HomeDeshPM Modi & Trump Chemistry: ટ્રમ્પ વર્ષ 2027ની શરૂઆતમાં ભારત આવશે: વિદેશ...

PM Modi & Trump Chemistry: ટ્રમ્પ વર્ષ 2027ની શરૂઆતમાં ભારત આવશે: વિદેશ મંત્રી માર્કો રુબિયોની જાહેરાત; હૈદરાબાદમાં બન્યો ‘ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ’

PM Modi & Trump Chemistry: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષ 2027ની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવી શકે છે. હૈદરાબાદમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ મહત્વની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની વૈશ્વિક ભૂમિકાના ભારોભાર વખાણ કરતા રુબિયોએ જણાવ્યું હતું કે, “અમે વડાપ્રધાન મોદી અને તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યોના ખૂબ મોટા પ્રશંસક છીએ.”

ડોનાલ્ડ ટ્રમ્પની આ બીજી ભારત યાત્રા હશે. આ પહેલાં તેઓ વર્ષ 2020માં અમદાવાદ ખાતે આયોજિત ઐતિહાસિક ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ અંતર્ગત ભારત આવ્યા હતા.

PM Modi & Trump Chemistry

PM Modi & Trump Chemistry: હૈદરાબાદમાં ‘ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ’: ટ્રમ્પે કહ્યું- “ધન્યવાદ ભારત!”

ભારત પ્રત્યેનો પોતાનો સ્નેહ વ્યક્ત કરતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હૈદરાબાદમાં યુએસ કોન્સ્યુલેટ નજીકના રસ્તાનું નામ બદલીને ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ’ રાખવા બદલ ભારત સરકારનો આભાર માન્યો છે.

તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર ખુશી વ્યક્ત કરતા લખ્યું:

“ભારતના હૈદરાબાદમાં નવું ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ. હું આ રીતે સન્માનિત થનાર પ્રથમ યુએસ રાષ્ટ્રપતિ છું. આભાર!”

PM Modi & Trump Chemistry: ટ્રમ્પની આગામી ભારત મુલાકાતના 4 મુખ્ય એજન્ડા

આ હાઈ-પ્રોફાઈલ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ડિફેન્સથી લઈને AI સુધીના ક્ષેત્રોમાં મોટા કરારો થઈ શકે છે:

  1. ટ્રેડ ડીલ અને ટેરિફ: બંને દેશો એક મુખ્ય દ્વિપક્ષીય વેપાર કરાર (BTA)ની ખૂબ નજીક છે. ટ્રમ્પની નવી ટેરિફ નીતિઓ અને ભારતીય માલ પરના ટેક્સ ઘટાડવા અંગે સીધી ચર્ચા થશે.
  2. ડિફેન્સ અને મિલિટરી ડીલ: ‘ભારત-યુએસ કોમ્પેક્ટ’ હેઠળ અત્યાધુનિક શસ્ત્રોના ઉત્પાદન અને ટેકનોલોજી શેરિંગ પર મહોર વાગશે.
  3. ભવિષ્યની ટેકનોલોજી (AI): આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર્સ અને સુરક્ષિત ગ્લોબલ સપ્લાય ચેઇનના નિર્માણ પર સંયુક્ત વ્યુહરચના ઘડાશે.
  4. વૈશ્વિક સુરક્ષા: મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપિત કરવા અને બંને દેશોના સુરક્ષા હિતોના રક્ષણ માટે રોડમેપ તૈયાર કરાશે.

PM Modi & Trump Chemistry: મોદી-ટ્રમ્પ દોસ્તીના 10 વર્ષ: 9 ઐતિહાસિક મુલાકાતો

છેલ્લા એક દાયકામાં બંને વૈશ્વિક નેતાઓ 9 વખત એકબીજાને મળ્યા છે:

  • જૂન 2017: વ્હાઇટ હાઉસ (વોશિંગ્ટન) માં પ્રથમ મુલાકાત.
  • જુલાઈ 2017: જર્મનીમાં G20 સમિટ દરમિયાન.
  • નવેમ્બર 2017: ફિલિપાઇન્સમાં ASEAN સમિટ દરમિયાન.
  • જૂન 2019: જાપાનમાં G20 સમિટ.
  • સપ્ટેમ્બર 2019: હ્યુસ્ટનમાં ઐતિહાસિક હાઉડી મોદી’ કાર્યક્રમ.
  • ડિસેમ્બર 2019: લંડનમાં નાટો સમિટ દરમિયાન.
  • ફેબ્રુઆરી 2020: ટ્રમ્પની પ્રથમ ભારત મુલાકાત (નમસ્તે ટ્રમ્પ’, અમદાવાદ).
  • ફેબ્રુઆરી 2025: ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆત બાદ વ્હાઇટ હાઉસમાં પ્રથમ બેઠક.
  • જૂન 2026: ફ્રાન્સના એવિયનમાં આયોજિત 52મી G7 સમિટ દરમિયાન તાજેતરની મુલાકાત.

G7 સમિટમાં ટ્રમ્પની ગર્જના: “વ્હાઇટ હાઉસમાં મોદીનો પાકો મિત્ર બેઠો છે”

PM Modi & Trump Chemistry

હાલમાં જ ફ્રાન્સના એવિયનમાં યોજાયેલી G7 સમિટ દરમિયાન ટ્રમ્પે પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું હતું કે, “જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી વ્હાઇટ હાઉસમાં મોદીના હંમેશા સારા મિત્ર હાજર રહેશે. જો ભારત કે મોદી પર કોઈ આફત આવશે, તો અમે તેમની પડખે ઊભા રહીશું.” તેમણે મોદીને એક ‘શાંત છતાં પ્રબળ નેતા’ ગણાવ્યા હતા.

મોદીએ ભારતીય નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો

આ જ સમિટમાં યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ સમુદ્રમાં ભારતીય નાવિકોની સલામતીનો મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી કે ઈરાન સાથેના કરારના માળખામાં ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરાશે અને વૈશ્વિક વેપાર માટે ‘હોર્મુઝ સ્ટ્રેટ’ ખુલ્લું રહેશે. પીએમ મોદીએ પશ્ચિમ એશિયામાં શાંતિ લાવવાના ટ્રમ્પના પ્રયાસો અને નેતૃત્વની મુક્તમને પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો :કુદરતનો બેવડો માર: MP-ઝારખંડમાં વીજળી પડવાથી 16નાં મોત, ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું; 6 રાજ્યોમાં હજુ પણ કાળઝાળ ગરમી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments