Gujarat Weather Update: ગુજરાતમાં ચોમાસા પૂર્વેની હલચલ તેજ, આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, આજે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

0
125
Gujarat Weather Update
Gujarat Weather Update

Gujarat Weather Update: ગુજરાતભરમાં કાળઝાળ ગરમી વેઠી રહેલા નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ રીઝિયનમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને આજે, 1 જૂનના રોજ રાજ્યના 6 જિલ્લાઓમાં ભારે ગાજવીજ સાથે વરસાદની શક્યતાને પગલે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

Gujarat Weather Update

Gujarat Weather Update: બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: 60 કમીની ઝડપે પવન ફૂંકાશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં બે શક્તિશાળી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં પ્રી-મોન્સૂન (ચોમાસા પૂર્વેની) ગતિવિધિઓ તેજ બની છે.

  • આજની સ્થિતિ: આજે ગુજરાતના ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે.
  • સૌરાષ્ટ્ર-કચ્છ: આ વિસ્તારોમાં પણ થંડરસ્ટોર્મની ચેતવણી સાથે પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.
  • આગામી બે દિવસ: આગામી સમયમાં પણ વાવાઝોડા અને પવનની સ્થિતિને જોતા માછીમારોને દરિયો ન ખેડવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

Gujarat Weather Update: મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો ઘટાડો, ગરમીથી મળશે રાહત

સતત શેકાઈ રહેલા ગુજરાતને હવે ગરમીમાંથી મોટી રાહત મળવા જઈ રહી છે. આગામી 4 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો ક્રમિક ઘટાડો નોંધાશે. આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો 40 ડિગ્રી કે તેની આસપાસ આવી જશે, જેનાથી લૂ અને અસહ્ય ગરમીનું જોર ઘટશે.

Gujarat Weather Update: અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ

અમદાવાદ શહેરની વાત કરીએ તો, આગામી સમયમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. મોડી રાત્રિ અથવા સવારના સમયગાળા દરમિયાન થંડરસ્ટોર્મ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે.

Gujarat Weather Update: દેશમાં ચોમાસું ક્યાં પહોંચ્યું?

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. હાલમાં તે અરબી સમુદ્રના દક્ષિણ ભાગો, લક્ષદ્વીપ અને બંગાળની ખાડીના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી ગયું છે. હવામાન વિભાગના મતે, આગામી 2થી 3 દિવસમાં ચોમાસું કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.

Gujarat Weather Update: છેલ્લા 24 કલાકમાં નોંધાયેલું મહત્તમ તાપમાન

રાજ્યના પ્રમુખ શહેરોમાં હજુ પણ પારો 40 ડિગ્રીને પાર છે, પરંતુ આગામી દિવસોમાં તેમાં ઘટાડો થશે. જુઓ ક્યાં કેટલું તાપમાન નોંધાયું:

શહેરતાપમાન (°C)શહેરતાપમાન (°C)
અમદાવાદ41.5ભાવનગર40.5
ગાંધીનગર41.5ડીસા40.2
સુરેન્દ્રનગર41.5વડોદરા40.0
વલ્લભવિદ્યાનગર41.1અમરેલી39.9
રાજકોટ40.9ભુજ37.4

(નોંધ: સુરતમાં 35.8°C, દ્વારકામાં 35.3°C અને વેરાવળમાં સૌથી ઓછું 33.3°C તાપમાન નોંધાયું હતું.)

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 508 અંક તૂટ્યો, નિફ્ટી 23,400ની સપાટીએ; PSU બેંક અને FMCG શેર્સમાં ભારે વેચવાલી