HomeVideshMiddle-East Tensions Explode: મિડલ-ઈસ્ટમાં મહાવિનાશક તણાવ, ઈરાનનો જોર્ડન અને કુવૈતમાં અમેરિકી બેઝ...

Middle-East Tensions Explode: મિડલ-ઈસ્ટમાં મહાવિનાશક તણાવ, ઈરાનનો જોર્ડન અને કુવૈતમાં અમેરિકી બેઝ પર હુમલો, THAAD ડિફેન્સ સિસ્ટમ તબાહ કરવાનો દાવો

Middle-East Tensions Explode: પશ્ચિમ એશિયા (મિડલ-ઈસ્ટ) માં અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક પર પહોંચી ગયો છે. ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ અમેરિકી હવાઈ હુમલાનો બદલો લેતા મિડલ-ઈસ્ટમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર મોટા જવાબી હુમલા કર્યા છે.

Middle-East Tensions Explode

Middle-East Tensions Explode: જોર્ડન અને કુવૈતમાં અમેરિકી બેઝ નિશાના પર

તાજેતરમાં અમેરિકા દ્વારા ઇરાક બોર્ડર પર આવેલા શલમચેહ બોર્ડર ક્રોસિંગ પર કરાયેલા હવાઈ હુમલામાં બે લોકોનાં મોત થયા હતા. જેના જવાબમાં IRGCએ જોર્ડન અને કુવૈતમાં યુએસ બેઝ પર ડ્રોન અને મિસાઈલો વરસાવી છે. ઈરાને દાવો કર્યો છે કે જોર્ડનમાં તૈનાત અત્યાધુનિક અમેરિકી THAAD (ટર્મિનલ હાઈ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ) એર ડિફેન્સ સિસ્ટમને સંપૂર્ણપણે તબાહ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કુવૈતમાં અમેરિકી MQ-9 રીપર ડ્રોનના ઓપરેશન બેઝને પણ નિશાન બનાવવામાં આવ્યો છે.

Middle-East Tensions Explode

Middle-East Tensions Explode: છેલ્લા ૨૪ કલાકના ૫ મોટા અપડેટ્સ:

૧. ટ્રમ્પની કડક ચેતવણી: ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈ પણ જહાજને નુકસાન પહોંચાડશે, તો અમેરિકા જવાબમાં ઈરાનના પુલો, પાવર સ્ટેશનો અને તેહરાન સ્થિત ઠેકાણાઓ પર ભીષણ બોમ્બમારો કરશે. ૨. હુતી વિદ્રોહીઓની ધમકી: ઈરાન સમર્થિત હુતી વિદ્રોહીઓએ શિપિંગ કંપનીઓને સાઉદી અરબના બંદરોથી દૂર રહેવાની ચીમકી આપી છે. દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સાઉદી ઓઈલ ટેન્કરો પર થયેલા હુતી હુમલાની સખત નિંદા કરી છે. ૩. અમેરિકી સૈનિકો અને ખર્ચ: યુદ્ધની વર્તમાન સ્થિતિમાં અત્યાર સુધીમાં ૧૮ અમેરિકી સૈનિકોનાં મોત નીપજ્યાં છે. યુએસ સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ યુદ્ધ પાછળ અત્યાર સુધીમાં ૩૭.૫ અબજ ડોલર (લગભગ ₹૩.૬ લાખ કરોડ) ખર્ચ થઈ ચૂક્યા છે. ૪. ક્રૂડ ઓઇલ મોંઘું થયું: બંને દેશો વચ્ચેના તણાવની સીધી અસર વૈશ્વિક બજાર પર પડી છે, જ્યાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ૯૨.૦૧ ડોલર પ્રતિ બેરલને વટાવી ગયું છે. ૫. સાઉદી-અમેરિકા પરમાણુ કરાર: ઇઝરાયલના ભારે વિરોધ છતાં સાઉદી અરેબિયાએ અમેરિકા સાથે નાગરિક પરમાણુ ટેકનોલોજી માટેના મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

Middle-East Tensions Explode

Middle-East Tensions Explode: ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર પર માઠી અસર

પશ્ચિમ એશિયામાં પ્રવર્તતી યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે એવિએશન સેક્ટરને મોટો ફટકો પડ્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે લોકસભામાં લેખિત જવાબ આપતા જણાવ્યું હતું કે, આ સંકટને કારણે ભારતીય એરલાઈન્સે ૨૦ જુલાઈ સુધીમાં આશરે ૨૬,૦૦૦ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવી પડી છે, જેનાથી એરલાઈન્સને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

વૈભવ સૂર્યવંશીનો ઇતિહાસ, T20 ઇન્ટરનેશનલમાં ફિફ્ટી ફટકારનાર સૌથી નાની વયનો બેટર બન્યો, ઝિમ્બાબ્વે સામે ભારતની ૭ વિકેટે શાનદાર જીત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments