Home Desh Make In India Goes Global: ‘મેક ઇન ઇન્ડિયા’ની વૈશ્વિક ઉડાન હવે ગુજરાતથી...

Make In India Goes Global: ‘મેક ઇન ઇન્ડિયા’ની વૈશ્વિક ઉડાન હવે ગુજરાતથી આફ્રિકન દેશ ‘મલાવી’માં થશે EVની નિકાસ, વડોદરાની કંપની સાથે થશે MOU!

0
336
Make In India Goes Global
Make In India Goes Global

Make In India Goes Global: ભારત સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ની પહેલને વૈશ્વિક સ્તરે વધુ એક ઐતિહાસિક સફળતા મળી છે. ગુજરાતના વડોદરાથી હવે આફ્રિકન દેશ રિપબ્લિક ઓફ મલાવીમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ની નિકાસ કરવામાં આવશે. આ મોટી ભાગીદારીના ભાગરૂપે મલાવીના હાઇ કમિશનર હિઝ એક્સેલન્સી લિયોનાર્ડ સેન્ઝા મેગેંઝીએ ગત 29 મેના રોજ વડોદરા નજીક પોર ખાતે આવેલી અગ્રણી ઇવી કંપની ‘મરક્યુરી ઇવી ટેક’ (Mercury EV Tech) ના વર્લ્ડ ક્લાસ પ્લાન્ટની વિશેષ મુલાકાત લીધી હતી અને તેની અત્યાધુનિક ટેકનોલોજીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.

Make In India Goes Global: 🇨🇳 ચીનના બદલે ભારત પર પસંદગી ઉતારી: જયેશ ઠક્કર

Make In India Goes Global

મરક્યુરી ઇવી ટેકના ચેરમેન જયેશ ઠક્કરે આ વૈશ્વિક ઉપલબ્ધિ અંગે ઉત્સાહ વ્યક્ત કરતાં જણાવ્યું કે:

  • મલાવી સરકાર સાથે ઇલેક્ટ્રિક વાહનોની નિકાસ કરવા માટેની સત્તાવાર MOU ની પ્રક્રિયા હાલ અંતિમ ચરણમાં છે.
  • ટૂંક જ સમયમાં મેડ-ઇન-ઇન્ડિયા ઇલેક્ટ્રિક વાહનોનો પહેલો જથ્થો મલાવી મોકલવામાં આવશે.
  • આફ્રિકા ખંડમાં ‘Warm Heart of Africa’ તરીકે ઓળખાતા મલાવી દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ગ્રીન મોબિલિટી’ના વિઝનથી પ્રભાવિત થઈને, ચીનના બદલે ભારત સાથે કામ કરવું વધુ યોગ્ય માન્યું છે.

 રાષ્ટ્રપતિ સાથે બેઠક: આગામી 5 કે 6 જૂનના રોજ મલાવીના રાષ્ટ્રપતિ સાથે ચેરમેન જયેશ ઠક્કરની સત્તાવાર બેઠક યોજાશે, જેના માટે તેઓ 3 જૂને મલાવી જવા રવાના થશે. જ્યાં આગળના પ્રોડક્શન પ્લાન અને રોકાણ અંગે આખરી નિર્ણય લેવાશે.

Make In India Goes Global

Make In India Goes Global:  ભારતની ગ્રીન ટેકનોલોજી મલાવીમાં ક્રાંતિ લાવશે: હાઇ કમિશનર

Make In India Goes Global

વડોદરાના પ્લાન્ટની ગુણવત્તાથી પ્રભાવિત થઈને હાઇ કમિશનર લિયોનાર્ડ સેન્ઝા મેગેંઝીએ જણાવ્યું હતું કે, મલાવી જેવી ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે હાલ મોંઘા ઈંધણ (ફ્યુઅલ) ની આયાત કરવી એ મોટો પડકાર છે. તેથી તેઓ આ ગ્રીન ટેકનોલોજી અપનાવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, આવા મોટા સંશોધનોના કારણે જ ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં સતત આગળ વધીને ચોથા ક્રમે પહોંચી રહી છે.

Make In India Goes Global: ભારતને મલાવીમાં સીધા રોકાણ માટે આમંત્રણ

Make In India Goes Global

હાઇ કમિશનરે મરક્યુરી ઇવી ટેક કંપનીને મલાવીમાં સીધું રોકાણ કરવા અને ત્યાં જ પોતાનો નવો પ્લાન્ટ શરૂ કરવા માટે સત્તાવાર આમંત્રણ આપ્યું છે. આ પ્રોજેક્ટથી મલાવી સરકારને મોંઘા ઇંધણના આર્થિક બોજમાંથી મુક્તિ મળશે અને તેમનું વિદેશી હૂંડિયામણ બચશે. ગુજરાતના ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે આ ખરેખર ગૌરવપૂર્ણ ક્ષણ છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુજરાતમાં હવામાનનો મોટો પલટો 11 જિલ્લામાં વરસાદની આગાહી, આગામી 6 દિવસ વાતાવરણ રહેશે તોફાની!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે