HomeVadodaraDaytime Burglar Held in Vadodara: વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા, 22 વર્ષથી...

Daytime Burglar Held in Vadodara: વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા, 22 વર્ષથી અલગ-અલગ રાજ્યોમાં ચોરી કરતો રીઢો તસ્કર રૂ. 38.32 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો

Daytime Burglar Held in Vadodara: વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા હાંસલ કરતા છેલ્લા 22 વર્ષથી અલગ-અલગ રાજ્યોમાં દિવસ દરમિયાન ઘરફોડ ચોરીઓને અંજામ આપતા એક ખતરનાક આંતરરાજ્ય રીઢા તસ્કરને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. 38,32,253નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Daytime Burglar Held in Vadodara

Daytime Burglar Held in Vadodara: 51 તોલા સોના અને ચાંદીની ચોરીનો મામલો

થોડા સમય પહેલાં સયાજીગંજ વિસ્તારના કેમ્પસ રોડ પર આવેલા તસીદ કોમ્પ્લેક્સના એક બંધ મકાનમાંથી બપોરના સમયે 51 તોલા સોનાના દાગીના, 400 ગ્રામ ચાંદી અને રોકડ રકમ મળી કુલ રૂ. 5.65 લાખથી વધુની ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે તપાસ તેજ કરી હતી. દરમિયાન રેલવે સ્ટેશન નજીક પંડ્યા બ્રિજ પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા ઇસમની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા. પકડાયેલા આરોપીનું નામ અનિલકુમાર મીસરી તુલસી રાજભર હોવાનું સામે આવ્યું છે.

Daytime Burglar Held in Vadodara

Daytime Burglar Held in Vadodara: 26 જેટલા ગંભીર ગુનાઓ છે નોંધાયેલા

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અનિલ રાજભર વિરુદ્ધ અગાઉ કુલ 26 ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે, જેમાં:

  • મહારાષ્ટ્ર (મુંબઈ, પુણે, પાલઘર, ઠાણે): 21 ગુના
  • વડોદરા શહેર (સયાજીગંજ, ગોત્રી, માંજલપુર): 4 ગુના
  • કર્ણાટક (બેગામ): 1 ગુનો
Daytime Burglar Held in Vadodara

Daytime Burglar Held in Vadodara: ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી (Modus Operandi)

આરોપીની કામ કરવાની રીત પણ બહુ ચોંકાવનારી છે. તે મુંબઈથી ટ્રેન કે બસ મારફતે વડોદરા આવતો હતો અને ખાસ કરીને પોશ સોસાયટીઓ કે કોમ્પ્લેક્સમાં આવેલા બંધ મકાનોને લક્ષ્ય બનાવતો હતો. સીસીટીવી કેમેરામાં પોતાની ઓળખ છુપાવવા માટે તે મોં પર માસ્ક, ટોપી કે રૂમાલ બાંધી રાખતો હતો. ઘરના લોકર કે કબાટના ડ્રોવર તોડીને માત્ર સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કર્યા બાદ તે તુરંત ટ્રેન મારફતે પરત મુંબઈ ભાગી જતો હતો.

સામાન્ય રીતે તસ્કરો રાતના અંધારામાં બંધ ઘરને ટાર્ગેટ કરતા હોય છે, પરંતુ આ રીઢો તસ્કર બપોરના સમયે બંધ મકાનોને ટાર્ગેટ કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંકતો હતો. હાલ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આ રીઢા ચોરની અટકાયત કરી કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ડીસીપી ક્રાઈમ હિમાંશુ વર્મા દ્વારા વધુ તપાસ ચાલુ છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

બોલિવૂડના લાડકા ઓરીનું લક્ઝુરિયસ બેગ જોઈ રોહિત શેટ્ટી ચક્કર ખાઈ ગયો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments