Home State Gujarat Gujarat Rain Update:ગુજરાતમાં મેઘમહેર: સિઝનનો કુલ વરસાદ ૨૪% , સુરત-નવસારીમાં આભ ફાટ્યું;...

Gujarat Rain Update:ગુજરાતમાં મેઘમહેર: સિઝનનો કુલ વરસાદ ૨૪% , સુરત-નવસારીમાં આભ ફાટ્યું; માછીમારોને ૪ દિવસ દરિયો ન ખેડવા ચેતવણી

0
118

Gujarat Rain Update:ગુજરાતમાં ચોમાસું પૂરજોશમાં આગળ વધી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૮ જિલ્લાના ૧૯૫ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ ૨૨૨.૧૦ મિમી (સરેરાશ વરસાદના ૨૪.૪૪ ટકા) એ પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં જ રાજ્યમાં સરેરાશ ૩૬.૩૩ મિમી વરસાદ ખાબક્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને જનજીવન પ્રભાવિત કર્યું છે.

Gujarat Rain Update:દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: પલસાણામાં સૌથી વધુ ૧૮.૫ ઈંચ વરસાદ

Gujarat Rain Update

દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મુખ્ય શહેરો અને તાલુકાઓમાં નોંધાયેલો વરસાદ નીચે મુજબ છે:

  • પલસાણા (સુરત): ૪૬૨ મિમી (આશરે ૧૮.૫ ઈંચ) – રાજ્યમાં સૌથી વધુ
  • કામરેજ (સુરત): ૪૪૨ મિમી (આશરે ૧૭.૫ ઈંચ)
  • નવસારી શહેર: ૩૮૮ મિમી (આશરે ૧૫.૫ ઈંચ)
  • સુરત શહેર: ૩૫૮ મિમી (આશરે ૧૪ ઈંચ)

 ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર અને સ્થાનિક જનજીવન પર વ્યાપક અસર પડી છે.

Gujarat Rain Update:ડેમોમાં પાણીની બમ્પર આવક: ૨૫ જળાશયો હાઈ એલર્ટ અને એલર્ટ પર

Gujarat Rain Update

ઉપરવાસના ભારે વરસાદને પગલે રાજ્યની જળરાશિમાં મોટો વધારો થયો છે:

  • સરદાર સરોવર (નર્મદા ડેમ): કુલ ક્ષમતાના ૬૫.૨૭ ટકા ભરાઈ ચૂક્યો છે.
  • રાજ્યના ૨૦૬ જળાશયો: તમામ જળાશયોમાં સરેરાશ ૪૧.૦૫ ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો છે.
  • ડેમની સ્થિતિ: પાણીની ભારે આવકને કારણે ૧૧ ડેમ હાઈ એલર્ટ પર, ૪ ડેમ એલર્ટ પર અને ૧૦ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.

હવામાન વિભાગની આગાહી: ૮ થી ૧૧ જુલાઈ સુધી માછીમારો માટે ચેતવણી

હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને વિશેષ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે. ખરાબ હવામાન અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતાને પગલે ૮ થી ૧૧ જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની કડક સલાહ આપવામાં આવી છે.

યુદ્ધના ધોરણે રાહત કામગીરી: ૩,૩૧૫ ગામોમાં વીજળી પુનઃસ્થાપિત

ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે ખોરવાયેલા જનજીવનને પાટા પર લાવવા તંત્ર રાત-દિવસ કામ કરી રહ્યું છે:

  • બચાવ કામગીરી: કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યમાં ૧૨ NDRFની ટીમો અને ૨૭ SDRFની પ્લાટૂન તૈનાત કરી દેવામાં આવી છે.
  • વીજ પુરવઠો: ભારે પવન અને વરસાદથી પ્રભાવિત થયેલા ૩,૩૧૫ ગામોમાં વીજ કંપનીઓ દ્વારા વીજ પુરવઠો સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :સુરતમાં મેઘતાંડવ, 18 ઈંચ વરસાદે 85 વર્ષનો રેકોર્ડ તોડ્યો; 9 લોકોના મોત, 3400થી વધુ લોકોનું રેસ્ક્યુ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે