HomeAhmedabadMassive Cyber Scam Uncovered: ૨૫ વર્ષના યુવકનો ખતરનાક ખેલ, ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને...

Massive Cyber Scam Uncovered: ૨૫ વર્ષના યુવકનો ખતરનાક ખેલ, ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને ડિજિટલ અરેસ્ટના નામે ૧૦૭૧ કરોડનું સાયબર ફ્રોડ ઝડપાયું

Massive Cyber Scam Uncovered: ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે સાયબર અપરાધો સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતા ₹૧,૦૭૧ કરોડના વિશાળ સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. દેશભરમાં ડિજિટલ અરેસ્ટ, સાયબર ફ્રોડ અને ચાઈલ્ડ પોર્નોગ્રાફી જેવા ગંભીર ગુનાઓમાં લોકોને ડરાવીને કરોડો રૂપિયા પડાવનાર મુખ્ય સૂત્રધાર આસામના રફીકુલ આલમ (ઉં.વ. ૨૫, BCA સુધી અભ્યાસ કરેલ) ની પોલીસે ધરપકડ કરી છે.

SP વિવેક ભેડાએ પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો હતો કે આ આરોપીની પૂછપરછ અને તપાસ દરમિયાન દેશભરના કુલ ૧,૦૯૦ સાયબર ગુનાઓનો ભેદ ઉકેલાયો છે, અને આ સમગ્ર નેટવર્ક સીધું ચીનના સાયબર ક્રિમિનલ્સ સાથે જોડાયેલું હતું.

Massive Cyber Scam Uncovered

Massive Cyber Scam Uncovered: કેવી રીતે ચાલતો હતો આ ખતરનાક ખેલ? (મોડસ ઓપરેન્ડી)

  • ખોટા ડર અને ધમકીઓ: ગેંગના સભ્યો પોલીસ, CBI, ED કે અન્ય કેન્દ્રીય એજન્સીના અધિકારી બનીને લોકોને ફોન કે વીડિયો કોલ કરતા હતા. પીડિતોને ચાઈલ્ડ પોર્નોગ્રાફી, ગેરકાયદેસર ઓનલાઈન પ્રવૃત્તિઓ અથવા અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવણી હોવાનું કહીને ડરાવવામાં આવતા હતા.
  • ડિજિટલ અરેસ્ટ: પીડિતોને કલાકો સુધી વીડિયો કોલ પર જ ‘ડિજિટલ અરેસ્ટ’ રાખવામાં આવતા અને તેમની હિલચાલ પર નજર રાખીને કેસમાંથી બચાવવાના નામે નાણાં પડાવવા માટે ભારે માનસિક દબાણ કરાતું હતું.
  • અમદાવાદના સિનિયર સિટીઝન પણ ભોગ બન્યા: ગુજરાતમાં અમદાવાદ, સુરત અને જામનગર સહિત અન્ય ૫ રાજ્યોના નાગરિકોને આ ઠગાઈનો ભોગ બનતા બચાવવામાં આવ્યા છે.
Massive Cyber Scam Uncovered

Massive Cyber Scam Uncovered: ફ્રોડના કરોડો રૂપિયાની હેરાફેરી કેવી રીતે થતી?

૧. ૧,૭૫૪ બેંક ખાતાઓમાં સ્પ્લિટ ટ્રાન્ઝેક્શન: છેતરપિંડીથી મેળવેલી રકમને છુપાવવા માટે ગેંગ ૧,૭૫૪ જેટલા અલગ-અલગ બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરતી હતી. આખી પ્રક્રિયા માત્ર ૩ કલાકમાં પૂરી કરી દેવાતી જેથી તપાસ એજન્સીઓ માટે તેને ટ્રેસ કરવી મુશ્કેલ બને. ૨. ક્રિપ્ટોકરન્સી દ્વારા ચીન ટ્રાન્સફર: ફ્રોડના આ નાણાંને બેંક ખાતામાંથી ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરીને વિદેશ (ચીન) મોકલવામાં આવતા હતા. મુખ્ય આરોપીના મોબાઈલમાંથી ૨૩ ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા છે, જેના દ્વારા અંદાજે ₹૧૬ કરોડના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે. ૩. ચાઈનીઝ કનેક્શન: આરોપી વોટ્સએપના માધ્યમથી ચીનના સાયબર અપરાધીઓ સાથે સીધો સંપર્કમાં રહીને આ રેકેટ ચલાવતો હતો.

Massive Cyber Scam Uncovered: સાયબર સેન્ટરની નાગરિકોને અપીલ

સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ચેતવણી આપતા જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ પોલીસ, CBI, ED કે સુપ્રીમ કોર્ટના નામે વીડિયો કોલ કરીને ચાઈલ્ડ પોર્નોગ્રાફી કે અન્ય ગુનામાં ફસાવવાની ધમકી આપે, તો જરાય ગભરાવું નહીં.

કોઈપણ અજાણી વ્યક્તિ સાથે OTP, બેંક વિગતો કે વ્યક્તિગત દસ્તાવેજો શેર કરવા નહીં. જો કોઈ આવી ઠગાઈનો ભોગ બને, તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ (1930) પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

તલાટીઓ માટે રાહતના મોટા સમાચાર, પંચાયત અને મહેસૂલ વિભાગની કામગીરીનું થયું સ્પષ્ટ વિભાજન, હવે નહીં કરવું પડે બેવડું કામ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments