Home State Gujarat Dahod Highway Horror: લીમખેડા પાસે હિંસક અકસ્માત, MGVCLની સેવામાં કાર્યરત બોલેરોને આઇસરે...

Dahod Highway Horror: લીમખેડા પાસે હિંસક અકસ્માત, MGVCLની સેવામાં કાર્યરત બોલેરોને આઇસરે ટક્કર મારતા ચાલકનું કમકમાટીભર્યું મોત

0
98
Dahod Highway Horror
Dahod Highway Horror

Dahod Highway Horror: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાંથી એક અત્યંત ચકચારી અને ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર પુરઝડપે દોડતા એક અજાણ્યા આઇસર ટ્રકના ચાલકે જીવલેણ અકસ્માત સર્જ્યો છે. આ અકસ્માતમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) ની સેવામાં ચોવીસ કલાક કાર્યરત એવી ખાનગી બોલેરો ગાડીને જોરદાર ટક્કર વાગતા ગાડી પલટી ખાઈ ગઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં બોલેરો ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જેને પગલે સ્થાનિક પંથકમાં અને વીજ કંપનીના સ્ટાફમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

Dahod Highway Horror

Dahod Highway Horror: પાલ્લી ગામે હડફ નદીના પુલ પાસે સર્જાયો કાળમુખો અકસ્માત

મળતી વિગતો અનુસાર, આ કાળમુખો અકસ્માત લીમખેડા નજીક ઇન્દોર-અમદાવાદ હાઈવે પર આવેલા પાલ્લી ગામે હડફ નદીના પુલ પાસે સર્જાયો હતો. MGVCL (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ) દ્વારા તાકીદની સેવાઓ અને જાળવણીના કામો માટે એક ખાનગી બોલેરો ગાડી ૨૪ કલાક માટે રિકવીઝીટ (ભાડે) કરીને ઉપયોગમાં લેવામાં આવતી હતી. આ ગાડી લઈને તેના ચાલક ફરજ પર હતા, ત્યારે જ સામેથી કાળ બનીને આવી રહેલા એક આઇસર ચાલકે હાઈવે પર કહેર વર્તાવ્યો હતો.

Dahod Highway Horror

Dahod Highway Horror: પુરઝડપે આવતા આઇસરે બોલેરોને ફંગોળી, ચાલકનું મોત

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હાઈવે પરથી પસાર થઈ રહેલી MGVCLની આ બોલેરો ગાડીને એક અજાણ્યા આઇસર ચાલકે પોતાના વાહનને ગફલતભરી અને પુરઝડપે હંકારી આવીને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બોલેરો ગાડી હવામાં ફંગોળાઈને રોડ પર જ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરોનો કુરચો બોલી ગયો હતો.

આ અકસ્માતમાં બોલેરો ચાલક દલાભાઈ બારીયાને શરીરે અને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં વધારે પડતું લોહી વહી જવાને કારણે દલાભાઈ બારીયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક દલાભાઈ લાંબા સમયથી MGVCLની આ રિકવીઝીટ કરેલી ગાડીના ડ્રાઈવર તરીકે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા હતા.

Dahod Highway Horror: અકસ્માત સર્જીને આઇસર ચાલક ફરાર, પોલીસ તપાસ શરૂ

માનવતાને શરમાવે તેવી બાબત એ રહી કે, અકસ્માત સર્જ્યા બાદ આઇસરનો અજાણ્યો ચાલક ઇજાગ્રસ્ત ડ્રાઈવરની મદદ કરવાને બદલે પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી પલાયન થઈ ગયો હતો. હાઈવે પર અકસ્માતને પગલે સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને આ અંગે લીમખેડા પોલીસને જાણ કરી હતી.

ઘટનાની માહિતી મળતા જ લીમખેડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક દલાભાઈ બારીયાના શવને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ મામલે લીમખેડા પોલીસે અજાણ્યા આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, હાઈવે પરના સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની તપાસ અને ચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે. ફરજ દરમિયાન ડ્રાઈવરના આવા આકસ્મિક મોતના કારણે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 આવાસ યોજનાના છઠ્ઠા માળેથી કૂદીને ધોરણ-7ની વિદ્યાર્થિનીનો આપઘાત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે