Kevadia-Naswadi Road Crisis: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા (એકતાનગર) થી નસવાડી અને તણખલા સુધીના રોડ પર હાલ ૪ જેટલા નવા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. તાજેતરમાં તારીખ ૧૩/૦૭/૨૦૨૬ થી ૦૧/૦૮/૨૦૨૬ દરમિયાન પડેલા અતિશય ભારે વરસાદને કારણે આ નિર્માણાધિણ પુલોની બાજુમાં નદી પર લોકોની અવરજવર માટે બનાવેલા ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયા હતા. જોકે, તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને માર્ગ ફરી શરૂ કરી દેવાયો છે, પરંતુ બીજી તરફ ગ્રામજનોમાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Kevadia-Naswadi Road Crisis: ઘટનાની મુખ્ય વિગતો:

- વિસ્તાર: કેવડિયા (એકતાનગર) થી નસવાડી-તણખલા રોડ (ગરુડેશ્વર તાલુકો, નર્મદા જિલ્લો).
- સમયગાળો: તા. ૧૩/૦૭/૨૦૨૬ થી ૦૧/૦૮/૨૦૨૬ દરમિયાન થયેલ ભારે વરસાદ.
- અસર: નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા ડાયવર્ઝન ધોવાયા અને આસપાસના ખેતરો તથા ગામોમાં પાણી ભરાયા.
- તંત્રની સક્રિયતા: નર્મદા જિલ્લાના નાયબ કાર્યપાલક એન્જિનિયર કચેરીના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આધુનિક મશીનો સાથે યુદ્ધના ધોરણે ડાયવર્ઝન રોડ પુનઃ તૈયાર કરવામાં આવ્યા.
Kevadia-Naswadi Road Crisis: ડાયવર્ઝન ધોવાતા વાહનચાલકોને પડી હતી મુશ્કેલી:

ભારે વરસાદ અને નદીમાં આવેલા પાણીના પ્રવાહના કારણે ડાયવર્ઝન ધોવાઈ જતાં આ માર્ગ પરનો વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. નદીના પાણી ઓસર્યા બાદ, નજીકના ગામો અને ખેતરોમાં પાણી ભરાઈ જવાથી આજુબાજુના લોકોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવું પડ્યું હોવાના અહેવાલ છે.
પરંતુ રાહતની વાત એ રહી કે, ડાયવર્ઝન ધોવાઈ જવાના સંકેતો મળતાં જ નર્મદા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક એન્જિનિયર કચેરીના અધિકારીઓ અને રોડ ખાતાના કર્મચારીઓ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. આધુનિક મશીનરીની મદદથી યુદ્ધના ધોરણે ડાયવર્ઝન રોડ ફરીથી તૈયાર કરી આપવામાં આવતા કેવડિયા-નસવાડી-તણખલા રોડ રાબેતા મુજબ ચાલુ થઈ ગયો છે, જેનાથી સ્થાનિક લોકો અને વાહનચાલકોને મોટી રાહત મળી છે.
Kevadia-Naswadi Road Crisis: ગ્રામજનોમાં કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ અને આક્ષેપો:

એક તરફ તંત્રની કામગીરીથી વાહનવ્યવહાર શરૂ થયો છે, તો બીજી તરફ અતિશય ભારે વરસાદના લીધે ખેતરો અને ઘરોમાં થયેલા નુકસાનને કારણે સ્થાનિક ગ્રામજનોમાં પુલ અને ડાયવર્ઝનના કામ સામે ભારે નારાજગી પ્રવર્તી રહી છે.
ગામ લોકોનો આક્ષેપ છે કે “કોન્ટ્રાક્ટર દ્વારા તકલાદી નાળા અને ડાયવર્ઝન બનાવવામાં આવ્યા છે. નદીમાં પાણીના નિકાલ માટે મોટા સિમેન્ટના ભૂંગળા (હ્યુમ પાઈપ) નાખવાની જગ્યાએ નાના ભુગળા નાખવામાં આવ્યા હતા, જેના કારણે પાણીનો પ્રવાહ રોકાઈ ગયો અને નજીકના ગામો તેમજ ખેતરોમાં પાણી ભરાઈ ગયા.” આ અયોગ્ય આયોજનના કારણે જ ઘણા માસૂમ લોકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: મોબાઈલની લત બની જીવલેણ, ધોરણ-۷ના વિદ્યાર્થીએ હોમવર્ક બાબતે ટકોર કરતા કર્યો આપઘાત