ્યા બાદ ટેમ્પરડ ગ્લાસની સુરક્ષા ઘટે છે

ટેમ્પરડ ગ્લાસ તૂટ્યા બાદ તેની સુરક્ષા ક્ષમતા પહેલાની જેમ રહેતી નથી. ખાસ કરીને સ્ક્રીનના જે ભાગ પર તિરાડ પડી હોય ત્યાં ફરીથી આંચકો લાગવાથી નુકસાનનું જોખમ વધી શકે છે. તેથી ગ્લાસમાં મોટી તિરાડ કે અનેક ક્રેક્સ દેખાય તો તેને બદલવો વધુ યોગ્ય છે.
Broken Screen Protector? આંગળીને પણ થઈ શકે ઈજા
તૂટેલા ગ્લાસની ધાર તીક્ષ્ણ બની શકે છે. સતત મોબાઈલ ચલાવતી વખતે આવી ધાર સાથે આંગળી ઘસાઈ જવાથી નાની ઈજા થવાની શક્યતા રહે છે. તૂટેલા ગ્લાસના છૂટા કણો પણ સમસ્યા ઊભી કરી શકે છે.
Broken Screen Protector? નાની બચત, મોટો ખર્ચ
ટેમ્પરડ ગ્લાસ બદલવાનો ખર્ચ સામાન્ય રીતે મોબાઈલના મૂળ ડિસ્પ્લેને બદલવાના ખર્ચની સરખામણીએ ઘણો ઓછો હોય છે. તેથી તૂટેલા ગ્લાસને માત્ર પૈસા બચાવવા માટે ચાલુ રાખવાને બદલે સમયસર તેને બદલી નાખવો સમજદારીભર્યો વિકલ્પ છે.
તૂટેલું ગ્લાસ કાઢતી વખતે સાવચેતી

જો ટેમ્પરડ ગ્લાસ ખરાબ રીતે તૂટી ગયું હોય તો તેને કાઢતી વખતે ફોન બંધ રાખવો જોઈએ. ગ્લાસ કાઢવા માટે મેટલની ધારદાર વસ્તુનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી ફોનની સ્ક્રીનને સ્ક્રેચ અથવા અન્ય નુકસાન થઈ શકે છે.
ટચમાં સમસ્યા હોય તો ખાસ ધ્યાન આપો
જો તૂટેલા ટેમ્પરડ ગ્લાસ બાદ ટચ રિસ્પોન્સમાં સમસ્યા આવે, સ્ક્રીન સ્પષ્ટ ન દેખાય અથવા ગ્લાસ વધુ તૂટી ગયો હોય, તો તેને શક્ય તેટલી વહેલી તકે બદલવો જોઈએ. થોડા રૂપિયાની બચત માટે મોબાઈલના મોંઘા ડિસ્પ્લેને જોખમમાં મૂકવું યોગ્ય નથી.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: હાલ કોઈ સત્તાવાર જાહેરાત નહીં, સંભવિત પક્ષપલટાની ચર્ચાથી રાજકીય વર્તુળોમાં ગરમાવો

