Home State Gujarat Chaos in Dahod: દાહોદના સંજેલીમાં ગેસ સિલિન્ડર માટે ભારે પડાપડી, ટ્રક આવતા...

Chaos in Dahod: દાહોદના સંજેલીમાં ગેસ સિલિન્ડર માટે ભારે પડાપડી, ટ્રક આવતા જ લોકો તૂટી પડ્યા, ગ્રાહકો અને એજન્સી વચ્ચે ઉગ્ર ઘર્ષણ!

0
219
Chaos in Dahod
Chaos in Dahod

Chaos in Dahod: દાહોદના સંજેલી તાલુકામાં ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા થતા એલપીજી સિલિન્ડરના વિતરણને લઈને છેલ્લા બે-ત્રણ મહિનાથી ચાલી રહેલી રામાયણ આજે વધુ વણસી છે. આજે (30 મે) ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક આવતા જ બોટલ મેળવવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. વહેલા તે પહેલાના ધોરણે ગેસ મેળવવાની લ્હાયમાં ગ્રાહકો અને વિતરણ કરનારાઓ વચ્ચે ભારે ઘર્ષણ અને હોબાળો થયો હતો. માહોલ એટલો ગરમ થઈ ગયો હતો કે થોડા સમય માટે સિલિન્ડરનું વિતરણ જ અટકાવી દેવાની ફરજ પડી હતી.

Chaos in Dahod

Chaos in Dahod: મામલતદારની હાજરીમાં પણ મામલો બિચક્યો

મળતી માહિતી અનુસાર, સંજેલી ગેસ એજન્સીના ગોડાઉન પર ખુદ મામલતદારની હાજરીમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને ગેસ સિલિન્ડર આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન સંજેલીના સ્થાનિક લોકો માટે એજન્સી તરફથી બીજા એક વાહનમાં ગેસના સિલિન્ડર ભરીને મોકલવામાં આવ્યા હતા. જોકે, લાંબા સમયથી ગેસ ન મળવાને કારણે હેરાન-પરેશાન થઈ રહેલા ગ્રાહકો વાહન આવતા જ તેના પર તૂટી પડ્યા હતા અને ‘મને પહેલા આપો, મને પહેલા આપો’ની બૂમાબૂમ સાથે અફરાતફરી મચી ગઈ હતી.

Chaos in Dahod

Chaos in Dahod: ગ્રાહકોનો ગંભીર આક્ષેપ: “2-3 મહિનાથી ચોપડી અને ખાલી બોટલ જમા છે, છતાં ગેસ નથી મળતો”

લાંબા સમયથી એલપીજી ગેસ સિલિન્ડર ન મળવાના કારણે ગ્રાહકોમાં એજન્સી પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

  • સ્થાનિક ગ્રાહક રમેશ મહારાજે પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, મારી ચોપડી અને ખાલી બોટલ અંદાજે બે-ત્રણ મહિનાથી એજન્સીમાં જમા છે. બે મહિના વીતી ગયા છતાં હજુ સુધી ગેસ સિલિન્ડર મળ્યો નથી અને અવારનવાર ધક્કા ખાવા પડે છે. જો એજન્સી બોટલ સપ્લાય ન કરી શકતી હોય તો અમને અમારી ખાલી બોટલ પરત આપી દે!”

Chaos in Dahod: ગાળાગાળી થતાં ઘર્ષણ વધ્યું: એજન્સી મેનેજર

આ સમગ્ર હોબાળા અંગે સંજેલી ઈન્ડિયન ગેસ એજન્સીના મેનેજર મુક્જમીન ભાઈએ જણાવ્યું હતું કે, એજન્સી દ્વારા વિતરણ માટે ટ્રક મોકલવામાં આવી ત્યારે ગ્રાહકો દ્વારા ભારે પડાપડી કરવામાં આવી હતી. વહેલા બોટલ મેળવવાની લ્હાયમાં બૂમાબૂમ સાથે ગાળાગાળી થતા જ ઘર્ષણ વધ્યું હતું. જોકે, બાદમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી સમસ્યાનું સોલ્યુશન લાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

અવારનવાર થતા આ ઘર્ષણને કારણે એક તરફ ગ્રાહકો મુશ્કેલી વેઠી રહ્યા છે, તો બીજી તરફ એજન્સી માટે પણ વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની રહી છે. ત્યારે સ્થાનિકો તંત્ર પાસે આ બાબતે કાયમી અને ઝડપી ઉકેલની માંગ કરી રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગાંધીનગર કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો, 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધીની સજા, ‘મર્યા પછી જ લાશ પરિવારને સોંપવી’

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે