HomeGandhinagarInterstate Liquor Racket Busted: કલોલ હાઈવે પર ફિલ્મી દ્રશ્યો, કિયા સેલ્ટોસ કારને...

Interstate Liquor Racket Busted: કલોલ હાઈવે પર ફિલ્મી દ્રશ્યો, કિયા સેલ્ટોસ કારને કોર્ડન કરી ₹૧૩.૭૯ લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના બે બૂટલેગરો ઝડપાયા!

Interstate Liquor Racket Busted: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં પોલીસે બાતમીના આધારે ધેંધુ ગામ નજીક હનુમાનજી મંદિર પાસે વોચ ગોઠવીને રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહેલી એક લક્ઝુરિયસ કિયા સેલ્ટોસ કારને ફિલ્મી ઢબે ચારેય તરફથી ઘેરી લીધી હતી. પોલીસે કારમાંથી ૨,૦૦૦થી વધુ દારૂ અને બિયરની બોટલોનો મોટો જથ્થો જપ્ત કરી રાજસ્થાનના બે રીઢા બૂટલેગરોની ધરપકડ કરી છે. કાર અને મોબાઈલ સહિત કુલ ₹૧૩.૭૯ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે આંતરરાજ્ય દારૂની હેરાફેરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

Interstate Liquor Racket Busted

Interstate Liquor Racket Busted: હનુમાનજી મંદિર પાસે કડક નાકાબંધી અને ફિલ્મી ચેઝિંગ

કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.જે.ગઢવીની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ચોક્કસ વિગત મળી હતી કે, ગોઝારીયા તરફથી એક કિયા સેલ્ટોસ ગાડીમાં પાસ-પરમિટ વગરનો ગેરકાયદેસર વિદેશી દારૂ ભરીને બાલવા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમી મળતા જ પોલીસ તુરંત એક્શનમાં આવી હતી અને ધેંધુ ચોકડીથી ધેંધુ ગામ વચ્ચેના રોડ પર હનુમાનજી મંદિર પાસે ચુસ્ત નાકાબંધી ગોઠવી દીધી હતી.

થોડી જ વારમાં ગોઝારીયા તરફથી પૂરપાટ ઝડપે આવતી શંકાસ્પદ કિયા કારને જોઈ પોલીસે ખાનગી વાહનો આડા ઉતારી રસ્તો બ્લોક કરી દીધો હતો અને કારને ચારેય તરફથી કોર્ડન કરી લીધી હતી. પોલીસે કારમાંથી બે ઇસમોને દબોચી લીધા હતા, જેમની ઓળખ અંગારારામ માનારામ લક્ષ્મણારામ રબારી (રહે. સાંચોર, રાજસ્થાન) અને ક્રિષ્ના સાવલારામ જેરૂપારામ રબારી (રહે. રાણીવાડા, રાજસ્થાન) તરીકે થઈ છે.

Interstate Liquor Racket Busted: કારની સીટ અને ડીકીમાંથી મળ્યો ₹૬.૭૩ લાખનો દારૂ

હાઈવે પર વાહનોની સતત અવરજવર હોવાના કારણે પોલીસ આ કારને કલોલ તાલુકા પોલીસ સ્ટેશન લઈ આવી હતી. જ્યાં કારની વચ્ચેની સીટ અને પાછળની ડીકીના ભાગે ગુપ્ત ખાનાઓ અને સ્પેસમાં તપાસ કરતા કુલ ૨,૦૮૮ નંગ વિદેશી દારૂ અને બીયરની નાની-મોટી બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹૬,૭૩,૯૯૨ થાય છે. પોલીસે ₹૬.૭૩ લાખનો દારૂ, મોબાઈલ ફોન અને કિયા કાર મળીને કુલ ₹૧૩,૭૯,૯૯૨નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Interstate Liquor Racket Busted: રાજસ્થાનથી લોડ થયો હતો જથ્થો, અમદાવાદમાં આપવાનો હતો ઓર્ડર

પોલીસે કાયદાનું ભાન કરાવતા બંને બૂટલેગરોએ ભાંગી પડીને ગુનાની કબૂલાત કરી હતી. તેમણે જણાવ્યું કે, આ દારૂનો જથ્થો તેમને રાજસ્થાનના સિરોહી જિલ્લાના મંડાર ગામે રહેતા મુખ્ય સૂત્રધાર મુકુંદસિંહ ચૌહાણે ગાડીમાં ભરી આપ્યો હતો. મુકુંદસિંહે તેમને આ જથ્થો અમદાવાદના નાના ચિલોડા પહોંચાડીને ત્યાંથી ફોન કરવા માટે ઓર્ડર આપ્યો હતો. જોકે અમદાવાદમાં આ જથ્થો કોને આપવાનો હતો તેની ડિલિવરી લેનારની વિગત આરોપીઓ પાસે નહોતી. કલોલ તાલુકા પોલીસે બંને બૂટલેગરો સહિત મુખ્ય સપ્લાયર મુકુંદસિંહ ચૌહાણ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 રાજકોટના શાપર-વેરાવળમાં સનસનાટીભરી ધાડ, ૭૭ વર્ષીય વૃદ્ધને બંધક બનાવી ₹૨.૪૭ કરોડ રોકડા અને સોનાની લૂંટ, હથિયારધારી ટોળકી ફરાર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments