Torrential Rains Paralysis Gujarat: ગુજરાતમાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના 202 તાલુકાઓમાં મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કરી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

Torrential Rains Paralysis Gujarat: વરસાદ અને રેડ એલર્ટની મુખ્ય સ્થિતિ
- સૌથી વધુ વરસાદ: સવારના 6થી બપોરના 4 વાગ્યા સુધીમાં 195 તાલુકામાં 1 મિમીથી અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં ૨.૮ ઇંચ અને વાવ-થરાદના દિયોદરમાં ૨ ઇંચ વરસાદ વરસ્યો છે.
- આગામી 3 કલાક માટે એલર્ટ: હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને મહેસાણામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Torrential Rains Paralysis Gujarat: પૂર અને જનજીવન પર વિપરીત અસર
- ચારણકા સોલાર પાર્ક અને ટ્રેન વ્યવહાર: એશિયાનો સૌથી મોટો ચારણકા સોલાર પાર્ક પાણીમાં ડૂબી ગયો છે. આ ઉપરાંત વંદે ભારત સહિત 6 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.
- માર્ગો બંધ અને ડાઈવર્ઝન: રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર બાવળા પાસે પાણી વહી રહ્યા હોવાથી રૂટ ડાઈવર્ટ કરાયો છે.
- સ્થળાંતર અને જાનહાનિ: શુક્રવારે ભારે વરસાદને કારણે રાજ્યમાં 40,500 લોકોનું સ્થળાંતર અને 6,367 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, જ્યારે તણાઈ જવાથી 8 લોકોના મોત નીપજ્યાં છે. પાટણના સાંતલપુરમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો છે અને ઊંઝામાં ઝાડ પડવાથી એક મહિલાનું મોત થયું છે.

Torrential Rains Paralysis Gujarat: સુરત અને અમદાવાદની કપરી સ્થિતિ
- સુરતમાં અનોખી મજબૂરી: સુરતમાં સતત ત્રીજા દિવસે ખાડીપૂરના પાણી ભરાયા છે. લોકો ઓફિસે જવા માટે મનપાની ઢોર પકડવાની ગાડીઓ અને ટ્રેક્ટરોનો સહારો લેવા મજબૂર બન્યા છે. નાગરિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
- અમદાવાદમાં કેદ થયેલા લોકો: અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારમાં હજુ પણ કમર સુધીના પાણી ભરાયેલા હોવાથી લોકો ઘરોમાં કેદ છે અને સ્થાનિકો જાતે જ બોટ મારફતે મદદ પહોંચાડી રહ્યા છે.
Torrential Rains Paralysis Gujarat: સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત
નવસારી જિલ્લાના પૂરગ્રસ્તો માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સહાયની જાહેરાત કરી છે:
- ઘરવખરી નુકસાન: ₹6,800 ની સહાય (જેમાંથી ₹1,800 તાત્કાલિક ચૂકવાશે).
- પશુધન નુકસાન: ગાય-ભેંસ દીઠ ₹37,500 અને બકરી દીઠ ₹22,000 ની સહાય અપાશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




