Home Desh Big Relief for Graduates: GPSCની ભરતીમાં ઐતિહાસિક ફેરફારની તૈયારી, ક્લાસ-1 અને 2...

Big Relief for Graduates: GPSCની ભરતીમાં ઐતિહાસિક ફેરફારની તૈયારી, ક્લાસ-1 અને 2 માટે હવે અનુભવની જરૂર નહીં, કોઈપણ સ્નાતક આપી શકશે પરીક્ષા

0
137
Big Relief for Graduates
Big Relief for Graduates

Big Relief for Graduates: ગુજરાત સરકાર દ્વારા રાજ્યની વહીવટી સેવાઓની ભરતી પ્રક્રિયામાં એક બહુ મોટો અને ઐતિહાસિક ફેરફાર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વહીવટી અધિકારી વર્ગ-1 અને વર્ગ-2ની સીધી ભરતીમાં અત્યાર સુધી જે વર્ષોના અનુભવની (Experience) ફરજિયાત શરત હતી, તેને હવે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી શકે છે. આ ફેરફારથી રાજ્યના લાખો સ્નાતક (Graduate) યુવાનો માટે ક્લાસ-1 અને ક્લાસ-2 અધિકારી બનવાના દરવાજા ખૂલી જશે.

સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા તમામ 27 વિભાગોના અધિક મુખ્ય સચિવો (ACS)ને આ અંગે એક મહત્વનો પત્ર લખવામાં આવ્યો છે, જેમાં ભરતીના નિયમોમાં સુધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

Big Relief for Graduates

Big Relief for Graduates: શું છે વર્તમાન નિયમ અને શું થશે ફેરફાર?

હાલના નિયમો મુજબ વહીવટી સેવાઓમાં સીધી ભરતી માટે અનુભવ હોવો અનિવાર્ય છે, જેમાં આગામી સમયમાં મોટો બદલાવ આવી શકે છે:

સંવર્ગ (Category)હાલનો નિયમ (વર્તમાન અનુભવ)પ્રસ્તાવિત નવો નિયમ
વર્ગ-1 (Class-1)5 વર્ષનો ફરજિયાત અનુભવકોઈપણ અનુભવની જરૂર નથી (માત્ર સ્નાતક)
વર્ગ-2 (Class-2)3 વર્ષનો ફરજિયાત અનુભવકોઈપણ અનુભવની જરૂર નથી (માત્ર સ્નાતક)

મુખ્ય પ્રસ્તાવ: આ ફેરફાર લાગુ થતાં જ કોઈપણ પ્રવાહના સ્નાતક (Any Graduate) ઉમેદવાર આ પ્રતિષ્ઠિત પદો માટે લાયક ગણાશે. આ ઉપરાંત, GPSC દ્વારા લેવામાં આવતી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Combined Competitive Exam)માં જ આ બંને સંવર્ગોની ભરતીનો સમાવેશ કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

Big Relief for Graduates

Big Relief for Graduates: સરકારનો તર્ક: ભરતી ઝડપી બનશે અને ભારણ ઘટશે

સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા GPSCને પણ આ નિર્ણય અંગે માહિતગાર કરવામાં આવ્યું છે. સરકાર વતી આ ફેરફાર પાછળ મુખ્ય ત્રણ તર્ક રજૂ કરવામાં આવ્યા છે:

  • ભરતી સંસ્થાઓ પરનું ભારણ ઘટાડવું: અલગ-અલગ પરીક્ષાઓના બદલે સંયુક્ત પરીક્ષાથી સમય અને સંસાધનો બચશે.
  • નિયમિત ભરતી પ્રક્રિયા: દર વર્ષે નિયમિત અંતરે ભરતીઓ યોજી શકાશે.
  • ખાલી જગ્યાઓ ઝડપથી ભરાશે: લાંબા સમયથી અનુભવી ઉમેદવારો ન મળવાને કારણે ખાલી રહેલી જગ્યાઓ હવે ઝડપથી ભરી શકાશે.

નવા નિયમો માટે GAD એ તમામ વિભાગો પાસેથી સુધારાની દરખાસ્તો મંગાવી છે, જે આવ્યા બાદ સત્તાવાર જાહેરનામું બહાર પડી શકે છે.

Big Relief for Graduates: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ઉઠાવ્યા સવાલો

સરકારના આ પ્રસ્તાવ સામે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા સરકાર અને GPSC સામે કેટલાક ગંભીર સવાલો ઊભા કર્યા છે.

  • અનુભવ દૂર કરવાનું કારણ શું?: યુવરાજસિંહે જણાવ્યું કે, પ્રથમ નજરે આ નિર્ણય લાખો યુવાનોને તક આપનારો અને લાભદાયી જણાય છે, પરંતુ જો અગાઉ ક્લાસ 1-2 જેવા જવાબદારીભર્યા પદો માટે અનુભવ જરૂરી હતો, તો હવે અચાનક તેને શા માટે દૂર કરાઈ રહ્યો છે તેની સ્પષ્ટતા સરકારે કરવી જોઈએ.
  • તંત્રની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ?: તેમણે આરોપ લગાવ્યો કે, સમયસર પરીક્ષાઓ લેવામાં નિષ્ફળ નીવડેલા તંત્રએ પોતાની ખામીઓ સુધારવાને બદલે શોર્ટકટ તરીકે અનુભવનો નિયમ જ હટાવી દીધો છે.
  • માત્ર ફોર્મ નહીં, પારદર્શિતાની ગેરંટી આપો: “નિયમો બદલાય તેમાં વાંધો નથી, પરંતુ યુવાનો પાસે માત્ર વધુ ફોર્મ ભરાવી ફી ઉઘરાવવાના બદલે સમયસર ભરતી, પારદર્શક પરીક્ષા પદ્ધતિ અને કૌભાંડમુક્ત પરિણામોની ગેરંટી આપવી વધુ જરૂરી છે,” તેમ યુવરાજસિંહે ઉમેર્યું હતું અને આ મામલે ખુલાસાની માંગ કરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 જામનગરમાં ફાયર વિભાગનું મોટું ઓપરેશન: લખનઉ અગ્નિકાંડ બાદ મનપા એક્શન મોડમાં, બે ટ્યુશન ક્લાસીસ સીલ!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે