Home State Gujarat Major Anti-Encroachment Drive in Rajkot: રાજકોટ જિલ્લામાં તંત્રનો સપાટો: ધોરાજી-ઉપલેટા નેશનલ હાઈવે...

Major Anti-Encroachment Drive in Rajkot: રાજકોટ જિલ્લામાં તંત્રનો સપાટો: ધોરાજી-ઉપલેટા નેશનલ હાઈવે પરથી ગેરકાયદેસર દબાણો પર ફર્યું બુલડોઝર

0
130
Major Anti-Encroachment Drive in Rajkot
Major Anti-Encroachment Drive in Rajkot

Major Anti-Encroachment Drive in Rajkot: રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા પંથકમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને રસ્તાઓ ખુલ્લા કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. હાઈવે ઓથોરિટી દ્વારા ધોરાજી અને ઉપલેટા નેશનલ હાઈવે ઉપર આવેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવીને રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Major Anti-Encroachment Drive in Rajkot: સુપેડી બાયપાસ રોડ પર મેગા ડિમોલિશન

Major Anti-Encroachment Drive in Rajkot

પ્રાપ્ત વિગતો અનુસાર, ધોરાજીના સુપેડી ગામ નજીક આવેલા બાયપાસ રોડ પર વર્ષોથી જામી ગયેલા ગેરકાયદેસર દબાણોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નેશનલ હાઈવે ઓથોરિટીનો દાવો છે કે ધોરાજી અને ઉપલેટા હાઈવે રોડ ઉપર અનેક સ્થળોએ ગેરકાયદેસર દબાણોના કારણે અકસ્માતો અને ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હતી, જેને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલિશન કામગીરી પાર પાડવામાં આવી હતી.

Major Anti-Encroachment Drive in Rajkot: સ્થાનિકો અને તંત્ર વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ

આ કાર્યવાહીને લઈને સ્થાનિક સ્તરે રોષ જોવા મળ્યો છે. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ દ્વારા તંત્ર સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે, તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ આપ્યા વગર જ અચાનક વર્ષો જૂના દબાણો હટાવી દેવામાં આવ્યા છે, જેના કારણે વેપારીઓને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ મામલે સુપેડીના સ્થાનિક વેપારી ભાવેશભાઈ ભલાણી એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અચાનક હાથ ધરાયેલી આ કાર્યવાહીથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

બીજી બાજુ, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી પ્રકાશભાઈ રંગાણી એ સ્થાનિકોના આક્ષેપોને ફગાવતા સ્પષ્ટતા કરી છે કે, “નિયમ મુજબ તમામ પ્રક્રિયા અનુસરીને, પૂર્વ નોટિસ આપ્યા બાદ જ કાયદેસરની દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.”

નેશનલ હાઈવે પર દબાણો દૂર થવાથી ભવિષ્યમાં વાહનવ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અતિવૃષ્ટિથી પ્રભાવિત વિદ્યાર્થીઓ માટે સરકારની મોટી ભેટ: પલળી ગયેલા પુસ્તકો બદલીને મળશે “વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તક”

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે