Home State Gujarat Strict Coaching Class Regulations: ટ્યુશન ક્લાસિસ માટે સરકાર લાવશે કડક કાયદો, મનફાવતી...

Strict Coaching Class Regulations: ટ્યુશન ક્લાસિસ માટે સરકાર લાવશે કડક કાયદો, મનફાવતી ફી નહીં વસૂલી શકાય, FRC જેવું માળખું બનશે

0
136
Strict Coaching Class Regulations
Strict Coaching Class Regulations

Strict Coaching Class Regulations: ગુજરાતમાં વર્ષોથી મનમાની રીતે ફૂલીફાલી રહેલા ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસિસ પર હવે રાજ્ય સરકાર કડક નિયંત્રણો લાવવાની તૈયારી કરી ચૂકી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતોનું રક્ષણ કરવા માટે સરકારે આગામી વિધાનસભા સત્રમાં એક નવું વિધેયક લાવવાનો નિર્ણય કર્યો છે. આ કાયદાના માધ્યમથી ખાનગી ક્લાસિસના સંચાલન, ફી માળખું, સુરક્ષાના ધોરણો અને શિક્ષકોની શૈક્ષણિક લાયકાત જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને કાયદાકીય શિસ્તમાં લાવવામાં આવશે.

Strict Coaching Class Regulations: અલગ સત્તાધિકારી અને ફરજિઆત ઓનલાઈન રજિસ્ટ્રેશન

પ્રાપ્ત માહિતી મુજબ, ફી રેગ્યુલેટરી કમિટી (FRC) ના તર્જ પર રાજ્યમાં ખાનગી કોચિંગ ક્લાસિસ માટે એક સ્વતંત્ર સત્તાધિકારી (ઓથોરિટી) ની રચના કરવામાં આવશે. આ ઓથોરિટી ક્લાસિસના રજિસ્ટ્રેશન, લાયસન્સ અને કાયદાના પાલન પર કડક દેખરેખ રાખશે. દરેક ક્લાસિસે વિદ્યાર્થીઓની વિગતો, ફેકલ્ટીની માહિતી અને વસૂલાતી ફી ઓનલાઈન પોર્ટલ પર નોંધાવવી ફરજિયાત રહેશે.

Strict Coaching Class Regulations
Strict Coaching Class Regulations

Strict Coaching Class Regulations: વાલીઓ માટે રાહત: ફી કેપ અને પ્રો-રેટા રિફંડ

વાલીઓ પાસેથી આડેધડ ફી વસૂલતા ક્લાસિસ પર લગામ કસવા માટે સરકાર ફીની મહત્તમ મર્યાદા (ફી કેપ) નક્કી કરશે. આ ઉપરાંત, જો કોઈ વિદ્યાર્થી અનિવાર્ય સંજોગોવશાત્ કોર્સ અધવચ્ચે છોડી દે, તો ક્લાસિસ સંચાલકોએ નિયમાનુસાર પ્રો-રેટા ધોરણે બાકીની ફી પરત આપવી પડશે. અત્યાર સુધી ફી પરત ન મળવાની વાલીઓની વ્યાપક ફરિયાદો રહી છે, જેનો આ કાયદાથી અંત આવશે.

Strict Coaching Class Regulations: ફાયર સેફ્ટી અને શિક્ષકોની લાયકાત ફરજિયાત

વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા પ્રસ્તાવિત બિલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે ફાયર NOC વગર કોઈ પણ કોચિંગ ક્લાસ ચલાવી શકાશે નહીં. દરેક ક્લાસરૂમમાં ઇમરજન્સી એક્ઝિટ અને અગ્નિશામક સાધનો હોવા અનિવાર્ય છે. શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે શિક્ષકો લાયક ગ્રેજ્યુએટ હોવા જોઈએ તેમજ તમામ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફનું પોલીસ વેરિફિકેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. નિયમભંગ કરનાર સામે ₹25,000 થી ₹1,00,000 સુધીના દંડની જોગવાઈ કરાઈ છે.

Strict Coaching Class Regulations: સમિતિ દ્વારા તૈયાર થઈ રહ્યો છે ડ્રાફ્ટ

રાજ્યમાં વધી રહેલા કોચિંગ ક્લાસિસના પ્રશ્નો, સુરક્ષાના પ્રશ્નો અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે અગાઉ 22 સપ્ટેમ્બર, 2025ના રોજ 8 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિ બનાવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)ના અધ્યક્ષના વડપણ હેઠળની આ સમિતિએ રાષ્ટ્રીય માર્ગદર્શિકાઓનો અભ્યાસ કરીને આ વ્યાપક નિયમનકારી માળખાનો મુસદ્દો તૈયાર કર્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

જેતપુરની ભાદર નદીમાં મોજ-મસ્તી ભારે પડી, નાર પાટ ચેકડેમમાં ડૂબી જવાથી બે યુવકોના કરુણ મોત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે