HomeVideshThailand School Shooting: થાઈલેન્ડમાં 9મા ધોરણના વિદ્યાર્થીએ ઘરમાં દાદા-દાદીને માર્યા પછી સ્કૂલમાં...

Thailand School Shooting: થાઈલેન્ડમાં 9મા ધોરણના વિદ્યાર્થીએ ઘરમાં દાદા-દાદીને માર્યા પછી સ્કૂલમાં કર્યું આંધાધૂંધ ફાયરિંગ, 6 લોકોના મોત

Thailand School Shooting: થાઈલેન્ડની રાજધાની બેંગકોક નજીક આવેલા નોંથાબુરી પ્રાંતમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. 9મા ધોરણમાં અભ્યાસ કરતા એક સગીર વિદ્યાર્થીએ પહેલા પોતાના જ ઘરમાં દાદા-દાદીની નિર્દયતાથી હત્યા કરી નાખી અને ત્યારબાદ શાળાએ પહોંચીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ભયાનક હુમલામાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સહિત કુલ 6 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Thailand School Shooting

Thailand School Shooting: ઘરથી શરૂ થઈ રક્તપાતની સફર

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે નોંથાબુરી પ્રાંતની ‘ડેબસિરિન નોંથાબુરી શાળા’માં હુમલો કરતા પહેલા આરોપી વિદ્યાર્થીએ પોતાના ઘરે દાદા-દાદીને મોતને ઘાટ ઉતાર્યા હતા. ઘટના બાદ બંનેના મૃતદેહ ઘરમાંથી મળી આવ્યા હતા. ગોળીબાર માટે ઉપયોગમાં લેવાયેલી 9 એમએમ પિસ્તોલ તેના દાદાની જ હતી, જેઓ વ્યવસાયે શિક્ષક હતા. હુમલા બાદ આરોપી વિદ્યાર્થી પણ ગંભીર રીતે ઘાયલ થયો હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Thailand School Shooting

શાળામાં ફાયરિંગનો અવાજ સાંભળતા જ ભયભીત વિદ્યાર્થીઓએ જીવ બચાવવા માટે ક્લાસરૂમમાં છુપાઈને રાહ જોઈ હતી. બાદમાં પોલીસે સુરક્ષિત રીતે તેમને બહાર કાઢ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં સનસનાટી મચી ગઈ છે અને થાઈલેન્ડના વડાપ્રધાને દુઃખ વ્યક્ત કરી ઘાયલોની સારવાર તેમજ પીડિત પરિવારોને મદદ કરવાના આદેશ આપ્યા છે.

Thailand School Shooting

Thailand School Shooting: થાઈલેન્ડમાં હથિયારોના કાયદા અને સુરક્ષા સામે સવાલો

આ ઘટનાએ થાઈલેન્ડમાં ફરી એકવાર બાળકોની પહોંચ સુધી હથિયારોની સુરક્ષા અને ગન કલ્ચર પર ગંભીર સવાલો ઊભા કર્યા છે:

  • કાયદાકીય જોગવાઈઓ: થાઈલેન્ડમાં સામાન્ય લોકો લાયસન્સ સાથે બંદૂક રાખી શકે છે, પરંતુ તેના માટે ઉંમર, માનસિક સ્થિતિ અને બેકગ્રાઉન્ડ ચેક જેવા કડક નિયમોનું પાલન કરવું પડે છે. લાયસન્સવાળી બંદૂકને સાર્વજનિક જગ્યાએ લઈ જવા પર પણ પ્રતિબંધ છે.
  • અગાઉની ઘટનાઓ: થાઈલેન્ડમાં અગાઉ પણ ફેબ્રુઆરીમાં સ્કૂલ શૂટિંગ અને 2023માં બેંગકોકના મોલ શૂટિંગ જેવી ઘટનાઓ બની ચૂકી છે.
  • ગંભીર ચિંતા: પરિવારના સભ્યની લાયસન્સવાળી કે ગેરકાયદેસર બંદૂકો સરળતાથી કિશોરો અને બાળકોના હાથમાં આવી જવી એ થાઈલેન્ડ માટે એક મોટી અને ચિંતાજનક સમસ્યા બની રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

કચ્છ સરહદે પાકિસ્તાનની નાપાક હિલચાલ, સર ક્રીક નજીક નવા ડ્રોન અને અત્યાધુનિક હથિયારો તૈનાત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments