HomeVideshUS-Iran Conflict Updates: અમેરિકી સેનેટમાં ઈરાન વિરોધી પ્રસ્તાવ ફગાવાયો, પશ્ચિમ એશિયામાં યુદ્ધના...

US-Iran Conflict Updates: અમેરિકી સેનેટમાં ઈરાન વિરોધી પ્રસ્તાવ ફગાવાયો, પશ્ચિમ એશિયામાં યુદ્ધના તણાવ વચ્ચે 5 મોટા અપડેટ્સ

US-Iran Conflict Updates: અમેરિકી સેનેટમાં ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીને મર્યાદિત કરતો પ્રસ્તાવ ગુરુવારે 49-50ના પાતળા માર્જિનથી નામંજૂર કરવામાં આવ્યો છે. પેન્સિલવેનિયાના રિપબ્લિકન સેનેટર ડેવ મેકકૉર્મિક આ મતદાનમાં સામેલ થયા નહોતા. આ પ્રસ્તાવ જો પસાર થઈ જાત, તો ઈરાન વિરુદ્ધ કોઈપણ સૈન્ય હુમલો શરૂ કરતા પહેલા અમેરિકી રાષ્ટ્રપતિએ સંસદની મંજૂરી લેવી અનિવાર્ય બની જાત.

US-Iran Conflict Updates

US-Iran Conflict Updates: પશ્ચિમ એશિયા સંઘર્ષ: છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ

  1. ઇજિપ્ત પર પહેલીવાર હુમલો: ઇજિપ્તના બંદર પર ડ્રોન હુમલો થતાં બે જહાજોમાં આગ લાગી છે. આ હુમલા પાછળ ઈરાનનો હાથ હોવાનું મનાઈ રહ્યું છે.
  2. અમેરિકાના 10 ઈરાની શહેરો પર હવાઈ હુમલા: બંદર અબ્બાસ, કિશ અને કેશ્મ દ્વીપમાં ભારે વિસ્ફોટો થયા છે.
  3. ઈરાનનો વળતો પ્રહાર: રિવોલ્યુશનરી ફોર્સે દાવો કર્યો છે કે તેણે કુવૈત અને જોર્ડનમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.
  4. કુવૈતમાં ચીની કંપનીની ઇમારત પર હુમલો: ઉત્તરી કુવૈતમાં થયેલા ઈરાની હુમલામાં એક ચીની કંપનીની બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું છે અને એક કર્મચારીનું મોત થયું છે.
  5. સાઉદી અરેબિયાનું નવું ગઠબંધન: લાલ સમુદ્ર (Red Sea) માં જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સાઉદી અરેબિયા એક આંતરરાષ્ટ્રીય ગઠબંધન બનાવી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 14 દેશોએ જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

US-Iran Conflict Updates: પશ્ચિમ એશિયા સંઘર્ષમાં 16 ભારતીયોના મોત, 75 ઘાયલ

કેન્દ્ર સરકારે સંસદમાં માહિતી આપતા જણાવ્યું છે કે આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૧૬ ભારતીય નાગરિકો (જેમાં ૧૦ નાવિકો સામેલ છે) ના મોત થયા છે, જ્યારે ૭૫ ભારતીયો ઘાયલ થયા છે.

  • મૃતકોની વિગત: ઓમાનમાં ૮, UAE માં ૪, કુવૈતમાં ૨, સાઉદી અરેબિયામાં ૧ અને ઈરાકમાં ૧.
  • સહાયતા: મૃતક નાવિકોના પરિવારજનોને DGMA વેલફેર સ્કીમ હેઠળ રૂ. ૧૦ લાખની સહાય ચૂકવવામાં આવી રહી છે. તેમજ ઈરાનમાં ફસાયેલા ૨,૫૫૭ ભારતીયોને આર્મેનિયા અને અઝરબૈજાનના રસ્તે સુરક્ષિત બહાર કઢાયા છે.

US-Iran Conflict Updates: અમેરિકી હુમલાની વાસ્તવિક અસર કેટલી?

નિષ્ણાતોના મતે, અમેરિકા હાલમાં ઈરાનની સંપૂર્ણ સૈન્ય શક્તિ ખતમ કરવાને બદલે માત્ર ડરાવવાનો અને દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનની નાકાબંધી તોડવા માટે મર્યાદિત હુમલા પૂરતા નથી; જો મોટી અસર જોઈએ તો લાંબા સમય સુધી વ્યાપક સૈન્ય અભિયાન ચલાવવું પડશે. આ તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના વૈશ્વિક બજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે, જ્યારે લેબનોનમાં પણ ઇઝરાયલે રાત્રે ભારે હુમલા જારી રાખ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

પાલનપુરમાં કાટમાળમાંથી ચાંદીના સિક્કા મળ્યાની ચર્ચાએ જોર પકડ્યું, સિક્કા શોધવા લોકોની ભીડ ઉમટી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments