HomeGujaratAdministrative Apathy in Bharuch: જંબુસરમાં ખુલ્લી ગટર બની જીવલેણ જોખમ, ખાનપુરી ભાગોળ...

Administrative Apathy in Bharuch: જંબુસરમાં ખુલ્લી ગટર બની જીવલેણ જોખમ, ખાનપુરી ભાગોળ વિસ્તારમાં ગાય ગટરમાં ખાબકતા રોષ

Administrative Apathy in Bharuch: ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. જંબુસરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં ખુલ્લી ગટરની લાપરવાહીને કારણે વધુ એક અબોલ જીવ (ગાય) ગટરમાં ખાબકવાની ઘટના બની છે. શહેરમાં ઠેર-ઠેર ફેલાયેલી ખુલ્લી ગટરો હવે સ્થાનિક રહીશો અને મૂગા પ્રાણીઓ માટે માથાનો મોટો દુખાવો અને જીવનું જોખમ બની ગઈ છે.

Administrative Apathy in Bharuch: અગાઉ પણ બની ચૂકી છે અકસ્માતની અનેક ઘટનાઓ

Administrative Apathy in Bharuch

મૂળ પ્રાપ્ત માહિતી મુજબ, ખાનપુરી ભાગોળ વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવીને ગાયને ગટરમાંથી બહાર કાઢી હતી. સ્થાનિકોમાં આ બાબતે તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે અગાઉ પણ ખુલ્લી ગટરોમાં પડવાને કારણે આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે, પરંતુ નગરપાલિકાનું તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે.

Administrative Apathy in Bharuch: શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?

Administrative Apathy in Bharuch

જંબુસર નગરપાલિકાની અણઆવડત અને બેદરકારી સામે હવે લોકોમાં તીવ્ર સવાલો ઉઠી રહ્યા છે:

  • શું તંત્ર કોઈ માનવ મૃત્યુ કે મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે?
  • વારંવાર રજૂઆતો છતાં જંબુસરની ખુલ્લી ગટરો ઢાંકવામાં કેમ લાપરવાહી દાખવવામાં આવે છે?
  • પ્રજાના વેરાના રૂપિયાથી ચાલતી નગરપાલિકાની પ્રાથમિક જવાબદારી ક્યારે પૂરી થશે?
Administrative Apathy in Bharuch

આવી બેદરકારીભરી વહીવટી શૈલી સામે હવે લોકોમાં “આ સમસ્યાનો અંત ક્યારે આવશે?” તેવી ચર્ચાઓ જોર પકડી રહી છે અને વહેલી તકે જંબુસરની તમામ ખુલ્લી ગટરો પર ઢાંકણાં નાખવામાં આવે અથવા ગટર લાઇન રીપેર કરવામાં આવે તેવી ઉગ્ર લોકમાગ ઉઠી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: માળિયાહાટીનાના કુકસવાડા ગામે કૂવામાં પડી ગયેલી સિંહણનું વન વિભાગ દ્વારા દિલધડક રેસ્ક્યુ, સફળતાપૂર્વક બચાવ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments