HomeGujaratHeavy Rainfall Alert in Gujarat: ગુજરાતમાં ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરમાં મેઘરાજા ફરી...

Heavy Rainfall Alert in Gujarat: ગુજરાતમાં ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરમાં મેઘરાજા ફરી મંડાઈ વળશે, 28 ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદની આગાહી

Heavy Rainfall Alert in Gujarat: ગુજરાતમાં ચોમાસાની ઋતુને લઈને એક મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવ્યા છે. જાણીતા જ્યોતિષ જયપ્રકાશ માઢકે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ, ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહથી લઈને સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધી રાજ્યમાં બેક ટુ બેક વરસાદી સિસ્ટમો સક્રિય થવાની સંભાવના છે.

Heavy Rainfall Alert in Gujarat

Heavy Rainfall Alert in Gujarat: 20 ઓગસ્ટ પછી બદલાશે હવામાન

જયપ્રકાશ માઢકની આગાહી અનુસાર, આગામી 20 ઓગસ્ટ બાદ ગુજરાત પર વરસાદી સિસ્ટમોની અસર શરૂ થઈ જશે. જેની વ્યાપક અસર હેઠળ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા ફરીથી ધમાકેદાર બેટિંગ કરી શકે છે.

Heavy Rainfall Alert in Gujarat

Heavy Rainfall Alert in Gujarat: 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદની શક્યતા

આગાહીમાં જણાવ્યા પ્રમાણે, આગામી 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની પ્રબળ શક્યતા છે. આ દરમિયાન માત્ર દક્ષિણ અને મધ્ય ગુજરાત જ નહીં, પરંતુ પશ્ચિમ ગુજરાતના એવા વિસ્તારો જ્યાં વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યાં પણ સારો વરસાદ વરસી શકે છે, જે ખેડૂતો માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે.

Heavy Rainfall Alert in Gujarat

Heavy Rainfall Alert in Gujarat: સપ્ટેમ્બરમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે

માત્ર ઓગસ્ટ નહીં પરંતુ સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદનો દોર ચાલુ રહેશે:

  • 4 સપ્ટેમ્બર: આ તારીખે પણ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
  • 7, 8 અને 9 સપ્ટેમ્બર: આ ત્રણ દિવસો દરમિયાન પણ વરસાદી માહોલ સક્રિય રહેવાની સંભાવના છે.

આમ, ઓગસ્ટના અંતથી લઈને સપ્ટેમ્બરના પ્રારંભ સુધી વારંવાર સર્જાનારી વરસાદી સિસ્ટમોને કારણે ગુજરાતમાં ફરી એકવાર સારો એવો વરસાદી માહોલ જામશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

હૃતિક રોશન અને સબા આઝાદના બ્રેકઅપની અફવાઓ તેજ, ડેટિંગ એપ ‘રાયા’ પર પ્રોફાઇલ વાયરલ થતાં ચર્ચાઓનું બજાર ગરમ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments