HomeGujaratBanaskantha Road Mishap: બનાસકાંઠા અકસ્માત: પાલનપુર-અમદાવાદ હાઇવે પર ઊભેલી ટ્રક પાછળ બાઈક...

Banaskantha Road Mishap: બનાસકાંઠા અકસ્માત: પાલનપુર-અમદાવાદ હાઇવે પર ઊભેલી ટ્રક પાછળ બાઈક ઘૂસી, એક યુવકનું કરુણ મોત, અન્ય એક ગંભીર

Banaskantha Road Mishap: બનાસકાંઠા જિલ્લાના હાઇવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. પાલનપુર-અમદાવાદ નેશનલ હાઇવે પર કાણોદર અને વાસણા પાટિયા પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. રોડ કિનારે ઊભેલી આઇસર ટ્રક પાછળ પુરપાટ ઝડપે આવી રહેલી બાઈક ધડાકાભેર ઘૂસી જતાં એક યુવકનું ઘટનાસ્થળે જ કાળમુખું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘવાયો છે.

Banaskantha Road Mishap: ઊભેલી આઇસર ટ્રક બની કાળ, બાઈકનો કૂચડો બોલી ગયો

મળતી વિગતો મુજબ, પાલનપુર-અમદાવાદ હાઇવે પર કાણોદર અને વાસણા પાટિયા વચ્ચે એક આઇસર ટ્રક રોડની સાઈડમાં ઊભેલી હતી. દરમિયાન હાઇવે પરથી પસાર થઈ રહેલા બાઈક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અથવા અંધારા કે અન્ય કોઈ કારણસર ઊભેલી ટ્રક ન દેખાતા બાઈક સીધી આઇસરની પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઈ હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા. બાઈક સવાર બે યુવકોમાંથી એક યુવકને શરીરે અને ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

Banaskantha Road Mishap: અન્ય એક યુવકને માથામાં ગંભીર ઈજા, હોસ્પિટલ ખસેડાયો

Banaskantha Road Mishap

આ દુર્ઘટનામાં બાઈક પર સવાર બીજા યુવકને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત યુવકને તાકીદે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

પોલીસની કાર્યવાહી: ઘટનાની જાણ થતાં જ પાલનપુર તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક યુવકના શવને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે અને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હાઇવે પર અકસ્માતના પગલે થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા જેને પોલીસે હળવો કરાવ્યો હતો

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: છોટાઉદેપુર બ્રેકિંગ પાવી જેતપુરના રતનપુરમાં ૧૧ વર્ષની બાળકી પર દીપડાનો જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments