Rule Changes from June 1: 1 જૂનથી બદલાશે નિયમો, દેશમાં 5 મોટા આર્થિક ફેરફારો, કાર ખરીદવી પણ બનશે મોંઘી!

0
122
Rule Changes from June 1
Rule Changes from June 1

Rule Changes from June 1: આવતીકાલ એટલે કે 1 જૂન 2026થી દેશમાં પાંચ મોટા આર્થિક ફેરફારો થવા જઈ રહ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓથી લઈને બેંકિંગ અને ઓટોમોબાઇલ સેક્ટર સુધીના આ બદલાવોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા અને ઘરના બજેટ પર પડવાની છે.

આવતીકાલથી કયા 5 મહત્વના નિયમો બદલાવા જઈ રહ્યા છે, તેના પર એક નજર કરીએ:

Rule Changes from June 1: 1. એલપીજી (LPG) સિલિન્ડરમાં બે મોટા ફેરફાર

  • નવા ભાવ જાહેર થશે: દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર કરે છે. પશ્ચિમ અશિયા (મિડલ ઈસ્ટ) સંકટને કારણે છેલ્લા કેટલાક સમયથી ગેસ મોંઘો થયો છે. હાલ દિલ્હીમાં 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ ₹913 અને 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ₹2078 છે, જેમાં આવતીકાલથી ફેરફાર થઈ શકે છે.
  • સિલિન્ડર કનેક્શન થઈ શકે છે કેન્સલ: સરકારના નવા નિયમ મુજબ, જો તમારા ઘરે પીએનજી (PNG – પાઇપલાઇન ગેસ) અને એલપીજી (LPG) બંને કનેક્શન હશે, તો તમારે એલપીજી કનેક્શન સરેન્ડર કરવું પડશે. જે લોકો પીએનજી હોવા છતાં સિલિન્ડર સરેન્ડર નથી કરી રહ્યા, કાલથી તેવા ઘરોની ઓળખ કરીને કનેક્શન કેન્સલ કરવાની પ્રક્રિયા શરૂ કરાશે.

Rule Changes from June 1: 2. પેટ્રોલ-ડીઝલ અને એટીએફ (ATF) પર નવી એક્સપોર્ટ ડ્યુટી

આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા ઓઇલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એટીએફ (હવાઈ ઈંધણ)ના નિકાસ પર નવો ટેક્સ (એક્સપોર્ટ ડ્યુટી) લગાવવાનો નિર્ણય કર્યો છે. સરકારી નોટિફિકેશન મુજબ, હવેથી નિકાસ પર નીચે મુજબ વેરો વસૂલવામાં આવશે:

  • પેટ્રોલ: ₹1.5 પ્રતિ લીટર
  • ડીઝલ: ₹13.5 પ્રતિ લીટર
  • એટીએફ (ATF): ₹9.5 પ્રતિ લીટર

નોંધ: એટીએફના ભાવ બદલાવાથી આગામી સમયમાં હવાઈ મુસાફરીના ભાડા પર પણ મોટી અસર પડી શકે છે.

Rule Changes from June 1: 3. HDFC બેંકના કેશ ડિપોઝિટ નિયમોમાં ફેરફાર

1 જૂનથી HDFC બેંક કરંટ એકાઉન્ટ સહિતના અન્ય ખાતાઓ માટે કેશ ડિપોઝિટના નિયમો બદલી રહી છે. હવે નાની નોટો અને સિક્કાઓ જમા કરાવવા માટે માસિક મર્યાદા (Monthly Limit) નક્કી કરવામાં આવી છે:

  • ₹20 કે તેથી નાની નોટો માટે લિમિટ: ₹10,000 પ્રતિ માસ
  • સિક્કાઓ જમા કરાવવા માટે લિમિટ: ₹5,000 પ્રતિ માસ

જો ગ્રાહક આ નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ રકમ જમા કરાવશે, તો લિમિટ બહારની વધારાની રકમ પર 2 ટકા એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે.

Rule Changes from June 1: 4. સોલર પેનલ (Solar Panel) ખરીદવી થશે મોંઘી

સોલર પેનલ માટે સરકારની માન્યતા પ્રાપ્ત મોડલ અને મેન્યુફેક્ચરર્સની યાદી (ALMM List-II) હવે ફરજિયાત બનશે. આ નિયમ લાગૂ થવાથી સરકારી યોજનાઓ અને સબસિડી વાળા પ્રોજેક્ટ્સમાં માત્ર આ લિસ્ટમાં સામેલ સોલર મોડ્યુલ્સ અને સેલનો જ ઉપયોગ કરી શકાશે. ક્વોલિટી સુધારવા માટે લેવાયેલા આ પગલાના કારણે આગામી દિવસોમાં સોલર પેનલની કિંમતો વધવાની આશંકા છે.

Rule Changes from June 1: 5. મારુતિ સુઝૂકીની કાર ખરીદવી બનશે મોંઘી

નવી કાર ખરીદવાનું વિચારતા લોકો માટે કાલથી મોટો ઝટકો લાગશે. દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝૂકી (Maruti Suzuki) એ અગાઉ કરેલી જાહેરાત મુજબ, કાલથી કારના નવા ભાવ લાગૂ થઈ જશે. અલ્ટો (Alto) થી લઈને બ્રેઝા (Brezza) સુધીની ગાડીઓની કિંમતોમાં અલગ-અલગ મોડલના આધારે મહત્તમ ₹30,000 સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે.

Rule Changes from June 1

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

આણંદના અડાસમાં નિર્માણાધીન રેલવે બ્રિજ ધરાશાયી, ‘આધુનિક ટેકનોલોજી હોવા છતાં ગર્ડર કેમ તૂટ્યું?’ વડોદરા DRM એક્શન મોડમાં