HomeGujaratSurat Floods Disaster: સુરત પર કુદરતનો કહેર, ખાડીપૂરના પાણીમાં ૩ હજારથી વધુ...

Surat Floods Disaster: સુરત પર કુદરતનો કહેર, ખાડીપૂરના પાણીમાં ૩ હજારથી વધુ વાહનો ડૂબ્યા, રિપેરિંગ માટે એક મહિનાનું વેઈટિંગ

Surat Floods Disaster: સુરત શહેરમાં તાજેતરમાં પડેલા મુસળધાર વરસાદ અને ત્યારબાદ ખાડીપૂરના પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કુદરતી આફત એટલી ઝડપથી ત્રાટકી કે વાહનચાલકોને પોતાના વાહનો ખસેડવાનો મોકો પણ ન મળ્યો. પરિણામે, શહેરના વિવિધ વિસ્તારોમાં ૩,૦૦૦ થી વધુ કાર અને બાઈક પૂરના પાણીમાં સંપૂર્ણપણે ડૂબી જતાં બંધ થઈ ગઈ છે.

Surat Floods Disaster

Surat Floods Disaster: કરોડોનું નુકસાન: એન્જિનથી લઈને ઈલેક્ટ્રોનિક્સ સુધી બધું જ ખરાબ

પાણીમાં કલાકો સુધી ડૂબેલા રહેવાને કારણે વાહનોને ગંભીર નુકસાન થયું છે. એર ફિલ્ટર, એન્જિન અને ગિયર બોક્સમાં પાણી ભરાઈ જવા ઉપરાંત, આધુનિક ગાડીઓના સેન્સર અને ઈલેક્ટ્રોનિક પાર્ટ્સ શોર્ટ સર્કિટને કારણે બળી ગયા છે. મિકેનિક્સના જણાવ્યા અનુસાર, મોટાભાગની ગાડીઓ ‘કંડમ’ જેવી હાલતમાં છે.

Surat Floods Disaster

Surat Floods Disaster: ગેરેજોમાં લાંબી લાઈનો અને એક મહિનાનું વેઈટિંગ

શહેરના તમામ નાના-મોટા ગેરેજ અને ઓથોરાઈઝ્ડ સર્વિસ સેન્ટરો હાલ વાહનોથી ઉભરાઈ રહ્યા છે. ગેરેજ સંચાલકોના જણાવ્યા મુજબ, રિપેરિંગ માટે હાલ એક-એક મહિનાનું વેઈટિંગ ચાલી રહ્યું છે. લક્ઝુરિયસ અને હાઇબ્રિડ-ઇલેક્ટ્રિક કારના પાર્ટ્સ તાત્કાલિક ઉપલબ્ધ ન હોવાથી રિપેરિંગમાં વધુ સમય લાગી રહ્યો છે.

Surat Floods Disaster

Surat Floods Disaster: ભંગારમાં વેચવાની નોબત

વારંવારના ખર્ચ અને રિપેરિંગના અતિશય ભારથી કંટાળીને ઘણા વાહનચાલકો હવે પોતાની કિંમતી ગાડીઓ ભંગારમાં આપી દેવા મજબૂર બન્યા છે. વરાછાના સવાણી વિસ્તારના એક ગેરેજ સંચાલકે જણાવ્યું કે, હીરાના કારખાનામાં કામ કરતા અનેક રત્નકલાકારોની ગાડીઓ પૂરના પાણીમાં ડૂબી ગઈ હતી, જેના કારણે તેઓ પાયમાલ થઈ ગયા છે.

Surat Floods Disaster

રસ્તામાં દગો દઈ રહી છે ગાડીઓ

જેમણે ગાડીઓ ચાલુ કરી છે, તેમને પણ મુશ્કેલી પડી રહી છે. બાઇક ચાલક ધનજીભાઈએ જણાવ્યું કે, બે દિવસ પાણીમાં રહેલી તેમની બાઈક રસ્તામાં જ અચાનક બંધ થઈ ગઈ હતી, જેને ટેમ્પોમાં લોડ કરીને ગેરેજ સુધી લઈ જવી પડી હતી.

Surat Floods Disaster

હાલમાં સુરતના વાહનચાલકો માટે આ કુદરતી આફત આર્થિક રીતે મોટો ફટકો સાબિત થઈ રહી છે. મિકેનિક્સનું કહેવું છે કે વાહન સંપૂર્ણપણે ખોલ્યા બાદ જ જાણી શકાશે કે માલિકોના ખિસ્સા પર કેટલો મોટો ફટકો પડશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

૩૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ હવામાં લટક્યો મુસાફર, પત્નીએ પકડી રાખ્યા પગ, પ્લેનમાં સર્જાયો કાળમુખો અકસ્માત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments