Fake Hing Exposure: ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા ખાદ્ય સુરક્ષાને લઈને એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. FSSAIએ દેશની જાણીતી મસાલા બ્રાન્ડ્સ – એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ અને લાલજી ગોધુ એન્ડ કંપની (LG બ્રાન્ડ)ની કમ્પાઉન્ડેડ હિંગ (અસાફોએટિડા)ના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દીધો છે. લેબોરેટરી તપાસમાં આ પ્રોડક્ટ્સ નિર્ધારિત ગુણવત્તાના ધોરણો પર ખરી ઉતરી ન હતી.

Fake Hing Exposure: શું છે સમગ્ર મામલો અને કેવી રીતે થયો ખુલાસો?
આ સમગ્ર કાર્યવાહી એક જાગૃત ગ્રાહકની ફરિયાદથી શરૂ થઈ હતી. ફરિયાદના આધારે FSSAIએ બજારમાંથી અગ્રણી હિંગ બ્રાન્ડ્સના સેમ્પલ લીધા હતા. મુંબઈની સેન્ટ્રલ લાઇસન્સ યુનિટ્સ અને ગુજરાતના ઉમરગામમાં સ્થિત એવરેસ્ટની યુનિટમાંથી પણ સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન લેબ ટેસ્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે:
- આલ્કોહોલ સોલ્યુબલ એક્સટ્રેક્ટ ઓછો: નિયમ મુજબ કમ્પાઉન્ડેડ હિંગમાં અસલી હિંગનું પ્રમાણ જળવાવું જોઈએ અને ઓછામાં ઓછો 5 ટકા આલ્કોહોલ સોલ્યુબલ એક્સટ્રેક્ટ હોવો જરૂરી છે. પરંતુ, તપાસમાં એવરેસ્ટ અને લાલજી ગોધુના પ્રોડક્ટ્સમાં આ માત્રા માત્ર 0 થી 3-4 ટકા જ મળી આવી, જે નિર્ધારિત માત્રાથી આશરે 30 થી 40 ટકા ઓછી હતી.
- સ્ટાર્ચનું વધુ પ્રમાણ: લાલજી ગોધુની યુનિટમાંથી લેવાયેલી હિંગની તપાસમાં સ્ટાર્ચની માત્રા 15 થી 32 ટકા સુધી મળી આવી, જ્યારે સરકારી નિયમ મુજબ તે મહત્તમ 1 ટકાથી વધુ ન હોવી જોઈએ.
Fake Hing Exposure: અન્ય મસાલાઓ પર શું અસર?
FSSAIએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રતિબંધ ફક્ત હિંગ પ્રોડક્ટ્સ પૂરતો જ મર્યાદિત છે. એવરેસ્ટના અન્ય મસાલા જેવા કે અંડા કરી મસાલા, ચિકન કરી મસાલા કે ગરમ મસાલા પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.
જોકે, FSSAIની તપાસમાં એવરેસ્ટના આ ત્રણેય મસાલાઓમાં પણ કેટલીક ક્ષતિઓ (જેમ કે લેબલ પર મીઠાની માત્રા દર્શાવવા બાબતે નોન-કમ્પ્લાયન્સ) જોવા મળી છે, પરંતુ તેના વેચાણ પર કોઈ રોક લગાવાઈ નથી.
Fake Hing Exposure: ગ્રાહકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે કડક પગલાં
ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે FSSAIએ બંને કંપનીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ તાત્કાલિક ધોરણે સુધારાત્મક કાર્યયોજના (Corrective Action Plan) રજૂ કરે અને બજારમાંથી નબળી ગુણવત્તાવાળો હિંગનો જથ્થો જાતે જ પાછી ખેંચી લે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

