Home Desh TMC Collapses in Bengal: બંગાળમાં મમતાનો ગઢ તૂટ્યો: સુખેન્દુ શેખરે TMC છોડી;...

TMC Collapses in Bengal: બંગાળમાં મમતાનો ગઢ તૂટ્યો: સુખેન્દુ શેખરે TMC છોડી; 21 લોકસભા સાંસદો BJPના સંપર્કમાં હોવાનો દાવો!

0
117
TMC Collapses in Bengal
TMC Collapses in Bengal

TMC Collapses in Bengal: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ભડકેલો આંતરિક બળવો હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ધારાસભ્યો બાદ હવે સાંસદોએ પણ મમતા બેનર્જીનો સાથ છોડવાનું શરૂ કરી દીધું છે. સોમવારે પક્ષના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખરે પક્ષના તમામ પદો અને રાજ્યસભા સભ્યપદેથી રાજીનામું આપીને બંગાળના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજીનામું આપ્યા બાદ સુખેન્દુ શેખરે લોકસભાના લગભગ ૨૦ સાંસદો સાથે ગુપ્ત બેઠક કરી હતી. આ બેઠકની એક તસવીર પણ સામે આવી છે, જેમાં શર્મિલા સરકાર, પ્રસુન બેનર્જી, કાલીપદ સોરેન, જગદીશ બસુનિયા અને અરુપ ચક્રવર્તી જેવા અગ્રણી સાંસદો જોવા મળ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે TMCના ૨૧ લોકસભા સાંસદો ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટી (BJP) માં સામેલ થઈ શકે છે.

TMC Collapses in Bengal

TMC Collapses in Bengal: ૧૫ વર્ષનું અરાજક શાસન અને ભ્રષ્ટાચાર જવાબદાર: સુખેન્દુ શેખર

રાજીનામું આપ્યા બાદ સુખેન્દુ શેખરે મમતા બેનર્જીની કાર્યશૈલી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પત્રમાં લખ્યું કે, “પાર્ટીમાં મમતા બેનર્જી મનસ્વી રીતે નિર્ણયો લેતા હતા અને નેતાઓની સલાહ લેવામાં આવતી નહોતી. લોકશાહી ઢબે પક્ષ ચાલતો જ નહોતો.”

તેમણે ઉમેર્યું કે, ઇતિહાસમાં પહેલીવાર બંગાળની જનતાએ ભાજપની તરફેણમાં જે ભવ્ય જનાદેશ આપ્યો છે, તે TMCના ૧૫ વર્ષના અરાજક શાસન, બેફામ ભ્રષ્ટાચાર, મહિલાઓ પરના અત્યાચાર અને કાયદો-વ્યવસ્થાની નિષ્ફળતાનું પરિણામ છે. આટલી મોટી હાર પછી પણ મમતાએ કોઈ આત્મનિરીક્ષણ કર્યું નથી.

TMC Collapses in Bengal: ‘ચોર, ડાકુ અને વચેટિયાઓ આગળ આવી ગયા’

સુખેન્દુ શેખરે મીડિયા સમક્ષ બળાપો કાઢતા કહ્યું કે, “પક્ષના નિષ્ઠાવાન કાર્યકર્તાઓને બાજુ પર ધકેલી દેવાયા અને વચેટિયાઓ, ચોરો તથા ગુનેગારો આગળ આવી ગયા. કરોડો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી.” તેમણે એક સામાન્ય નાગરિક તરીકે નવી ભાજપ સરકાર પાસે માંગ કરી છે કે છેલ્લા ૫ વર્ષમાં બંગાળની હોસ્પિટલોમાં થયેલી ખરીદીઓનું ફોરેન્સિક ઓડિટ અને તપાસ થવી જોઈએ.

TMC Collapses in Bengal: આંકડાકીય સ્થિતિ અને ગઠબંધન પર અસર:

  • સાંસદોમાં ભંગાણ: લોકસભામાં TMC પાસે ૨૮ અને રાજ્યસભામાં ૧૩ સાંસદો છે, જેમાંથી બહુ મોટી સંખ્યા હવે બળવાના મૂડમાં છે.
  • ધારાસભ્યોનો મોટો જૂથ અલગ: બંગાળમાં TMCના ૮૦માંથી ૫૮ ધારાસભ્યો ઓલરેડી પોતાનું અલગ જૂથ બનાવી ચૂક્યા છે.
  • બળવાખોરોનું સમર્થન: બળવાખોર ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીએ સુખેન્દુના રાજીનામાને યોગ્ય ઠેરવતા કહ્યું કે, તેમની વાતો તદ્દન સાચી છે અને પક્ષમાં લાંબા સમયથી ગૂંગળામણ હતી.

આ પણ વાંચો :‘ઇન્ડિયા’ ગઠબંધનની બેઠકમાં ભંગાણ: DMK અને AAPની ગેરહાજરીથી વિપક્ષી એકતા સંકટમાં!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે