No Shed in Crematorium: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કનગામ ગામેથી વિકાસના દાવાઓ વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી છે. અહીંના રાઠોડ સમાજના સ્મશાન ગૃહમાં હજુ સુધી અંતિમ સંસ્કાર માટે શેડ (બંગલી)ની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

No Shed in Crematorium: શું હતી સમગ્ર ઘટના
વરસાદના કારણે મૃતદેહની અંતિમ વિધિ કરવા કે અગ્નિસંસ્કાર આપવામાં કલાકો સુધી રાહ જોવી પડે છે, જેના કારણે રાઠોડ સમાજના લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. દુઃખની આ ઘડીમાં પણ લોકોને મૂળભૂત સુવિધાઓ માટે વલખાં મારવા પડી રહ્યા છે.

આ બાબતે રાઠોડ સમાજના આગેવાનો અને ગ્રામજનોએ તંત્ર પાસે ઉગ્ર માંગ કરી છે કે, કનગામ ગામના સ્મશાનમાં વહેલી તકે પાકા શેડ (બંગલી)નું નિર્માણ કરવામાં આવે, જેથી ચોમાસા દરમિયાન કોઈ પણ પરિવારને મુશ્કેલી ન પડે અને મૃતકને સન્માનજનક રીતે અંતિમ વિદાય આપી શકાય.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુજરાતમાં મેઘમહેર: સિઝનનો કુલ વરસાદ ૨૪% , સુરત-નવસારીમાં આભ ફાટ્યું; માછીમારોને ૪ દિવસ દરિયો ન ખેડવા ચેતવણી




