Home Gujarat Ahmedabad Heavy Rains Paralyze Ahmedabad: અમદાવાદમાં મેઘરાજાનું ધમાકેદાર બેટિંગ, શાહીબાગ-અસારવામાં ૩ કલાકમાં ૨...

Heavy Rains Paralyze Ahmedabad: અમદાવાદમાં મેઘરાજાનું ધમાકેદાર બેટિંગ, શાહીબાગ-અસારવામાં ૩ કલાકમાં ૨ ઇંચ વરસાદ, સહજાનંદ કોલેજ રોડ પર ભૂવો પડ્યો

0
112
Heavy Rains Paralyze Ahmedabad
Heavy Rains Paralyze Ahmedabad

Heavy Rains Paralyze Ahmedabad: અમદાવાદ શહેરમાં ૨૪ જુલાઈએ વહેલી સવારે ૫ વાગ્યાથી શરૂ થયેલા ધોધમાર વરસાદે સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી દીધી છે. માત્ર ૩ કલાકમાં જ શાહીબાગ અને અસારવા વિસ્તારમાં ૨ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે.

Heavy Rains Paralyze Ahmedabad

Heavy Rains Paralyze Ahmedabad: વરસાદના મુખ્ય આંકડા અને વિસ્તારોની સ્થિતિ

  • સૌથી વધુ વરસાદ: સવારે ૬ થી ૯ વાગ્યા દરમિયાન શાહીબાગ અને અસારવા વિસ્તારમાં સૌથી વધુ ૨ ઇંચ વરસાદ નોંધાયો છે.
  • અન્ય વિસ્તારો: એસ.જી. હાઇવે, ગોતા, જગતપુર, એસ.પી. રિંગ રોડ, ન્યુ રાણીપ, ચાંદખેડા અને ત્રાગડમાં પણ સાર્વત્રિક ભારે વરસાદ વરસી રહ્યો છે.
  • જળબંબાકાર માર્ગો: ત્રાગડ રોડ, આઈઓસી (IOC) રોડ, ડી-કેબીન રોડ અને ચેનપુર રોડ પર ભારે પાણી ભરાયા છે. શાંતિપુરા સર્કલથી બોપલ તરફ જવાના રોડ પર પાણી ભરાવાને કારણે માર્ગ બંધ કરવાની ફરજ પડી છે.
Heavy Rains Paralyze Ahmedabad

Heavy Rains Paralyze Ahmedabad: ભૂવાની સમસ્યા અને AMCની અપીલ

  • સહજાનંદ કોલેજ રોડ પર ભૂવો: પાંજરાપોળ ચાર રસ્તાથી નહેરુનગર તરફ જતા મુખ્ય રોડ પર, બીઆરટીએસ (BRTS) ટ્રેક પાસે જ મોટો ભૂવો પડ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે આ જગ્યાએ બેરિકેડ લગાવી સુરક્ષા વધારવામાં આવી છે.
  • AMCની ચેતવણી: હેલ્મેટ સર્કલ ચાર રસ્તા પાસે ભારે પાણી ભરાઈ જવાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાગરિકોને હેલ્મેટ સર્કલ તરફ ન જવા અને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા ખાસ અપીલ કરવામાં આવી છે.

Heavy Rains Paralyze Ahmedabad: સોસાયટીઓ અને રેસિડેન્શિયલ વિસ્તારોમાં હાલાકી

  • વેજલપુર અને શ્રીનંદનગર: વેજલપુર વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે. શ્રીનંદનગર વિસ્તાર પાણીમાં ગરકાવ થતાં આશરે ૧૦૦ જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેથી લોકો કમરસમા પાણીમાંથી પસાર થઈને જરૂરિયાતની ચીજવસ્તુઓ લાવવા મજબૂર બન્યા છે.
  • નિકોલ અને બોપલ: નિકોલના સંગાથ ચાર રસ્તા બેટમાં ફેરવાઈ જતા છેલ્લા ૫ વર્ષથી ચાલી આવતી પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, બોપલની અમીધારા સોસાયટીના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે.
  • વટવા અને દાણીલીમડા: વટવામાં સદભાવના પોલીસ ચોકીથી વટવા પોલીસ સ્ટેશન તરફના ચાર રસ્તે મોટા ખાડા પડ્યા છે. સ્થાનિક રહીશો દ્વારા બેરિકેડિંગ, ખુરશીઓ અને ઝાડની ડાળખીઓ મૂકીને વાહનચાલકોને માર્ગદર્શન અપાઈ રહ્યું છે. દાણીલીમડાના પીર કમાલ મસ્જિદ રોડ અને મણિનગર ભૈરવનાથ ચાર રસ્તા પર પણ પાણી ભરાયા છે.

Heavy Rains Paralyze Ahmedabad: અંડરબ્રિજની સ્થિતિ

શહેરમાં ભારે પાણી ભરાવાને કારણે અગાઉ બંધ કરાયેલા અંડરબ્રિજોમાંથી હજુ પણ નીચે મુજબના ૮ અંડરબ્રિજ વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યા છે:

  • મકરબા
  • પરિમલ
  • અખબારનગર
  • મણિનગર દક્ષિણી
  • કાળીગામ
  • ચાંદલોડિયા
  • રાણીપ જીએસટી (GST)
  • ચાંદખેડા

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાતમાં મેઘ તાંડવ, 38 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 3 જિલ્લામાં રેડ એલર્ટ અને 13માં ઓરેન્જ એલર્ટ જાહેર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે