Bomb Threats Sent to CM Office:અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ-અલગ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકીભર્યા ઈ-મેલ મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ જુદા-જુદા ઈ-મેલ આઈડી પરથી મોકલાયેલી ધમકીઓમાં CM ઓફિસ, AMC મુખ્ય કચેરી અને RSS કાર્યાલયને નિશાન બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ધમકીભર્યા ઈ-મેલમાં CM ઓફિસને બપોરે 1:11 વાગ્યે, AMC ઓફિસને બપોરે 3:11 વાગ્યે અને RSS કચેરીને સાંજે 5:11 વાગ્યે બ્લાસ્ટથી ઉડાવી દેવાની વાત કરવામાં આવી છે. ધમકી મળ્યા બાદ સમગ્ર તંત્ર હાઈ એલર્ટ પર આવી ગયું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ સ્થિત મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તાત્કાલિક અસરથી આખી બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી હતી. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા સહિત અધિકારીઓ અને કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
સ્થળ પર પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો પહોંચી તપાસ હાથ ધરી રહી છે. સાથે જ સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા ધમકીભર્યા ઈ-મેલના સોર્સ અને મોકલનારની ઓળખ મેળવવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ઘટનાને પગલે અમદાવાદ અને ગાંધીનગરના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ સુરક્ષા એજન્સીઓ કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખતા સમગ્ર મામલે ચુસ્ત નજર રાખી રહી છે.
Bomb Threats Sent to CM Office:કોઈપણ વ્યક્તિ અંદર ન રહે તે માટે મેયર હિતેશ બારોટની સૂચના
મેયર હિતેશ બારોટ દ્વારા સમગ્ર AMC બિલ્ડીંગ પરિસરમાં બેઝમેન્ટ થી લઈ અને ઉપર સુધીની તમામ ઓફિસોમાં ફાયરના જવાનોને મોકલી અને કોઈપણ વ્યક્તિ પરિસરમાં ન હોય તેનું ચેકિંગ કરવા માટેની સૂચના આપી છે આખું બિલ્ડીંગ પરિસર તાત્કાલિક ધોરણે ખાલી કરાવી દેવા જણાવ્યું છે.
Bomb Threats Sent to CM Office:AMCની મુખ્ય ઓફિસ તાત્કાલિક ખાલી કરાવાઈ
મળતી માહિતી અનુસાર, બોમ્બની આ ધમકીને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની દાણાપીઠ સ્થિત મુખ્ય ઓફિસ ખાતે તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવ્યા હતા. સુરક્ષાના ભાગરૂપે આખી બિલ્ડિંગને તાબડતોબ ખાલી કરાવી દેવામાં આવી હતી, જેના કારણે કર્મચારીઓ અને મુલાકાતીઓમાં થોડો સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના: નીતિ આયોગની બેઠક સહિત દિલ્હીમાં યોજાશે મહત્વની મુલાકાતો




