Home State Gujarat Flood Fury in Gujarat: ભારે વરસાદને કારણે ગુજરાતમાં તારાજી, હાઈવે બંધ, 7...

Flood Fury in Gujarat: ભારે વરસાદને કારણે ગુજરાતમાં તારાજી, હાઈવે બંધ, 7 જિલ્લામાં રેડ એલર્ટ અને અનેક રેસ્ક્યૂ ઓપરેશન

0
169
Flood Fury in Gujarat
Flood Fury in Gujarat

Flood Fury in Gujarat: ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૬૫ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પાટણના સાંતલપુરમાં સૌથી વધુ ૧૫ ઇંચ અને રાધનપુરમાં ૧૩.૪૬ ઇંચ વરસાદ ખાબકતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

Flood Fury in Gujarat

Flood Fury in Gujarat: અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે બંધ અને ડાઈવર્ઝન

ભારે વરસાદ અને બાવળા પાસે ગેલોપ્સ પાર્ક નજીક સર્જાયેલી ગંભીર પૂરની સ્થિતિને કારણે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.

  • ડાઈવર્ઝન: તંત્ર દ્વારા વાહન-વ્યવહાર માટે બગોદરાથી વેજળકા થઈને ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે.
  • રેસ્ક્યૂ ઓપરેશન: પાણીમાં ફસાયેલા ૯૦૦ જેટલા લોકોને બચાવવા પોલીસ અને એસડીઆરએફ (SDRF) ની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
Flood Fury in Gujarat

Flood Fury in Gujarat: ક્યાં કેટલો વરસાદ? (છેલ્લા ૨૪ કલાકના આંકડા)

  • સાંતલપુર (પાટણ): ૧૫ ઇંચ
  • રાધનપુર (પાટણ): ૧૩.૪૬ ઇંચ
  • ભાભર (વાવ-થરાદ): ૧૧.૩૦ ઇંચ
  • દિયોદર: ૧૦.૮૩ ઇંચ
  • નડિયાદ (ખેડા): ૧૦.૩૧ ઇંચ

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે (૨૫ જુલાઈ) રાજ્યના ૭ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ૧૫ જિલ્લામાં ઓરેન્જ અને ૧૨ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Flood Fury in Gujarat

Flood Fury in Gujarat: દુર્ઘટનાઓ અને રાહત-બચાવ કામગીરી

  • ઊંઝામાં કરૂણ મોત: ઊંઝાના ઉમિયાનગર વિસ્તારમાં ભારે પવન અને વરસાદને કારણે ઘર પાસે આવેલું ઝાડ છાપરા પર પડતા રમીલાબેન બદ્રીલાલ કથોડી (ઉં.વ. ૩૮) નામના શ્રમજીવી મહિલાનું દુર્ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
  • વિરપુર કાર દુર્ઘટના: ૨૪ જુલાઈના રોજ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયેલા ૭૦ વર્ષીય ભીખાભાઈ ધનજીભાઈ ડોબરીયાનો ૨૬ કલાકની ભારે જહેમત બાદ થોરાળા ડેમમાંથી નિર્જીવ દેહ મળી આવ્યો છે.
  • બોટાદમાં રિક્ષાચાલક લાપતા: બોટાદના બરવાળા ખાતે ખાંભડા ડેમનો દરવાજો ખોલાતાં ઉતાવળી નદીના પૂરમાં છકડો રિક્ષા અને ચાલક તણાયા હતા. ૧૨ કલાક વીતવા છતાં ચાલકનો પત્તો ન લાગતા ફાયર બ્રિગેડ દ્વારા સઘન શોધખોળ ચાલુ છે.
  • સાંતલપુરમાં સાહસિક રેસ્ક્યૂ: સાંતલપુરના ઝઝામ-ફાંગલી માર્ગ પર પાણીના તેજ વહેણમાં કાર બંધ પડી જતાં ૮ મુસાફરો ફસાયા હતા, તેમણે સ્થાનિક યુવાનો અને પોલીસે સુરક્ષિત બહાર કાઢ્યા હતા. પાટડીના કોચાડા ગામે મધરાતે બોટ દ્વારા ૬ લોકોને બચાવાયા હતા.
  • નવસારીમાં સમીક્ષા બેઠક: નવસારીમાં પૂરગ્રસ્તો માટે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને સાંસદ સી. આર. પાટીલ દ્વારા હાઈલેવલ બેઠક યોજવામાં આવી હતી, જેમાં ૫૦ હજારથી વધુ પ્રભાવિત લોકોને ત્વરિત સહાય અને રોગચાળો અટકાવવા અંગે ચર્ચા કરાઈ હતી.
Flood Fury in Gujarat

Flood Fury in Gujarat: ડેમ અને જળસપાટીના સમાચાર

સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળીધજા ડેમ નર્મદા કેનાલના વધારાના પાણીના કારણે ૧૦૦% ભરાઈ ગયો છે. આથી નીચાણવાળા વિસ્તારો અને વઢવાણ સહિતના ૧૪થી વધુ ગામોના લોકોને નદીકિનારે ન જવા અને સલામત સ્થળે ખસી જવા માટે ચેતવણી આપવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાતમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, સાંતલપુરમાં 14 ઈંચ ખાબક્યો; રાજ્યમાં કુલ 8 લોકોના મોત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે