Home State Gujarat Tragic Accident in Ahmedabad: અમદાવાદમાં ગોઝારો અકસ્માત, DPS સ્કૂલની બસની અડફેટે ૧૯...

Tragic Accident in Ahmedabad: અમદાવાદમાં ગોઝારો અકસ્માત, DPS સ્કૂલની બસની અડફેટે ૧૯ વર્ષીય યુવકનું ઘટનાસ્થળે મોત

0
134
Tragic Accident in Ahmedabad
Tragic Accident in Ahmedabad

Tragic Accident in Ahmedabad: શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં આજે બપોરે એક કરૂણ અકસ્માત સર્જાયો છે. પલ્લવ ચાર રસ્તા પાસે ડીપીએસ (DPS) સ્કૂલની બસે એક યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું છે.

Tragic Accident in Ahmedabad

Tragic Accident in Ahmedabad: શું બની ઘટના?

આજે બપોરે આશરે ૨:૧૫ થી ૨:૩૦ વાગ્યાના સુમારે, યુવરાજ (ઉંમર ૧૯-૨૦ વર્ષ) તેના એક્ટિવા પર જઈ રહ્યો હતો. શાસ્ત્રીનગર પલ્લવ ચાર રસ્તા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ ચાલુ હોવાથી રોડ પર બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. આ કારણે સ્કૂલ બસના ચાલકે મોટો વળાંક લેવો પડ્યો હતો. તે દરમિયાન ફૂલ સ્પીડમાં આવી રહેલું યુવરાજનું એક્ટિવા બસ સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે યુવક બસના પાછળના વ્હીલ નીચે આવી ગયો અને તેના માથા પર વ્હીલ ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

Tragic Accident in Ahmedabad

Tragic Accident in Ahmedabad: ડ્રાઈવર અને કંડકટર ફરાર

અકસ્માત બાદ બસમાં સવાર બાળકોની સુરક્ષાની પરવા કર્યા વિના, બસનો ડ્રાઈવર અને કંડકટર બંને બાળકો અને બસને ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ભારે રોષ જોવા મળ્યો હતો.

પોલીસની કાર્યવાહી

ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ટ્રાફિક પીઆઈ આર.એસ. પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મૃતકની ઓળખ યુવરાજ તરીકે થઈ છે. પોલીસે હાલમાં લાશને પીએમ (પોસ્ટમોર્ટમ) માટે મોકલી આપી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tragic Accident in Ahmedabad

પરિવાર પર આભ તૂટી પડ્યું છે ત્યારે પોલીસ ફરાર ડ્રાઈવરને પકડવા માટે તપાસ તેજ કરી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

રાધનપુરમાંથી અંદાજે ₹૫ લાખનો ગાંજો ઝડપાયો, બે શખ્સો જેલના સળિયા પાછળ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે