Tragedy in Jetpur: જેતપુર તાલુકાના ચારણિયા ગામે એક હૃદયદ્રાવક અને કરુણ ઘટના સામે આવી છે. અહીં ખેતરમાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારના અઢી વર્ષના માસૂમ બાળકનું પાણીની કુંડીમાં ડૂબી જવાથી અકાળે મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે ખેત મજૂર પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકની લાગણી વ્યાપી ગઈ છે.
Tragedy in Jetpur: રમતા રમતા કુંડીમાં ખાબક્યો માસૂમ

મળતી માહિતી મુજબ, ચારણિયા ગામે એક ખેતરમાં શ્રમિક પરિવાર ખેત મજૂરીનું કામ કરી રહ્યો હતો. આ દરમિયાન પરિવારનું અઢી વર્ષનું માસૂમ બાળક સંદીપ કિલુંભાઈ સોલંકી નજીકમાં જ રમી રહ્યો હતો. રમતા રમતા અચાનક આ માસૂમ બાળક ખેતરમાં આવેલી પાણી ભરેલી કુંડીમાં ખાબક્યો હતો.
Tragedy in Jetpur: સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યો

થોડીવાર પછી જ્યારે પરિવારજનોનું ધ્યાન ગયું અને બાળક ન દેખાતા શોધખોળ આદરી ત્યારે માસૂમ સંદીપ કુંડીમાંથી મળી આવ્યો હતો. પરિવારજનોએ તાત્કાલિક બાળકને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે, ત્યાં હાજર ફરજ પરના તબીબોએ બાળકને તપાસીને મૃત જાહેર કર્યો હતો.
શોકનો માહોલ: હજુ તો જેણે દુનિયા જોવાની શરૂઆત જ કરી હતી તેવા અઢી વર્ષના વહાલસોયા દીકરાના મોતના સમાચાર સાંભળતા જ માતા-પિતા પર આભ તૂટી પડ્યું હતું અને પરિવારમાં કાળો આક્રોશ છવાઈ ગયો હતો.
પોલીસે તપાસ હાથ ધરી
આ દુર્ઘટના અંગેની જાણ થતાં જ જેતપુર તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે માસૂમ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધીને ઘટનાની વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે મહત્વની કેબિનેટ બેઠક; પાણીની કટોકટી અને ખેડૂતોના આંદોલન પર થશે મોટી ચર્ચા




