HomeDeshIndia vs USCIRF: RSS પર પ્રતિબંધની ભલામણથી વિવાદ: ભારતનો USCIRF પર પલટવાર,...

India vs USCIRF: RSS પર પ્રતિબંધની ભલામણથી વિવાદ: ભારતનો USCIRF પર પલટવાર, કહ્યું- ‘પક્ષપાતી અને અવિશ્વસનીય’

India vs USCIRF: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને લઈને અમેરિકાની યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF)ની ભલામણ બાદ ભારત અને અમેરિકાના રાજદ્વારી વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. USCIRF દ્વારા RSS નેતાઓને લઈને કેટલાક પ્રતિબંધાત્મક પગલાંની ભલામણ કરવામાં આવી છે, જેના જવાબમાં ભારતના વિદેશ મંત્રાલયે સંસ્થાની વિશ્વસનીયતા સામે જ સવાલો ઉઠાવ્યા છે.

India vs USCIRF: વિદેશ મંત્રાલયનો કડક જવાબ

India vs USCIRF

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે USCIRFની ભલામણ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આ સંસ્થા લાંબા સમયથી ભારત અંગે પક્ષપાતપૂર્ણ, ભ્રામક અને ભડકાઉ નિવેદનો કરતી આવી છે. તેમણે USCIRFની કાર્યપદ્ધતિ અને વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવી તેને પોતાના એજન્ડા હેઠળ કામ કરતી સંસ્થા તરીકે ગણાવી હતી.

ભારતના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આવી ટિપ્પણીઓને ગંભીરતાથી લેવાની જરૂર નથી. આ સાથે ભારતે USCIRFના અભિગમ સામે પોતાની નારાજગી પણ સ્પષ્ટ કરી છે.

India vs USCIRF: RSSને લઈને શું છે USCIRFની ભલામણ?

India vs USCIRF

USCIRFએ અમેરિકી સરકારને RSS નેતાઓને ઉચ્ચસ્તરીય રાજદ્વારી સન્માન અથવા બેઠકો ન આપવા અંગે વિચાર કરવા અપીલ કરી છે. આ ઉપરાંત RSSને લઈને પ્રતિબંધાત્મક પગલાં અંગે પણ વિચારણા કરવાની ભલામણ કરવામાં આવી છે.

USCIRFની આ ભલામણ બાદ ભારત તરફથી આવેલી આકરી પ્રતિક્રિયાએ સમગ્ર મુદ્દાને વધુ ચર્ચામાં લાવી દીધો છે. હવે આ મુદ્દે ભારત-અમેરિકા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં તેની શું અસર પડે છે અને અમેરિકી સરકાર USCIRFની ભલામણ અંગે શું વલણ અપનાવે છે તેના પર નજર રહેશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ચીનના રસ્તા પર ‘રોબોટ પોલીસ’: AIએ 1.70 લાખથી વધુ ટ્રાફિક નિયમભંગ પકડ્યા, વાહનચાલકોને આપી ચેતવણી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments