HomeVideshGujarat’s Global Vision: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના યુ.એસ. પ્રવાસનો પ્રારંભ: સાન ફ્રાન્સિસ્કોના ગુજરાતી...

Gujarat’s Global Vision: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના યુ.એસ. પ્રવાસનો પ્રારંભ: સાન ફ્રાન્સિસ્કોના ગુજરાતી સમુદાય સાથે બેઠક અને સંવાદ

Gujarat’s Global Vision: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે યુ.એસ. (સાન ફ્રાન્સિસ્કો)ના ગુજરાતી ડાયસ્પોરા સાથે બેઠક અને સંવાદ યોજીને પોતાના યુ.એસ. પ્રવાસનો પ્રારંભ કર્યો છે. આ પ્રવાસ દરમિયાન રાજ્યના સર્વગ્રાહી વિકાસ વિષે જાણવામાં ગુજરાતી સમુદાયોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.

Gujarat’s Global Vision: મુખ્યમંત્રીશ્રીના પ્રવાસની મુખ્ય વિશેષતાઓ:

Gujarat’s Global Vision

Gujarat’s Global Vision: સિલિકોન વેલીમાં ગુજરાતીઓનું યોગદાન:

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સિલિકોન વેલીમાં ગુજરાતી ડાયસ્પોરનું સેમીકન્ડક્ટર, AI ટેક્નોલોજી અને ઈનોવેશનના ઇમર્જિંગ સેક્ટરમાં નોંધપાત્ર યોગદાન અભિનંદન પાત્ર છે.

વૈશ્વિક પ્રતિભાઓ સાથે સેતુ:

આ વૈશ્વિક પ્રતિભાઓને ગુજરાત સ્થિત ઉદ્યોગ સાથે જોડીને ટેક્નોલોજી સહયોગ વધુ સંગીન બનાવવાની સરકારની નેમ છે.

ન્યૂ એજ સેક્ટર્સમાં અગ્રેસર:

સેમીકન્ડક્ટર, AI, ડેટાસેન્ટર અને બાયોટેક્નોલોજી જેવા ન્યૂ એજ સેક્ટર્સમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત ગ્લોબલ હબ બનીને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરશે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ-૨૦૨૭:

Gujarat’s Global Vision

આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ-૨૦૨૭માં યુ.એસ., કેનેડાના ઉદ્યોગ-રોકાણકારોને સહભાગી થવા અને ગુજરાતમાં નિવેશ-ઉદ્યોગ સંસ્થાપન માટે આમંત્રણ આપવા મુખ્યમંત્રીશ્રી ઉચ્ચસ્તરીય ડેલિગેશન સાથે યુ.એસ. અને કેનેડાના સાર્ધ પ્રવાસે છે.

ભાવનાત્મક અનુસંધાન:

મુખ્યમંત્રીશ્રીએ ગર્વ સાથે જણાવ્યું હતું કે, વતન રાજ્યથી હજારો કિલોમીટર દૂર વસતા હોવા છતાં સાન ફ્રાન્સિસ્કોના ગુજરાતી પરિવારોએ ગુજરાતી ભાષા, તહેવારો, ઉત્સવ અને મૂલ્યો જીવંત રાખ્યા છે જે સૌ ગુજરાતીઓનું ગૌરવ વધારે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ‘સૂપરમેન શુબમન’! કેપ્ટન ગિલના એક હાથે શાનદાર ડાઇવિંગ કેચે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments