HomeDeshE20 Fuel Debate: જૂના ટુ-વ્હીલર્સ માટે E20 પેટ્રોલ બની શકે મુશ્કેલી, E10નો...

E20 Fuel Debate: જૂના ટુ-વ્હીલર્સ માટે E20 પેટ્રોલ બની શકે મુશ્કેલી, E10નો વિકલ્પ રાખવા સૂચન

E20 Fuel Debate: દેશમાં E20 પેટ્રોલના ઉપયોગને લઈને ચર્ચા તેજ બની છે. મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરનની રજૂઆતમાં જૂના દ્વિચક્રી વાહનોને ધ્યાનમાં રાખીને E20ની સાથે E10 પેટ્રોલનો વિકલ્પ ઉપલબ્ધ રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે. દેશમાં અંદાજે 7.5થી 8 કરોડ જૂના દ્વિચક્રી વાહનો BS-IV પહેલાંના અને જૂની ટેક્નોલોજી પર આધારિત હોવાનું જણાવાયું છે.

E20 Fuel Debate: જૂના વાહનો પર E20ની અસર અંગે ચિંતા

E20 પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ અને E10 પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ હોય છે. જૂના એન્જિનમાં વધુ પ્રમાણમાં ઇથેનોલ ધરાવતા પેટ્રોલના લાંબા સમયના ઉપયોગથી તેની કામગીરી અને જાળવણી પર અસર થવાની શક્યતા અંગે ચર્ચા થઈ રહી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે જૂના વાહનોમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના વધેલા ઓક્સિડેશનને કારણે સંપૂર્ણ રીતે અનુકૂલન શક્ય ન બને અને તેના પરિણામે કેટલાક એન્જિનમાં વધુ ઘસારો થવાની સંભાવના રહે છે.

E20 Fuel Debate: માઇલેજમાં ઘટાડાની પણ શક્યતા

E20 Fuel Debate

E20ના લાંબા સમય સુધી ઉપયોગથી કેટલાક જૂના વાહનોમાં માઇલેજમાં ઘટાડો થઈ શકે છે. ઇથેનોલના સંપર્કને કારણે જૂના રબર અને કેટલીક સામગ્રીથી બનેલા પાર્ટ્સ પર પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જોકે, ઉપલબ્ધ પરીક્ષણોના આધારે E20ના કારણે મોટા પાયે એન્જિનને નુકસાન થવાના પુરાવા મળ્યા નથી. તેમ છતાં, જૂના વાહનો માટે અલગ વિકલ્પ ઉપલબ્ધ રાખવાથી વાહન માલિકોને વધુ સુવિધા મળી શકે છે.

E20 Fuel Debate: E10 પેટ્રોલનો વિકલ્પ રાખવાની ભલામણ

E20 Fuel Debate

મુખ્ય આર્થિક સલાહકારની રજૂઆતમાં E20ની સાથે E10 પેટ્રોલ પણ ઉપલબ્ધ રાખવા સૂચન કરવામાં આવ્યું છે. ખાસ કરીને જૂના દ્વિચક્રી વાહનો ધરાવતા લોકો માટે આ વિકલ્પ ઉપયોગી બની શકે છે.

સાથે જ E20થી માઇલેજમાં આશરે 7 ટકા સુધીની અસર થવાની શક્યતા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. ઇથેનોલનું પ્રમાણ વધારતા પહેલાં તેના ખર્ચ-લાભનું વિસ્તૃત વિશ્લેષણ કરવાની ભલામણ પણ કરવામાં આવી છે.

જૂના ટુ-વ્હીલર્સના માલિકો માટે મહત્વની ચર્ચા

દેશમાં મોટી સંખ્યામાં જૂના સ્કૂટર અને બાઇક હજુ રસ્તા પર દોડી રહ્યાં છે. આવા વાહનો માટે ઇંધણની સુસંગતતા, માઇલેજ અને એન્જિનની કામગીરી મહત્વના મુદ્દા બની શકે છે. તેથી E20ની સાથે E10નો વિકલ્પ ઉપલબ્ધ રહે તો જૂના વાહનચાલકોને તેમની જરૂરિયાત અને વાહનની ટેક્નોલોજી પ્રમાણે ઇંધણ પસંદ કરવાની તક મળી શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વાદળો ઘેરાય છે, ઝાપટાં પડે છે; મેઘરાજાની મનમૂકીને મહેરની રાહમાં ખેડૂતો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments