Japan Earthquake: જપાનના પૂર્વીય વિસ્તારમાં રવિવારે વહેલી સવારે 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવતા ટોક્યો સહિત આસપાસના અનેક વિસ્તારોમાં જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પ્રારંભિક અહેવાલ મુજબ આ ઘટનામાં 23 લોકો ઘાયલ થયા છે. જોકે, મોટાભાગની ઇજાઓ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.
જપાન મેટિ્યોરોલોજિકલ એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ ઇબારાકી વિસ્તારમાં જમીનની સપાટીથી આશરે 70 કિલોમીટર ઊંડાઈએ હતું. ભૂકંપની અસર ટોક્યો અને આસપાસના વિસ્તારોમાં પણ અનુભવાઈ હતી.
Japan Earthquake: ટોક્યો-નરીતા વચ્ચે ટ્રેન સેવા પ્રભાવિત

ભૂકંપના કારણે પરિવહન વ્યવસ્થા પર પણ અસર જોવા મળી હતી. ટોક્યો અને નરીતા એરપોર્ટ વચ્ચે દોડતી કેટલીક ટ્રેન સેવાઓમાં વિલંબ થયો હતો. સાવચેતીના ભાગરૂપે કેટલીક સેવાઓને અસ્થાયી રીતે ધીમી કરવામાં આવી હતી.
કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ થોડા સમય માટે ખોરવાયો હોવાના અહેવાલ છે. સ્થાનિક તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિની સમીક્ષા શરૂ કરવામાં આવી છે.
Japan Earthquake: સુનામીનો કોઈ ખતરો નહીં
ભૂકંપ બાદ જાપાનના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે આ ભૂકંપના કારણે સુનામીનો કોઈ ખતરો નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સાવચેતી રાખવામાં આવી રહી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ભૂકંપના આંચકા અનુભવાયા બાદ સ્થાનિક પ્રશાસને નુકસાન અને જાનહાનિ અંગે માહિતી એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી છે. ઇમારતો, રસ્તાઓ અને અન્ય મહત્વપૂર્ણ માળખાઓને થયેલા સંભવિત નુકસાનની પણ તપાસ કરવામાં આવી રહી છે.
Japan Earthquake: સરકારે ટાસ્ક ફોર્સ સક્રિય કરી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જાપાન સરકારે નુકસાનની સમીક્ષા અને રાહત કામગીરીના સંકલન માટે ટાસ્ક ફોર્સ સક્રિય કરી છે. સ્થાનિક તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
જાપાન ભૂકંપ માટે સંવેદનશીલ દેશ હોવાથી અહીં ભૂકંપ બાદ તંત્ર દ્વારા તાત્કાલિક સાવચેતીના પગલાં લેવામાં આવે છે. હાલ સૌથી મોટો રાહતનો મુદ્દો એ છે કે 5.9ની તીવ્રતાના આ ભૂકંપ બાદ સુનામીનો કોઈ ખતરો જાહેર કરવામાં આવ્યો નથી.
આ ઘટના બાદ જાપાનના અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને વધુ આફ્ટરશોક્સની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ઓસ્ટ્રેલિયામાં શોરિકુલનો સપાટો: 7 વિકેટ સાથે બાંગ્લાદેશ ક્રિકેટમાં નવો ઇતિહાસ

