Home State Gujarat Surat Hit-and-Run: ચાલુ EV કારે બિયર ગટગટાવી આર્કિટેક્ટે મચાવી તબાહી; બે સગા...

Surat Hit-and-Run: ચાલુ EV કારે બિયર ગટગટાવી આર્કિટેક્ટે મચાવી તબાહી; બે સગા ભાઈ અને બે મહિલાઓને કચડ્યા

0
297
Surat Hit-and-Run
Surat Hit-and-Run

Surat Hit-and-Run: સુરત શહેરમાં ફરી એકવાર નશાખોર વાહનચાલકે બેફામ બનીને માસૂમ લોકોના જીવ જોખમમાં મૂક્યા હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. સરથાણા જકાતનાકા પાસે ફૂલ દારૂના નશામાં ધૂત એક આર્કિટેક્ટે પોતાની ઇલેક્ટ્રિક કાર (EV) મોતની સ્પીડે હંકારી ભયાનક અકસ્માત સર્જ્યો હતો. નશાખોર ચાલકે રસ્તા પર જતા બાઇક, સ્કૂટર અને સાઇડમાં પાર્ક કરેલી ગાડીને અડફેટે લેતા ઘટનાસ્થળે કંપારી છૂટી જાય તેવા દૃશ્યો સર્જાયા હતા. આ દુર્ઘટનામાં બે સગા ભાઈઓ સહિત ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. બીજી તરફ, અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ ચાલકને પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.

Surat Hit-and-Run

Surat Hit-and-Run: ચાલુ ગાડીએ નશો: બોલવાના પણ હોશ નહોતા

મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કુંડલી ગામનો વતની અને હાલ સુરતના સરથાણા વિસ્તારમાં રહેતો 32 વર્ષીય વિજય શંભુભાઈ ભિખડિયા વ્યવસાયે આર્કિટેક્ટ છે. 3 જૂનના રોજ વિજય પોતાની ઇલેક્ટ્રિક કાર (નંબર: GJ-05-RU-2251) લઈને સરથાણા જકાતનાકા કનૈયા નમકીન પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દારૂના નશામાં એટલો ચૂર હતો કે ગાડી પરથી કાબૂ ગુમાવી બેઠો હતો. અકસ્માત બાદ પોલીસે ગાડીની તલાશી લેતા અંદરથી બિયરની ખાલી બોટલ મળી આવી હતી, જે દર્શાવે છે કે આરોપી ચાલુ ગાડીએ બિયર પી રહ્યો હતો. તેની હાલત એટલી ખરાબ હતી કે તે સરખો ઊભો રહી શકતો નહોતો કે બોલી પણ શકતો નહોતો.

Surat Hit-and-Run

Surat Hit-and-Run: બે સગા ભાઈ અને બે મહિલાઓના હાથ-પગ કચડાયા

કાબૂ બહાર ગયેલી કાળમુખી ઇવી કારે રસ્તા પરથી પસાર થઈ રહેલા નિર્દોષ લોકોને અડફેટે લીધા હતા, જેમાં નીચે મુજબના લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે:

  • રોહિત સરખવાડા (ઉ.વ. 24) અને અજય સરખવાડા (ઉ.વ. 20): બાઇક સવાર આ બંને સગા ભાઈઓ (રહે. પુણાગામ)ને કારે જોરદાર ટક્કર મારી હતી.
  • રેખાબેન પ્રાગજીભાઈ લાખાણી (ઉ.વ. 53) અને હીનાબેન સવાણી (ઉ.વ. 37): સ્કૂટર પર જઈ રહેલી આ બંને મહિલાઓ (રહે. સરથાણા) પણ કારની અડફેટે આવી કચડાઈ ગઈ હતી.

કારે આ બંને વાહનોને ઉડાવ્યા બાદ રોડ સાઇડમાં પાર્ક કરેલી અન્ય એક કારને પણ જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇક અને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

લોહીના ખાબોચિયા ભરાયા: અકસ્માત એટલો ભયાનક હતો કે રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને ચીસાચીસ મચી ગઈ હતી. ઇજાગ્રસ્તોના હાથ-પગ કચડાઈ ગયા હોવાથી સ્થાનિક લોકોએ તાત્કાલિક તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે, જ્યાં તમામની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Surat Hit-and-Run

Surat Hit-and-Run: રોષે ભરાયેલા લોકોએ કાર તોડી, ચાલકને ધોઈ નાખ્યો

અકસ્માત સર્જાતા જ આસપાસના સેંકડો લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ કાર ચાલક વિજય ભિખડિયાને બહાર ખેંચી કાઢ્યો હતો. ચાલકને નશામાં ધૂત જોઈને લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને ટોળાએ તેને પકડીને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. આ સાથે જ ઉશ્કેરાયેલા લોકોએ નશાખોરની ઇલેક્ટ્રિક કાર પર પથ્થરમારો કરીને તેના કાચ પણ તોડી નાખ્યા હતા.

Surat Hit-and-Run

Surat Hit-and-Run: પોલીસે આરોપીની અટકાયત કરી

ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને રોષે ભરાયેલા ટોળામાંથી આરોપી વિજયને બચાવી પોલીસ સ્ટેશન ભેગો કર્યો હતો. સરથાણા પોલીસે આરોપી આર્કિટેક્ટ વિજય ભિખડિયા સામે દારૂ પીને બેફામ ગાડી ચલાવવા અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રોષે ભરાયેલા લોકોએ આરોપી વિજય ભિખડિયાને ફટકાર્યો.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા, ઈરાનનો કુવૈત એરપોર્ટ પર પ્રચંડ ડ્રોન હુમલો, અમેરિકા-ઈરાન વચ્ચે આરપારની જંગ શરૂ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે