Home State Gujarat High Drama in Borsad Nagarpalika: બોરસદ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં ભારે ધમાસણ...

High Drama in Borsad Nagarpalika: બોરસદ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં ભારે ધમાસણ ચર્ચા વગર માત્ર 5 જ મિનિટમાં 37 કામો મંજૂર કરાતા વિપક્ષનો હોબાળો

0
119
High Drama in Borsad Nagarpalika

High Drama in Borsad Nagarpalika: બોરસદ નગરપાલિકાની આજે યોજાયેલી પ્રથમ સામાન્ય સભાની શરૂઆત જ ભારે વિવાદ અને ધમાસણ સાથે થઈ છે. સભામાં સત્તાધારી પક્ષ દ્વારા લોકશાહીના લીરેલીરા ઉડાડીને એજન્ડાના કામો પર કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વિના, માત્ર પાંચ જ મિનિટમાં બહુમતીના જોરે તમામ કામો મંજૂર કરી દેવાતા વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે સત્તાધારી જૂથ દ્વારા લોકશાહીનું સરેઆમ હનન કરવામાં આવ્યું છે.

High Drama in Borsad Nagarpalika: શું છે સમગ્ર મામલો?

બોરસદ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભાને લઈને ભારે ઉત્સુકતા હતી. આ સભાના એજન્ડામાં કુલ 37 જેટલા વિકાસલક્ષી અને વહીવટી કામો સામેલ કરવામાં આવ્યા હતા. નિયમ મુજબ આ તમામ કામો પર વિસ્તૃત ચર્ચા-વિચારણા થવી જરૂરી હતી. પરંતુ, સભા શરૂ થતાંની સાથે જ સત્તાધારી જૂથે વિપક્ષને બોલવાની કે ચર્ચા કરવાની કોઈ તક આપી ન હતી.

માત્ર 5 જ મિનિટના ટૂંકા ગાળામાં સત્તાધારી જૂથે પોતાની બહુમતીના જોરે એજન્ડાના તમામ 37 કામોને વાંચ્યા કે ચર્ચા કર્યા વગર જ સીધા મંજૂર કરી દીધા હતા. એટલું જ નહીં, કામો મંજૂર જાહેર કરી સત્તાધારી પક્ષના કાઉન્સિલરો તાબડતોબ બેઠકખંડ છોડીને બહાર નીકળી ગયા હતા.

High Drama in Borsad Nagarpalika: વિરોધ પક્ષે મચાવ્યો હોબાળો, લગાવ્યા ગંભીર આક્ષેપો

High Drama in Borsad Nagarpalika

સત્તાધારી પક્ષના આ વલણને પગલે વિપક્ષી કાઉન્સિલરો લાલઘૂમ થઈ ગયા હતા અને બેઠકખંડમાં જ જોરદાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. વિપક્ષના નેતાઓ અને કાઉન્સિલરોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પ્રજાના પ્રશ્નો અને નગરપાલિકાના કામો પર ચર્ચા કરવી એ લોકશાહી પ્રક્રિયાનો ભાગ છે, પરંતુ અહીં લોકશાહીની અવગણના કરવામાં આવી છે. તેમણે તમામ 37 કામો પર ફરીથી વિસ્તૃત ચર્ચા કરવાની માંગ ઉઠાવી છે.

High Drama in Borsad Nagarpalika: બાઈટ (નિવેદન): અમીર મલેક (કાઉન્સિલર)

High Drama in Borsad Nagarpalika

આજે બોરસદ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા હતી, જેમાં પ્રજાના હિતના અને વિકાસના 37 જેટલા કામો એજન્ડા પર હતા. વિપક્ષ તરીકે અમે આ કામો પર યોગ્ય ચર્ચા કરવા માંગતા હતા. પરંતુ સત્તાધારી જૂથે લોકશાહીનું હનન કરીને, માત્ર 5 જ મિનિટમાં કોઈ પણ મુદ્દાનું વાંચન કે ચર્ચા કર્યા વગર બહુમતીના જોરે તમામ કામો પાસ કરી દીધા અને સભા આટોપીને ભાગી ગયા. આ પ્રજા સાથે અને લોકશાહી પ્રક્રિયા સાથે બહુ મોટો અન્યાય છે. અમે આ મનસ્વી વહીવટનો સખત વિરોધ કરીએ છીએ અને તમામ કામો પર વિસ્તૃત ચર્ચાની માંગ કરીએ છીએ.”

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદમાં સ્પીડનો કહેર, ગરીબનગર ચાર રસ્તા પર બેકાબૂ હેરિયર કારે અનેક વાહનોને લીધા અડફેટે; ૧૬ વર્ષના સગીરનું મોત, ૬ ઇજાગ્રસ્ત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે