Home State Gujarat Vadodara Waterlogged: વડોદરામાં ભારે વરસાદ અને ‘રેડ એલર્ટ’ને પગલે શાળાઓ-કોલેજોમાં આવતી કાલે...

Vadodara Waterlogged: વડોદરામાં ભારે વરસાદ અને ‘રેડ એલર્ટ’ને પગલે શાળાઓ-કોલેજોમાં આવતી કાલે પણ રજા જાહેર, અલકાપુરી ગરનાળામાં પાણી ભરાયા

0
103
Vadodara Waterlogged
Vadodara Waterlogged

Vadodara Waterlogged: હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહી અને ‘રેડ એલર્ટ’ વચ્ચે વડોદરા શહેરમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. માત્ર બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોપરી રાખીને વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Vadodara Waterlogged

Vadodara Waterlogged: વડોદરામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ, વાહનો બંધ પડ્યા

ગુરુવારે સવારે ૬ થી ૮ વાગ્યાના માત્ર બે કલાકના સમયગાળામાં જ બે ઇંચ વરસાદ વરસી જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ખાસ કરીને અલકાપુરી સ્ટેશન પાસેના ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે કેટલાક વાહનો બંધ પડી ગયા હતા, જેને કારણે નોકરી-ધંધે જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત, શહેરમાં કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થયાના પણ અહેવાલો મળ્યા છે.

Vadodara Waterlogged

Vadodara Waterlogged: આવતીકાલે ૧ ઓગસ્ટે શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ

ભારતીય હવામાન વિભાગની ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલિયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

  • કયા વિસ્તારોમાં લાગુ? વડોદરા જિલ્લાના તમામ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારો.
  • કઈ સંસ્થાઓ બંધ રહેશે? તમામ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઈ.ટી.આઈ. (ITI) તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે.
  • ચેતવણી: જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

Vadodara Waterlogged: શહેરના આ વિસ્તારોમાં વરસી રહ્યો છે વરસાદ

શહેરના રાવપુરા, ફતેગંજ, આજવા રોડ, વાઘોડિયા રોડ, કારેલીબાગ, સુભાનપુરા, સયાજીગંજ, પાણીગેટ, માંડવી, હરણી, માંજલપુર, સમા અને ભાયલી સહિતના મુખ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.

તંત્રની નાગરિકોને અપીલ

વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે જ્યાં સુધી ખૂબ જ અગત્યનું કામ ન હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું ટાળવું અને સુરક્ષિત રહેવું. આગામી સમયમાં વરસાદનું જોર વધુ વધવાની સંભાવના હોવાથી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અમેરિકી સેનેટમાં ઈરાન વિરોધી પ્રસ્તાવ ફગાવાયો, પશ્ચિમ એશિયામાં યુદ્ધના તણાવ વચ્ચે 5 મોટા અપડેટ્સ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે