Listen to the Youth: આપણા દેશમાં યુવા પેઢી અને સિસ્ટમ વચ્ચેના સંબંધોને લઈને આરએસએસ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવત નું એક મોટું અને મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે IIMUN (ઇન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઈટ નેશન્સ) ની ૧૫મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે યુવાનો, શિક્ષણ, અનામત, પર્યાવરણ અને આંદોલનો જેવા અનેક ગંભીર મુદ્દાઓ પર ખુલીને ચર્ચા કરી હતી.

Listen to the Youth: Gen-Z અને Gen Alpha વિશે શું બોલ્યા મોહન ભાગવત?
મોહન ભાગવતે નવી પેઢીના વખાણ કરતા જણાવ્યું હતું કે આજની જેન-જી (Gen-Z) અને જેન-આલ્ફા (Gen-Alpha) પેઢી જૂની પેઢી કરતા પણ વધુ પ્રામાણિક અને દેશભક્ત છે.
- સવાલો પૂછવાનો અધિકાર: અગાઉની પેઢી વડીલોની વાત આંખ બંધ કરીને માની લેતી હતી, પરંતુ આજની પેઢી સવાલ કરે છે. તેમને તર્કબદ્ધ જવાબોની સાથે પ્રેમની પણ જરૂર છે.
- સંવાદની કમી: દિલ્હીના જંતર-મંતર પર થયેલા આંદોલન (NEET પેપર લીક વિરોધ) અંગે તેમણે સ્વીકાર્યું કે યુવાનો સાથે પૂરતી વાતચીત ન થવાને કારણે જ આંદોલન કરવાની નોબત આવી હતી. જો સરકારે પહેલેથી જ સંવાદ સાધ્યો હોત તો આ પરિસ્થિતિ ન સર્જાત.
- એન્ટી-નેશનલ નથી: યુવાનો જો સિસ્ટમ સામે અવાજ ઉઠાવે કે આંદોલન કરે તો તેનો અર્થ એ નથી કે તેઓ દેશવિરોધી છે; તેઓ આપણા જ પોતાના લોકો છે.
Listen to the Youth: મોહન ભાગવતના ભાષણની ૧૦ મોટી અને મુખ્ય વાતો:
૧. સરકાર અને આંદોલન: આંદોલન ત્યારે થાય છે જ્યારે વાતચીત નિષ્ફળ જાય. આંદોલન એ પણ વાતચીત કરવાનો એક રસ્તો છે, જે સિસ્ટમમાં સુધારા માટે હોવો જોઈએ. ૨. શૈક્ષણિક સંસ્થાઓ: શિક્ષણ કોઈ કોમર્શિયલ બિઝનેસ નથી. તે સર્વસુલભ હોવું જોઈએ અને સરકારે જ બધું ચલાવવું જરૂરી નથી, તેમાં સમાજે પણ સહયોગ કરવો પડશે. ૩. પાકિસ્તાન-ચીન સાથે સંબંધો: યુદ્ધના સમયે સરકારે સાથ આપવો જોઈએ, પરંતુ યુદ્ધ પૂરું થયા બાદ હંમેશાં વાતચીતનો રસ્તો ખુલ્લો રાખવો જોઈએ કારણ કે યુદ્ધ કાયમી નથી. ૪. સેમ-સેક્સ મેરેજ: પ્રવર્તમાન સામાજિક સિસ્ટમને અચાનક છેડવાથી મુશ્કેલી ઊભી થઈ શકે છે. નવી વ્યવસ્થા લાવતા પહેલા સમાજને તેના માટે તૈયાર કરવો જરૂરી છે. ૫. મહિલા નેતૃત્વ: દેશ અને દુનિયામાં મહિલાઓને સમાન અધિકાર અને બરાબરીનો હક મળવો જ જોઈએ અને તેમણે નેતૃત્વમાં આગળ આવવું જોઈએ. ૬. પર્યાવરણની જાગૃતિ: સરકાર પર દોષ નાખવા કરતાં પરિવર્તનની શરૂઆત પોતાના ઘરથી કરવી જોઈએ—જેમ કે પાણી, વીજળીની બચત અને જીવનશૈલીમાં બદલાવ. ૭. અનામત અને રાજનીતિ: ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારસરણીને અનુસરીને અનામત પર રાજ ન થવું જોઈએ, કારણ કે જ્યાં સુધી અનામત છે ત્યાં સુધી સામાજિક ભેદભાવ નાબૂદ થવો મુશ્કેલ છે. ૮. રોજગારની માનસિકતા: રોજગારનો અર્થ માત્ર સરકારી નોકરી નથી. આપણે માત્ર ડિગ્રી પાછળ ભાગવાને બદલે ઉદ્યોગસાહસિક (Entrepreneur) બનવું પડશે અને શ્રમનું સન્માન કરવું શીખવું પડશે. ૯. નાની-મોટી નોકરીઓનો ભેદ: કોઈ કામ કે નોકરી નાની કે મોટી નથી હોતી. મહેનત વગર પૈસા કમાવવાની માનસિકતા બદલવી પડશે. ૧૦. આદેશ નહીં, સંવાદ: નવી પેઢીને માત્ર હુકમો આપવાને બદલે તેમની સમસ્યાઓ સાંભળીને તેમની સાથે સાર્થક વાતચીત કરવી અનિવાર્ય છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
રાજકોટના ખેડૂત સાથે આફ્રિકન ગેંગની ઠગાઈ, AI ની મદદથી હિન્દીમાં વાત કરી પડાવ્યા ₹૬.૩૧ લાખ