HomeGujaratChaos in Amreli: સાવરકુંડલાના આંબરડી ગામમાં આખલાઓનો આતંક: યુદ્ધ વચ્ચે ફસાઈ ધારાસભ્યની...

Chaos in Amreli: સાવરકુંડલાના આંબરડી ગામમાં આખલાઓનો આતંક: યુદ્ધ વચ્ચે ફસાઈ ધારાસભ્યની કાર

Chaos in Amreli: સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામમાં રખડતા ઢોરનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. ગામની મુખ્ય બજારમાં બે આખલાઓ વચ્ચે થયેલા હિંસક યુદ્ધને કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આખલાઓની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Chaos in Amreli: શું હતી ઘટના?

Chaos in Amreli

આંબરડી ગામની ભરચક બજારમાં અચાનક બે આખલાઓ બાખડી પડ્યા હતા. આખલાઓની આક્રમક લડાઈને કારણે બજારમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન ધારાસભ્ય મહેશ કસવાળાની કાર બજારમાંથી પસાર થઈ રહી હતી, પરંતુ આખલાઓની રૌદ્ર સ્વરૂપ જોઈને કાર ચાલકને વાહન પાછળ હટાવવાની ફરજ પડી હતી. ધારાસભ્યની કાર પણ આખલાઓના આતંક સામે લાચાર બની હતી.

Chaos in Amreli: જેસીબીની મદદથી મેળવાયો કાબૂ

Chaos in Amreli

આખલાઓની લડાઈ એટલી હદે વકરી હતી કે તેને સામાન્ય રીતે છૂટા પાડવા અશક્ય હતા. પરિસ્થિતિની ગંભીરતા જોતા, સ્થાનિકોએ જેસીબી મશીનનો ઉપયોગ કરીને આખલાઓને માંડ છૂટા પાડ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આખલાઓના આતંકને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ત્રણ દિવસ બાદ વીડિયો વાયરલ

આ ઘટના ત્રણ દિવસ પહેલા બની હોવાનું સામે આવ્યું છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ગામમાં રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય બન્યો છે અને ઘણીવાર આવા ‘આખલા યુદ્ધ’ને કારણે સામાન્ય નાગરિકો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે.

તંત્ર દ્વારા આ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આંબરડી ગામના લોકો દ્વારા કરવામાં આવી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુજરાતમાં ચોમાસાનો વિરામ, ૭ દિવસ ભારે વરસાદની આગાહી નહીં, નર્મદા ડેમ ૬૫% ભરાયો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments