HomeGujaratSumul Dairy Election Drama:સુમુલ ડેરીની ચૂંટણી પહેલાં જ મોટો ભડકો: ૨૪ વર્ષથી...

Sumul Dairy Election Drama:સુમુલ ડેરીની ચૂંટણી પહેલાં જ મોટો ભડકો: ૨૪ વર્ષથી ડિરેક્ટર રહેલા જયેશ પટેલ આઉટ, મતદાર યાદીમાંથી નામ કપાતા ખળભળાટ

Sumul Dairy Election Drama:સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન સુમુલ ડેરી (SUMUL Dairy) ની આગામી ચૂંટણી પહેલાં જ દક્ષિણ ગુજરાતના સહકારી રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. આગામી ૧૫ જુલાઈએ સુમુલ ડેરીની ચૂંટણી યોજાનાર છે, પરંતુ તે પૂર્વે જ ૨૪ વર્ષથી સતત ડિરેક્ટર પદે રહેલા પીઢ સહકારી નેતા જયેશ પટેલનું પત્તું કપાતાં ભારે ખળભળાટ મચી ગયો છે. સત્તાવાર મતદાર યાદીમાંથી જ નામ કમી કરી દેવાતાં પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલ લાલઘૂમ થયા છે અને તેમણે આ મામલે આરપારની કાનૂની તેમજ રાજકીય લડાઈના મંડાણ કરી દીધા છે.

Sumul Dairy Election Drama :રાજકીય દાવપેચનો ભોગ બન્યાનો સનસનીખેજ આક્ષેપ

Sumul Dairy Election Drama

મતદાર યાદીમાંથી નામ બાકાત થતાં જ જયેશ પટેલે એક સનસનીખેજ નિવેદન આપીને હરીફો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ખુલ્લો આક્ષેપ કર્યો છે કે, “હું ચોખ્ખા રાજકીય દાવપેચનો ભોગ બન્યો છું. જે લોકો લોકશાહી ઢબે મારી સામે જીતી શકે તેમ નહોતા, તેમણે સત્તાનો દુરુપયોગ કરીને પડદા પાછળથી મારું નામ યાદીમાંથી કમી કરાવવાનું હીન કૃત્ય કર્યું છે.” તેમણે આ ઘટનાને સહકારી ક્ષેત્ર માટે કલંક સમાન ગણાવી છે.

Sumul Dairy Election Drama :અન્યાય સામે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

પોતાની સામે થયેલા આ અન્યાય સામે જયેશ પટેલે નમતું જોખવાનો સાફ ઈનકાર કરી દીધો છે. તેમણે કાનૂની લડત શરૂ કરતાં આ મામલાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે. જયેશ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, “મને કાયદા અને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે. મારી સામે જે ષડયંત્ર રચાયું છે તેનો પર્દાફાશ કાનૂની રીતે કોર્ટમાં થશે.”

Sumul Dairy Election Drama :’બોગસ પશુપાલકો સામે મક્કમતાથી લડીશ’

જયેશ પટેલે માત્ર કાનૂની લડત જ નહીં, પરંતુ સુમુલ ડેરીની અંદર ચાલતી કથિત ગેરરીતિઓ સામે પણ મોરચો માંડ્યો છે. તેમણે મોટો પડકાર ફેંકતા કહ્યું કે, ડેરીમાં પગપેસારો કરી ગયેલા બોગસ પશુપાલકો સામે તેઓ મક્કમતાથી લડશે અને સાચા પશુપાલકોના હક માટે છેલ્લે સુધી લડતા રહેશે.

Sumul Dairy Election Drama :સુરત-તાપીમાં નવી ‘સહકાર પેનલ’ બનાવવાની જાહેરાત

ચૂંટણીમાંથી આઉટ કરવાના પ્રયાસો વચ્ચે જયેશ પટેલે સુરત અને તાપી જિલ્લાના સ્થાનિક પશુપાલકો અને મંડળીઓને સાથે રાખીને એક નવી ‘સહકાર પેનલ’ ઊભી કરવાની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાતથી વર્તમાન સત્તાધારી જૂથની ઊંઘ હરામ થઈ ગઈ છે. ૧૫ જુલાઈએ યોજાનારી ચૂંટણી હવે એકતરફી રહેવાને બદલે જબરદસ્ત રાજકીય જંગમાં ફેરવાઈ જશે તે નક્કી છે. ચૂંટણી પહેલાં જ સર્જાયેલો આ હાઈવોલ્ટેજ ડ્રામા આગામી દિવસોમાં સુમુલ ડેરીના સત્તાના સમીકરણો બદલી નાખે તો નવાઈ નહીં.

આ પણ વાંચો :સુરત નામનું જ ‘ઇન્ટરનેશનલ એરપોર્ટ’ રહેશે? જુલાઈથી કોલકાતા, બેંગલુરુ, પુણે સહિતની ૨૪ ફ્લાઈટ્સ બંધ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments