Home Videsh Tragedy in Oman Sea: ઓમાનના દરિયામાં ગુજરાતી જહાજ ડૂબ્યું, સલાયાના બે ખલાસીઓના...

Tragedy in Oman Sea: ઓમાનના દરિયામાં ગુજરાતી જહાજ ડૂબ્યું, સલાયાના બે ખલાસીઓના કરુણ મોત, 12નો આબાદ બચાવ

0
94
Tragedy in Oman Sea
Tragedy in Oman Sea

Tragedy in Oman Sea: ઓમાનના દરિયાકાંઠે સર્જાયેલી એક ગંભીર દુર્ઘટનામાં ગુજરાતના સલાયાનું એક માલવાહક જહાજ ‘મહેબૂબ-એ-બુખારી’ (રજીસ્ટ્રેશન નંબર BDI 1415) દરિયાના મોજામાં સમાઈ ગયું છે. આ દુર્ઘટનામાં બે ગુજરાતી ખલાસીઓના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 12 ખલાસીઓને સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

Tragedy in Oman Sea

Tragedy in Oman Sea: શું હતી સમગ્ર ઘટના?

પ્રાપ્ત વિગતો અનુસાર, આ જહાજ ૩ જુલાઈના રોજ દુબઈથી જનરલ કાર્ગો ભરીને જીબુટી જવા માટે રવાના થયું હતું. મુસાફરી દરમિયાન જ્યારે જહાજ ઓમાનના દરિયામાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક હવામાન ખૂબ જ ખરાબ થઈ ગયું હતું. દરિયાના ઉછળતા મોજાં વચ્ચે જહાજના બંને મુખ્ય એન્જિન એકસાથે ફેઈલ થઈ ગયા હતા.

જહાજને બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થતાં અને જહાજ પાણીમાં ડૂબવા લાગતા, ટંડેલે સમયસૂચકતા વાપરીને તમામ ૧૪ ખલાસીઓને જીવ બચાવવા માટે દરિયામાં કૂદી પડવાનો આદેશ આપ્યો હતો.

Tragedy in Oman Sea: રેસ્ક્યુ ઓપરેશન અને જાનહાનિ

અત્યંત ખરાબ હવામાન અને દરિયાના મજબૂત કરંટ વચ્ચે ઓમાન નેવી અને અન્ય બે ભારતીય જહાજો—’અલ હાજી હસન’ અને ‘સફિના અલ નૂરે ઇલાહી’—દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સંયુક્ત ઓપરેશનમાં ૧૨ ખલાસીઓને હેમખેમ ઉગારી લેવામાં સફળતા મળી હતી, પરંતુ કમનસીબે સલાયાના બે ખલાસીઓ ગંઢાર યાસીન નૂરમામદ અને ઇમરાન ઇશાક ભાયાને બચાવી શકાયા ન હતા.

Tragedy in Oman Sea: વતન પરત લાવવા માટે સરકાર પાસે રજૂઆત

સલાયાના આ બે યુવાનોના નિધનથી તેમના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. હાલ તમામ મૃતદેહો અને બચી ગયેલા ૧૨ ખલાસીઓને ઓમાનના દુકમ નજીક એક ફિશિંગ જેટી પર લાવવામાં આવ્યા છે.

ઇન્ડિયન સેઇલિંગ વેસલ્સ એસોસિયેશનના સેક્રેટરી આદમ ભાયાએ આ અંગે વિદેશ મંત્રાલય અને સંબંધિત કચેરીઓને ઈમેલ દ્વારા જાણ કરી છે. તેમણે સરકાર પાસે માંગ કરી છે કે, મૃતદેહોને વતન પરત લાવવા, જીવિત ખલાસીઓની સુરક્ષિત ઘરવાપસી કરાવવા અને જરૂરી કાનૂની પ્રક્રિયામાં તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સેન્સેક્સ 238 પોઈન્ટના ઉછાળા સાથે 76,742 પર બંધ, રોકાણકારોમાં ઉત્સાહ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે