Home State Gujarat Natural Farming is the Need of the Hour: દેડિયાપાડા ખાતે ‘વિકસિત ભારત...

Natural Farming is the Need of the Hour: દેડિયાપાડા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન’ યોજાયું: સાંસદ મનસુખભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ

0
99
Natural Farming is the Need of the Hour
Natural Farming is the Need of the Hour

Natural Farming is the Need of the Hour: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ, પારદર્શક અને જનકલ્યાણલક્ષી સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેડિયાપાડાની કૃષિ પોલિટેકનિક એન્જિનિયરિંગ કોલેજ કેમ્પસ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન’ ઉત્સાહભેર યોજાયું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત, આત્મનિર્ભર અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને જનજન સુધી પહોંચાડવાનો તેમજ દેશના વિકાસમાં ખેડૂતોની મહત્વપૂર્ણ ભૂમિકાને વધુ મજબૂત બનાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ, ખેડૂતો અને નાગરિકોએ વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા માટે સામૂહિક સંકલ્પ લીધા હતા.

Natural Farming is the Need of the Hour: પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ: સાંસદ મનસુખભાઈ વસાવા

આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના ૧૨ વર્ષના સુશાસન દરમિયાન વિકાસ અને જન કલ્યાણની અનેક યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચ્યો છે. તેમણે રસાયણયુક્ત ખેતી સામે ચિંતા વ્યક્ત કરતા ઉમેર્યું કે, “આજના સમયમાં કેમિકલવાળી ખેતીના કારણે જમીનની ફળદ્રુપતા, માનવ આરોગ્ય અને પર્યાવરણ સામે ગંભીર પડકારો ઊભા થયા છે. આવી સ્થિતિમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે સમયની માંગ બની છે.”

તેમણે ખેડૂતોને જૂની પરંપરાગત ખેતી પદ્ધતિઓને આધુનિક વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડીને કેમિકલમુક્ત અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી એ સ્વસ્થ સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો આધારસ્તંભ છે.

Natural Farming is the Need of the Hour: આકર્ષક કૃષિ પ્રદર્શન અને મોડેલ્સ

આ પ્રસંગે એક વિશેષ કૃષિ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત વિવિધ પાકો, ઓર્ગેનિક અનાજ, ફળો તથા શાકભાજીનું આકર્ષક પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો અને નાગરિકોએ પ્રદર્શનનું નિરીક્ષણ કરી પ્રાકૃતિક કૃષિના વિવિધ મોડેલોની ઝીણવટભરી જાણકારી મેળવી હતી.

Natural Farming is the Need of the Hour: મનસુખભાઇ વસાવા (સાંસદ, ભરૂચ)

Natural Farming is the Need of the Hour

આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સુશાસનના ૧૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે, જે અંતર્ગત આજે દેડિયાપાડામાં આ સુંદર કાર્યક્રમ યોજાયો છે. આજે રાસાયણિક ખાતરોને લીધે આપણી જમીન અને લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે, ત્યારે આપણો આદિવાસી અને પ્રગતિશીલ ખેડૂત ફરીથી પ્રાકૃતિક ખેતી તરફ વળે તે ખૂબ જરૂરી છે. ૨૦૪૭ સુધીમાં દેશને આત્મનિર્ભર બનાવવામાં આપણા ખેડૂતોનું યોગદાન સૌથી મોટું રહેશે.”

Natural Farming is the Need of the Hour: ઉષાબેન વસાવા (લાભાર્થી ખેડૂત)

Natural Farming is the Need of the Hour

સરકારની યોજનાઓ અને આજના આ પરિસંવાદમાંથી અમને પ્રાકૃતિક ખેતી વિશે ઘણી નવી માહિતી મળી છે. રાસાયણિક ખાતરોનો ખર્ચ બચે અને ઓર્ગેનિક અનાજ-શાકભાજી પાકે તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. સરકારની આ યોજનાઓથી અમારા જેવા નાના ખેડૂતોને ઘણો મોટો ટેકો મળ્યો છે અને અમે પણ હવે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છીએ.”

કેપ્શન: નર્મદાના દેડિયાપાડામાં કૃષિ પોલિટેકનિક એન્જિનિયરિંગ કોલેજ કેમ્પસ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં ખેડૂતોને કેમિકલમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કરાયું તેમજ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને આત્મનિર્ભર અને વિકસિત બનાવવાનો સામૂહિક સંકલ્પ લેવાયો.

વધુ સમાચાર વાંચવા માટે આંહીઓ ક્લિક કરો: વૈશ્વિક તણાવ વચ્ચે કતારથી 62,000 મેટ્રિક ટન LNG ભરેલું ભારતીય જહાજ ‘દિશા’ દહેજ બંદરે સુરક્ષિત પહોંચ્યું, દેશની ઊર્જા સુરક્ષાને મળ્યું મોટું બળ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે