Home State Gujarat Patan Crime Update: સાંતલપુરના ડાલડી ગામે ખેતરમાંથી ઝડપાયો લીલા ગાંજાનો મોટો જથ્થો,...

Patan Crime Update: સાંતલપુરના ડાલડી ગામે ખેતરમાંથી ઝડપાયો લીલા ગાંજાનો મોટો જથ્થો, SOG અને પોલીસની સંયુક્ત કાર્યવાહી

0
114
Patan Crime Update
Patan Crime Update

Patan Crime Update: ગુજરાતમાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે, ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાંથી બિનકાયદેસર માદક પદાર્થના વાવેતરનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાંતલપુરના ડાલડી ગામે એસ.ઓ.જી. (SOG) અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે બાતમીના આધારે દરોડો પાડીને એક ખેતરમાંથી લીલા ગાંજાના છોડ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

Patan Crime Update: ખેતરમાંથી ₹3.92 લાખનો મુદ્દામાલ જપ્ત

મળતી માહિતી મુજબ, ડાલડી ગામની સીમમાં આવેલા એક ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરાયું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે એસ.ઓ.જી. અને સાંતલપુર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ખેતરમાં રેડ કરી હતી. તપાસ દરમિયાન ખેતરમાંથી 7.840 કિલોગ્રામ વજન ધરાવતા લીલા ગાંજાના 5 છોડ મળી આવ્યા હતા. પોલીસે આ લીલા ગાંજાના છોડ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹3.92 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Patan Crime Update: કોની થઈ ધરપકડ?

 આ ગેરકાયદેસર વાવેતર મામલે પોલીસે ખેતરના માલિક દાનાભાઈ આલાભાઈ ગણેશભાઈ કોલીની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપી પાસે ગાંજાનું વાવેતર કરવા માટે સરકાર કે તંત્ર તરફથી કોઈ પણ પ્રકારનો પાસ કે પરમિટ નહોતી. પ્રાથમિક તપાસ બાદ એફ.એસ.એલ. (FSL) ની ટીમને બોલાવી તપાસ કરાવતા આ છોડ નશીલા પદાર્થ ગાંજાના જ હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ હતી.

Patan Crime Update: ગાંજો પીવાની ટેવ હોવાથી કર્યું વાવેતર!

 પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી દાનાભાઈ કોલીએ ચોંકાવનારી કબૂલાત કરી છે. તેણે જણાવ્યું કે, તેને પોતે ગાંજો પીવાની (નશો કરવાની) કુટેવ હોવાથી તેણે પોતાના જ ખેતરમાં આ છોડ વાવી દીધા હતા. જોકે, આ પાછળ તેનો ઈરાદો માત્ર પોતાના નશા પૂરતો હતો કે પછી તે આ ગાંજો અન્ય લોકોને વેચવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

હાલમાં સાંતલપુર પોલીસે આ મામલે આરોપી વિરૂદ્ધ એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ નેટવર્કમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં તેની વધુ તપાસ શરૂ કરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ભાવનગરના ગરાજીયા ગામમાં સિંહનો આતંક, માલધારી પર હુમલો કરી અડધો કલાક હાથ જડબામાં રાખ્યો, ગામમાં ફફડાટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે