HomeVideshCrisis in Venezuela: વેનેઝુએલામાં કુદરતનો પ્રકોપ, 7.2 અને 7.5ની તીવ્રતાના બે જોડિયા...

Crisis in Venezuela: વેનેઝુએલામાં કુદરતનો પ્રકોપ, 7.2 અને 7.5ની તીવ્રતાના બે જોડિયા ભૂકંપથી ભારે તબાહી; 10,000થી વધુ લોકોના મોતના ડર વચ્ચે રાષ્ટ્રીય કટોકટી જાહેર

Crisis in Venezuela: વેનેઝુએલામાં બુધવારે સાંજે (ભારતીય સમય અનુસાર ગુરુવારે સવારે) કુદરતે ભારે કેર વર્તાવ્યો છે. દેશમાં બેક-ટુ-બેક 7.2 અને 7.5ની પ્રચંડ તીવ્રતાના બે જોડિયા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ વિનાશક ધરતીકંપના કારણે અનેક બહુમાળી ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે. અમેરિકી જિયોલોજિકલ સર્વે (USGS)ના પ્રારંભિક અંદાજ મુજબ, આ આપત્તિમાં 10,000થી વધુ લોકોના મોતના 44% અને 1,00,000થી વધુ લોકોના મોતના 30% જેટલી ભયાનક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વેનેઝુએલાના 126 વર્ષના ઇતિહાસમાં આ સૌથી મોટો ભૂકંપ માનવામાં આવી રહ્યો છે.

Crisis in Venezuela

Crisis in Venezuela: 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, રાજધાની ધ્રૂજી ઊઠી

ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજધાની કારાકાસથી આશરે 290 કિલોમીટર પશ્ચિમમાં નોંધાયું હતું. પહેલા 7.2 અને તેનાથી બચવાની તક મળે તે પહેલાં જ થોડી સેકન્ડોમાં 7.5ની તીવ્રતાનો બીજો મોટો આંચકો આવ્યો હતો. આ પહેલા વર્ષ 1900માં દેશમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પ્રચંડ આંચકાના કારણે કારાકાસ સહિતના મુખ્ય શહેરો હચમચી ગયા છે અને માઇકેટિયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટની છતનો એક ભાગ તૂટી પડ્યો છે, જેના કારણે એરપોર્ટને હાલ પૂરતું બંધ કરી દેવાયું છે.

Crisis in Venezuela

Crisis in Venezuela: કાર્યકારી રાષ્ટ્રપતિ દ્વારા ‘નેશનલ ઇમરજન્સી’ જાહેર

પરિસ્થિતિની ગંભીરતાને જોતા વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે તાત્કાલિક દેશભરમાં રાષ્ટ્રીય કટોકટી (National Emergency) જાહેર કરી દીધી છે. તેમણે તમામ ડોક્ટરો અને નર્સોને હોસ્પિટલોમાં હાજર થઈ જવા અને ઘાયલોની સારવાર શરૂ કરવા આદેશ આપ્યો છે. રાષ્ટ્રને સંબોધિત કરતા તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી, જો કે સરકારે હજી સુધી સત્તાવાર રીતે કુલ મૃત્યુઆંક જાહેર કર્યો નથી.

Crisis in Venezuela

Crisis in Venezuela: બચાવ કામગીરી યુદ્ધના ધોરણે: કાટમાળ નીચે જિંદગીની શોધ

ભૂકંપથી સૌથી વધુ અસર લા ગુઆઈરા રાજ્યમાં થઈ છે, જ્યાં નેશનલ એસેમ્બલીના પ્રમુખ જોર્જ રોડ્રિગ્ઝના જણાવ્યા મુજબ ઓછામાં ઓછી 15 ઇમારતો સંપૂર્ણ જમીનદોસ્ત થઈ ગઈ છે.

  • કારાકાસમાં ત્રણના મોત: રાજધાનીના બરુતા નગરપાલિકા વિસ્તારમાં કાટમાળમાંથી 3 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે બાકીના લોકોને સુરક્ષિત બહાર કઢાયા છે.
  • 18 લોકોનો આબાદ બચાવ: ચાકાઓ વિસ્તારના મેયર ગુસ્તાવો ડુકે જણાવ્યું કે 500થી વધુ બચાવકર્મીઓ રાત-દિવસ કામ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં 18 લોકોને કાટમાળમાંથી જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાના હૃદયદ્રાવક વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
Crisis in Venezuela

Crisis in Venezuela: ગૃહમંત્રીની અપીલ: ખુલ્લા મેદાનમાં રહો, આફ્ટરશોકનો ખતરો

ગૃહમંત્રી ડિઓસદાદો કાબેલોએ જનતાને અત્યંત સાવધ રહેવા અને ઇમારતો, મોટા વૃક્ષો કે વીજળીના થાંભલાથી દૂર ખુલ્લા મેદાનમાં રહેવા અપીલ કરી છે. મુખ્ય ભૂકંપ બાદ પણ નાના આંચકા (આફ્ટરશોક્સ) આવી રહ્યા હોવાથી નબળી પડેલી ઇમારતો ધરાશાયી થવાનો ભય સેવાઈ રહ્યો છે.

Crisis in Venezuela

Crisis in Venezuela: શા માટે આ ભૂકંપ આટલો ખતરનાક નીવડ્યો?

વૈજ્ઞાનિક માપદંડ અનુસાર, 7.5ની તીવ્રતાનો ભૂકંપ 6.5ની સરખામણીએ પૃથ્વીને 32 ગણી વધુ તાકાતથી હલાવે છે. જ્યારે આવા શક્તિશાળી ભૂકંપનું કેન્દ્ર કોઈ મોટા શહેરની નજીક હોય, ત્યારે મોટી ઇમારતો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તે જડમૂળથી હલાવી નાખે છે, જે વેનેઝુએલામાં જોવા મળ્યું છે.

Crisis in Venezuela
Crisis in Venezuela

Crisis in Venezuela: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મદદનો હાથ લંબાવ્યો

આ વૈશ્વિક આપત્તિના સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાને શક્ય તમામ મદદ પૂરી પાડવાની મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે:

Screenshot 2026 06 25 104823 1

“યુનાઇટેડ સ્ટેટ્સ સંપૂર્ણપણે તૈયાર અને મદદ કરવા સક્ષમ છે. મેં મારી સરકારની તમામ એજન્સીઓને તાત્કાલિક રાહત સામગ્રી સાથે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો છે. અમે આ મુશ્કેલ સમયમાં અમારા નવા અને સારા મિત્રોની સાથે મજબૂતાઈથી ઊભા રહીશું.”

અમેરિકા ઉપરાંત વિશ્વના અન્ય ઘણા દેશોએ પણ વેનેઝુએલા સરકારનો સંપર્ક સાધીને સંવેદના વ્યક્ત કરી છે અને મદદની ખાતરી આપી છે. હાલમાં સમગ્ર દેશમાં આક્રમક બચાવ અભિયાન ચાલી રહ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 ICC રેન્કિંગમાં ‘કિંગ’નું સ્થાન ‘પ્રિન્સે’ લીધું! શુભમન ગિલ વનડેમાં બીજા નંબરે, મેટ હેનરીએ 36 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments