HomeGujaratAhmedabad Drowns, But Spirit Doesn't: અમદાવાદ ડૂબ્યું પણ અમદાવાદીઓની મોજ ના અટકી:...

Ahmedabad Drowns, But Spirit Doesn’t: અમદાવાદ ડૂબ્યું પણ અમદાવાદીઓની મોજ ના અટકી: બ્રિજ નીચે રેઈન ડાન્સ, રસ્તા પર ખાટલો અને બોટિંગ કરી માણ્યો વરસાદનો અનોખો આનંદ

Ahmedabad Drowns, But Spirit Doesn’t: અતિભારે વરસાદે અમદાવાદ શહેરને પાણીમાં ગરકાવ કરી દીધું છે. રસ્તાઓ નદીઓ બન્યા છે, વાહનોના પૈડાં થંભી ગયા છે અને અનેક જગ્યાએ ઘરો તેમજ બેઝમેન્ટમાં પાણી ઘૂસવાથી લોકોને નુકસાન વેઠવું પડ્યું છે. છતાં આ વિકટ પરિસ્થિતિ અને મુશ્કેલીઓ વચ્ચે પણ અમદાવાદીઓએ પોતાનો અનોખો જિંદાદિલ મિજાજ જીવંત રાખ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી સામે આવેલા દૃશ્યોએ સાબિત કરી દીધું છે કે મુશ્કેલી ગણાતી પરિસ્થિતિને પણ ઉત્સવમાં કેવી રીતે ફેરવી શકાય.

Ahmedabad Drowns, But Spirit Doesn’t: બ્રિજ નીચે લાઈટિંગ સાથે રેઈન ડાન્સ

Ahmedabad Drowns, But Spirit Doesn't

ભારે વરસાદના કારણે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન પાસે બ્રિજ નીચે કમર સુધીના પાણી ભરાયા હતા. વાહનચાલકો માટે અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું હતું, પરંતુ સ્થાનિક યુવકોએ તેની ભરપૂર મજા માણી હતી. બ્રિજ નીચે લાઈટિંગ વચ્ચે ફિલ્મી ગીતો પર ડાન્સ કરીને યુવકોએ યાદગાર ક્ષણો સર્જી હતી અને પાણીમાં ડૂબકીઓ લગાવી હતી.

Ahmedabad Drowns, But Spirit Doesn’t: રસ્તા પર ખાટલો પાથરી રિસોર્ટ જેવી મજા

Ahmedabad Drowns, But Spirit Doesn't
  • અમદાવાદમાં ભારે વરસાદ: અતિભારે વરસાદના કારણે શહેરના રસ્તાઓ નદીમાં ફેરવાયા અને જનજીવન પ્રભાવિત થયું.
  • અમદાવાદીઓનો જિંદાદિલ અંદાજ: મુશ્કેલીઓ વચ્ચે પણ અમદાવાદીઓએ હિંમત ન હારતા વરસાદની મજા માણવાની અનોખી રીતો શોધી કાઢી.
  • રેઈન ડાન્સ અને ખાટલો: સાબરમતી રિવરફ્રન્ટ પાસે બ્રિજ નીચે લાઈટિંગમાં રેઈન ડાન્સ થયો તો IIM રોડ પર પાણી ભરાયેલા રસ્તા પર ખાટલો પાથરી રિસોર્ટ જેવો આનંદ માણ્યો.
  • રસ્તા પર ક્રિકેટ અને વોલીબોલ: નવરંગપુરા અને ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં ઘૂંટણસમા પાણીમાં યુવાનોએ ક્રિકેટ અને વોલીબોલની મેચ રમી.
  • સોસાયટીઓમાં બોટિંગ અને પૂલ: કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાતા યુવાનો બોટ લઈને નીકળ્યા તો કોઈકે પરિવારને ઇન્ફ્લેટેબલ પૂલમાં બેસાડી સેર કરાવી.
  • ચાના શોખીનોની કતાર: શેલા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી વચ્ચે પણ લોકો સવારે દૂધ લેવા માટે લાઈનોમાં ઊભા રહેલા નજરે પડ્યા.

IIM રોડ તરફના તમામ રસ્તાઓ જળમગ્ન થઈ ગયા હતા અને ગાડીઓ પણ માંડ નીકળી રહી હતી. તેવામાં પાણી ભરાયેલા રસ્તા પર ખાટલો પાથરીને લોકો એવી રીતે આરામ ફરમાવતા નજરે પડ્યા કે જાણે તેઓ કોઈ આલીશાન રિસોર્ટમાં વેકેશન માણી રહ્યા હોય! આ અનોખો નજારો જોઈને ત્યાંથી પસાર થતા લોકો પણ અવાચક બની ગયા હતા અને વીડિયો બનાવવા લાગ્યા હતા.

Ahmedabad Drowns, But Spirit Doesn’t: જળમગ્ન રસ્તાઓ પર ક્રિકેટ અને વોલીબોલની જમાવટ

Ahmedabad Drowns, But Spirit Doesn't

નવરંગપુરાના વિજય ચાર રસ્તા પાસે નદીની જેમ પાણી વહેતા હતા, ત્યારે ખુલ્લા મેદાનને બદલે પાણી ભરાયેલા રસ્તા પર જ યુવાનો ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. તેવી જ રીતે ગુજરાત યુનિવર્સિટી પાસે ઘૂંટણસમા પાણીમાં વોલીબોલની અનોખી મેચ રમાઈ હતી, જેને જોવા માટે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.

સોસાયટીઓમાં બોટિંગ અને ઇન્ફ્લેટેબલ પૂલ

Ahmedabad Drowns, But Spirit Doesn't

જ્યારે વાહનોના પૈડાં થંભી ગયા ત્યારે અમદાવાદીઓએ પરિવહન માટે અસીમ કલા વાપરી. અનેક સોસાયટીઓ સ્વિમિંગ પૂલ જેવી બની ગઈ હતી, જ્યાં યુવકો બોટ લઈને સફરે નીકળ્યા હતા. એક યુવક તો પોતાના આખા પરિવારને ઇન્ફ્લેટેબલ પૂલમાં બેસાડીને સોસાયટીમાં ફેરવતો નજરે પડ્યો હતો, જેને જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

પાણી વચ્ચે પણ દૂધ માટે લાઈનો

Ahmedabad Drowns, But Spirit Doesn't

અમદાવાદીઓ ચાના શોખીન છે અને સવારની ચા વગર તેમનું ચાલતું નથી. શેલા વિસ્તારમાં ક્લબ O7 પાસે રસ્તાઓ પર નદી વહેતી હોવા છતાં, મહિલાઓ અને પુરુષો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈને દૂધની દુકાનો પર લાઈનો લગાવીને ઉભેલા જોવા મળ્યા હતા.

ભારે વરસાદના કારણે અનેક પરિવારોને હાલાકી ભોગવવી પડી છે અને તંત્ર સામે સવાલો પણ ઉઠ્યા છે, પરંતુ સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આ દૃશ્યોએ બતાવી દીધું કે અમદાવાદીઓ ગમે તેવી ગંભીર પરિસ્થિતિમાં પણ હસતા રહેવાની અને જીવનને ઉત્સાહથી જીવવાની કળા સારી રીતે જાણે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અંબાલાલ પટેલની મોટી આગાહી: રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, ઓગસ્ટમાં પણ મેઘરાજા મન મૂકીને વરસશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments