HomeDelhiTurbulence Trauma on Phuket-Delhi Flight: એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ગંભીર ટર્બ્યુલન્સમાં ફસાઈ:...

Turbulence Trauma on Phuket-Delhi Flight: એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ગંભીર ટર્બ્યુલન્સમાં ફસાઈ: ૧૨ ઘાયલ, સીલિંગમાં તિરાડો પડી

Turbulence Trauma on Phuket-Delhi Flight: એર ઇન્ડિયાની ફુકેટથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ AI2379 મંગળવારે અચાનક ગંભીર ટર્બ્યુલન્સ (તીવ્ર હવાના આંચકા)નો ભોગ બની હતી. આ આંચકા એટલા ખતરનાક હતા કે વિમાન અચાનક નીચે તરફ ધસી ગયું હતું અને તેમાં સવાર મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સ સહિત ૧૨ લોકો ઘાયલ થયા હતા. જોકે, પાઇલટની સૂઝબૂઝથી પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને ફ્લાઇટનું દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

Turbulence Trauma on Phuket-Delhi Flight: અચાનક વિમાન નીચે ઉતરવા લાગ્યું અને સર્જાયા ડરામણા દ્રશ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, ફ્લાઇટ હવામાં હતી ત્યારે અચાનક હવાના પ્રવાહમાં આવેલા અવરોધને કારણે ભારે આંચકા લાગ્યા હતા અને વિમાન ડોલવા લાગ્યું હતું. ફ્લાઇટમાં સવાર એક મુસાફરે જણાવ્યું કે વિમાન એટલી ઝડપથી નીચે આવ્યું કે ઘણા મુસાફરોના માથા સીધા ઉપરની સીલિંગ સાથે અથડાયા હતા, જેના કારણે અનેક લોકોને માથામાં સોજા આવ્યા અને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત બાદ પ્લેનની અંદરની સીલિંગ પેનલમાં મોટી તિરાડો પણ પડી ગઈ હતી. અચાનક બનેલી આ ઘટનાથી વિમાનમાં સવાર તમામ મુસાફરો ભારે ડરી ગયા હતા.

Turbulence Trauma on Phuket-Delhi Flight

Turbulence Trauma on Phuket-Delhi Flight: ઘાયલોને મેડિકલ સારવાર આપી રજા અપાઈ

Turbulence Trauma on Phuket-Delhi Flight

ન્યૂઝ એજન્સી પીટીઆઈ (PTI) ના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ ૧૨ લોકોને દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ તરત જ મેડિકલ સેન્ટરમાં તપાસ અને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ તમામ ઘાયલોને રજા આપવામાં આવી છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે મુસાફરો અને ક્રૂની સુરક્ષા કંપનીની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને ઘાયલોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે. હાલ સંબંધિત અધિકારીઓ સાથે મળીને આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

Turbulence Trauma on Phuket-Delhi Flight: ટર્બ્યુલન્સ શું છે અને તે કેમ સર્જાય છે?

વિમાનમાં ટર્બ્યુલન્સ એટલે કે હવાના પ્રવાહમાં અવરોધ આવવો, જે વિમાનને ઉડવામાં મદદ કરે છે. આવું થવા પર વિમાન તેના નિયમિત માર્ગથી હટી જાય છે અને અનિયમિત વર્ટિકલ મોશનમાં જતું રહે છે. હવામાન અથવા અન્ય કારણોસર હવાના પ્રવાહમાં અનિયમિતતા સર્જાવાથી ‘એર પોકેટ્સ’ બને છે, જેના કારણે ટર્બ્યુલન્સ થાય છે.

Turbulence Trauma on Phuket-Delhi Flight

Turbulence Trauma on Phuket-Delhi Flight: ટર્બ્યુલન્સના મુખ્ય ત્રણ પ્રકાર છે:

  • હળવું ટર્બ્યુલન્સ: જેમાં વિમાન ૧ મીટર સુધી ઉપર-નીચે થાય છે અને મુસાફરોને ખાસ ખબર પણ પડતી નથી.
  • મધ્યમ ટર્બ્યુલન્સ: જેમાં વિમાન ૩ થી ૬ મીટર સુધી ઉપર-નીચે થાય છે અને ડ્રિંક વગેરે ઢોળાઈ શકે છે.
  • ગંભીર ટર્બ્યુલન્સ: જેમાં વિમાન ૩૦ મીટર સુધી ઉપર-નીચે થાય છે. જો સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો પેસેન્જર ઉછળીને નીચે પડી શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સુરતના ખાડીપૂરમાં વિદ્યાર્થીઓનું ભણતર ધોવાયું: 1 લાખથી વધુ પુસ્તકો પલળ્યા, રાજ્ય સરકાર દ્વારા સહાય અપાશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments