Home State Gujarat Anti-Snake Venom: ગુજરાતના સાપનું ઝેર બનશે ‘સંજીવની’, સર્પદંશથી થતા મૃત્યુ અટકાવવા રાજ્ય...

Anti-Snake Venom: ગુજરાતના સાપનું ઝેર બનશે ‘સંજીવની’, સર્પદંશથી થતા મૃત્યુ અટકાવવા રાજ્ય સરકારની ઐતિહાસિક પહેલ

0
97
Anti-Snake Venom
Anti-Snake Venom

Anti-Snake Venom: ગુજરાતમાં સર્પદંશ (સાપ કરડવા)ની સારવારને વધુ સચોટ અને અસરકારક બનાવવા માટે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એક ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે કાર્યરત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI) દ્વારા ગુજરાતના સ્થાનિક ઝેરી સાપોનું ‘ફ્રીઝ-ડ્રાઇડ’ (સુકવેલું) ઝેર તેલંગાણાની પ્રખ્યાત લાયસન્સ પ્રાપ્ત ફાર્મા કંપની મેસર્સ વિન્સ બાયોપ્રોડક્ટ્સ લિમિટેડને સોંપવામાં આવ્યું છે. આ ઝેરની મદદથી હવે ખાસ ગુજરાતના સાપો માટે પ્રદેશ-વિશિષ્ટ’ (Region-Specific) એન્ટી-સ્નેક વેનમ (રસી) તૈયાર કરવામાં આવશે, જે ટૂંક જ સમયમાં રાજ્યભરમાં ઉપલબ્ધ થઈ જશે.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં સર્પદંશથી થતા માનવ મૃત્યુના દરને નહિવત કરવાના ઉદ્દેશ્ય સાથે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કરાયો છે.” ધરમપુરનું આ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની કડક માર્ગદર્શિકા મુજબ વૈજ્ઞાનિક પદ્ધતિથી સાપોની જાળવણી અને ઝેર એકત્ર કરવાનું કામ કરે છે.

Anti-Snake Venom

Anti-Snake Venom: ચાર મુખ્ય ઝેરી સાપોનું ૬૮.૫૭ ગ્રામ ઝેર સોંપાયું

ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન (GFRF) હેઠળ સંચાલિત SRI દ્વારા કંપનીને કુલ ૬૮.૫૭ ગ્રામ હાઈ-ક્વોલિટી ઝેર સોંપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ‘બિગ ફોર’ એટલે કે ચાર સૌથી વધુ ઝેરી સાપોના ઝેરનો સમાવેશ થાય છે:

સાપની પ્રજાતિસોંપાયેલ ઝેરનું પ્રમાણ
ભારતીય નાગ (Indian Cobra)૩૩.૩૭ ગ્રામ
ખડચિતળો (Russell’s Viper)૩૦.૮૨ ગ્રામ
કાળોતરો (Common Krait)૨.૬૭ ગ્રામ
ફુરસા (Saw-scaled Viper)૧.૭૧ ગ્રામ
Anti-Snake Venom

Anti-Snake Venom: શા માટે ‘ગુજરાત સ્પેશિયલ’ રસી જરૂરી છે?

તબીબી નિષ્ણાતોના મતે, એક જ પ્રજાતિના સાપનું ઝેર પણ તેના ભૌગોલિક વિસ્તાર, આબોહવા અને ખોરાકના આધારે બદલાય છે. અત્યાર સુધી ગુજરાતમાં વપરાતી મોટાભાગની એન્ટી-વેનમ રસીઓ અન્ય રાજ્યોના સાપોના ઝેરમાંથી બનેલી હોવાથી તે ગુજરાતના દર્દીઓ પર હંમેશા સંપૂર્ણ અસરકારક સાબિત થતી નથી.

Anti-Snake Venom

પ્રદેશ-વિશિષ્ટ રસીના ફાયદા:

  • વધુ અસરકારક પરિણામ: સ્થાનિક સાપોના ઝેરથી બનતી હોવાથી દર્દીના શરીર પર તે ત્વરિત અસર કરશે.
  • ઓછો ડોઝ: રસી અત્યંત સચોટ હોવાના કારણે દર્દીને ઓછા ઇન્જેક્શન (ડોઝ) આપવા પડશે.
  • અંગોની સુરક્ષા: સર્પદંશના કારણે થતા ઓર્ગન ફેઇલ્યોર (કિડની કે અન્ય અંગો ફેઇલ થવા) જેવી ગંભીર સ્થિતિનું જોખમ નોંધપાત્ર રીતે ઘટશે.

SRIના વાઇસ ચેરમેન ડૉ. ડી.સી. પટેલે જણાવ્યું કે, આ રસી બનાવવા માટે સમગ્ર ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાંથી ઝેરી સાપો લાવીને આ ઝેર વૈજ્ઞાનિક પદ્ધતિથી એકત્ર કરવામાં આવ્યું છે.

Anti-Snake Venom

Anti-Snake Venom: વર્ષ ૨૦૩૦ સુધીનો રાષ્ટ્રીય લક્ષ્યાંક થશે સિદ્ધ

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ‘નેશનલ એક્શન પ્લાન ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ સ્નેકબાઇટ એન્વેનોમિંગ’ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્લાન અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશમાં સર્પદંશથી થતા મૃત્યુમાં ૫૦ ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે. ગુજરાત સરકારની આ પ્રદેશ-વિશિષ્ટ એન્ટી-સ્નેક વેનમની પહેલ આ રાષ્ટ્રીય સ્વપ્નને સાકાર કરવામાં દેશભરમાં પથદર્શક સાબિત થશે.

Anti-Snake Venom

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાત પર મેઘરાજાનો પ્રકોપ, ૨૪ કલાકમાં ૧૬૪ તાલુકા તરબતર, અમરેલીમાં ૨૭ ઇંચ સાથે જળબંબોળ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે