HomeVideshThe Middle East Quagmire: અમેરિકાની મોનોપોલીનો અંત? UAE-ઈરાનની સિક્રેટ ડીલ અને મિડલ...

The Middle East Quagmire: અમેરિકાની મોનોપોલીનો અંત? UAE-ઈરાનની સિક્રેટ ડીલ અને મિડલ ઈસ્ટનો સૌથી મોટો જીઓપોલિટિકલ ડ્રામા

The Middle East Quagmire: ઇસ્લામિક અને આરબ દેશોની રણની રેતીમાં દાયકાઓથી માત્ર એક જ દેશનો સિક્કો ચાલતો હતો – અમેરિકા. ગલ્ફના દેશોને હંમેશાં એવો વિશ્વાસ હતો કે મુશ્કેલીના સમયે અમેરિકા બોડીગાર્ડ બનીને વ્હારે આવશે. પરંતુ, ઈરાન સાથે અમેરિકા અને ઈઝરાયલે છેડેલા સંઘર્ષને કારણે આખી બાજી પલટાઈ ગઈ છે. દુનિયાને ડરાવનાર અમેરિકાના કટ્ટર સાથી દેશો જ હવે ઈરાનને વિમાનો ભરી-ભરીને સોનું મોકલી રહ્યા હોવાના દાવા થઈ રહ્યા છે.

આખરે અમેરિકાના હાથમાંથી રણની રેતી કેમ સરકી રહી છે? ચીન અને રશિયા કેવી રીતે પડદા પાછળ રમત રમી રહ્યા છે? અને આ સમગ્ર ઘટનાક્રમથી ભારત પર શું અસર પડી શકે? આવો વિગતવાર સમજીએ.

The Middle East Quagmire

The Middle East Quagmire: પેટ્રો-ડોલરની ૫૨ જૂની સંધિના મૂળિયા હલ્યા

આજના ઘટનાક્રમને સમજવા માટે ૫૨ વર્ષ પાછળ જવું પડશે. પશ્ચિમ એશિયામાં આજથી ૫૨ વર્ષ પહેલાં અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે ‘પેટ્રો ડોલર’ નામની મોટી ડીલ થઈ હતી. આ વ્યવસ્થા મુજબ, આરબ દેશોએ ક્રૂડ ઓઈલનું વેચાણ અમેરિકી ડોલરમાં કરવાનું અને બદલામાં અમેરિકા તેમની સૈન્ય સુરક્ષા કરશે.

પરંતુ આ કરારના પાયા હવે હલી ગયા છે. સાઉદી અરેબિયા, UAE, કતાર, કુવૈત અને બહેરીન જેવા દેશો અત્યાર સુધી એવું માનતા હતા કે તેમની જમીન પર રહેલા અમેરિકી સૈનિકો તેમની રક્ષા કરશે. વાસ્તવિકતા એ છે કે આજે એ જ અમેરિકી હાજરી તેમના માટે જોખમી સાબિત થઈ રહી છે. ગલ્ફના એક અગ્રણી નેતાએ ‘વોશિંગ્ટન પોસ્ટ’માં નામ ન આપવાની શરતે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ઈરાન અને ઈઝરાયૅલ વચ્ચેનું યુદ્ધ અમેરિકાએ શરૂ કર્યું છે, પણ તેની કિંમત અમે ચૂકવી રહ્યા છીએ.”

The Middle East Quagmire: UAE અને ઈરાનની સિક્રેટ ડીલ: પ્લેન ભરીને સોનું મોકલાયું?

દુબઈ જેવા પ્રમુખ આરબ દેશોની અર્થવ્યવસ્થા ક્રૂડ ઓઈલ, પર્યટન અને વૈશ્વિક વેપાર પર આધારિત છે. ઈરાન સાથે તણાવ વધતાં જ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિકમાં અંદાજે ૬૬ ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો. આ આર્થિક સંકટથી બચવા UAE એ શરૂઆતમાં અમેરિકાનો સહારો લીધો, પરંતુ પોતાની જમીન પર આવેલા અમેરિકી સૈન્ય બેઝ પર સતત થઈ રહેલા હુમલાઓને કારણે તેમણે લગભગ નમતું જોખવું પડ્યું છે.

અંતરરાષ્ટ્રીય મીડિયામાં એવા દાવા થઈ રહ્યા છે કે UAE એ અમેરિકાની પીઠ પાછળ ઈરાન સાથે ગુપ્ત સમજૂતી કરી લીધી છે:

  • ફંડ રિલીઝ: UAE એ ઈરાનના અબ્બાસી ફંડ્સમાંથી ૩ અબજ ડોલરના ફ્રીઝ થયેલા ફંડને પરત મેળવવામાં મદદ કરી હોવાના અહેવાલ છે.
  • સોનાની હેરાફેરી: કેશ ટ્રાન્ઝેક્શનને અમેરિકા સરળતાથી ટ્રેક કરી શકે છે, જે સુરક્ષિત નથી. આ જ કારણે અંદાજે બે ટન જેટલું સોનું (લગભગ ૨૮૩ મિલિયન ડોલરનું) વિમાનોમાં ભરીને સીધું ઈરાન મોકલવામાં આવી રહ્યું છે, જેને ટ્રેક કરવું મુશ્કેલ છે.

The Middle East Quagmire: ક્વોલિટી વિરુદ્ધ ક્વોન્ટીટી: અમેરિકી હથિયારો પરેશાન

આ યુદ્ધ માત્ર ક્ષેત્ર પૂરતું સીમિત નથી, પરંતુ તે હથિયારોની ગુણવત્તા અને જથ્થા વચ્ચેની લડાઈ બની ગયું છે:

  • રીપર ડ્રોનનું નુકસાન: અમેરિકાના અત્યાધુનિક ગણાતા MQ-9 રિપર ડ્રોનમાંથી અંદાજે ૪૫ ડ્રોન આ યુદ્ધમાં નષ્ટ થયા હોવાના દાવા છે. એક ડ્રોનની કિંમત હજારો કરોડ રૂપિયા થાય છે.
  • મિસાઈલોની અછત: એક જ મહિનામાં અંદાજે ૮૫૦થી વધુ ટોમાહોક ક્રૂડ મિસાઈલો ફાયર થઈ ચૂકી છે, જ્યારે વાર્ષિક ઉત્પાદન માત્ર ૬૦૦ આસપાસનું છે.
  • સૈનિકોમાં બર્નઆઉટ: સતત ૨૫૦ દિવસથી દરિયામાં તૈનાત યુએસએસ અબ્રાહમ લિંકન જેવા જાયન્ટ વોરશીપના સૈનિકો માનસિક રીતે થાકી ગયા છે, જેના કારણે અમેરિકાએ આ વોરશીપ પાછી બોલાવવી પડી છે.

બીજી બાજુ, ચીન અને રશિયાના સમર્થનથી ઈરાન પાસે સસ્તા ડ્રોન અને મિસાઈલોનો મોટો જથ્થાબંધ ભંડાર ઉપલબ્ધ છે, જેના કારણે તે હજુ એક વર્ષ સુધી આ યુદ્ધ આસાનીથી ખેંચી શકે છે.

The Middle East Quagmire: ભારત અને દુનિયા પર શું અસર પડશે?

મિડલ ઈસ્ટની આ અસ્થિરતાની સીધી અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ભારતના ખિસ્સા પર પડે છે:

  • ઊર્જા સંકટ: હોર્મુઝ અને બાબ અલ મંદેબ સ્ટ્રેટમાંથી ભારત અને દુનિયા માટે મોટા પ્રમાણમાં ઓઈલ અને ગેસની સપ્લાય થાય છે. અહીં જરાય ખલલ પડે તો ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળે છે.
  • સોનાના ભાવમાં તેજી: આરબ દેશો દ્વારા ડોલરને બાજુ પર મૂકીને સોનામાં વ્યાપાર કરવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની ડિમાન્ડ વધશે, જેથી સામાન્ય માણસ માટે સોનું ખરીદવું વધુ મોંઘું બની શકે છે.

આ વર્લ્ડ વૉર ભલે ન હોય, પરંતુ આ ઘટનાને અમેરિકી મોનોપોલીના અંત તરીકે ચોક્કસ જોઈ શકાય છે. ટ્રમ્પ પ્રશાસનના નિર્ણયોને કારણે ૫૨ વર્ષ જૂની પેટ્રો-ડોલર સિસ્ટમ હવે રેતીની જેમ સરકી રહી છે અને દુનિયા ધીમે-ધીમે મલ્ટીપૉલર (બહુધ્રુવીય) વ્યવસ્થા તરફ આગળ વધી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: સ્મૃતિ ઈરાની મહાસચિવ, વસુંધરા રાજે સહિત 13 નેતાઓ ઉપાધ્યક્ષ; ગુજરાતને પણ મહત્વનું સ્થાન

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments